અત્યારના સમયમાં દરેક લોકો સ્વસ્થ, હેપી, હેલ્ધી અને નિરોગી રહેવા માંગે છે. પરંતુ આપણી રોજિંદી વ્યસ્ત જીવન શૈલીના કારણે આપણે કામમાં હતાશા, ઓફિસનું ટેંશન અને ઘરની ચિંતાના કારણે આપણે માનસિક અને શારીરિક રીતે નરવશ થઈ જઈએ છીએ. આપણે પહેલાના જમાનામાં અને અત્યારનું જમાનાની તુલના કરીયે તો આપણા જીવન માં ખુશીઓ નો અભાવ જોવા મળે છે.
સેરોટોનિન ની ઉણપ મોટાભાગે ઘણા લોકોમાં જોવા મળે છે. સેરોટોનિન એક મહત્વપૂર્ણ રસાયણ છે જે હંમેશા મૂડને સુઘારવાનું કામ કરે છે. તે સારી ઊંઘ લાવવા માં મદદ કરે છે જેથી આપણો થાક દૂર થાય છે અને આખો દિવસ ઉર્જામય રહે છે અને આપણે હંમેશા હેપી રાખવામાં મદદ કરે છે.
જો તમારે પણ તમારા શરીરમાં સેરોટોનિનની ઉણપ દૂર કરવી હોય તો તમારે પણ તમારા રોજિંદા જીવન માં કસરત કરવી જોઈએ અને તેની સાથે તમારે એવો આહાર લેવો જોઈએ કે જેથી સેરોટોનિનનું સ્તર વઘારવામાં મદદ કરે અને તમે ખુશ અને હેલ્ધી રહી શકો.
આપણે બધા નિરોગી રહેવા અને ખુશ રહેવા માંગીયે એટલા માટે જ આજે અમે તમને આ આર્ટિકલમાં જણાવીશું કે તમારે હંમેશા સ્વસ્થ અને હેલ્ધી અને ખુશ રહેવા માટે તમારે રોજિંદા આહારમાં કઈ વસ્તુ નું સેવન કરવું જોઈએ. તેના વિશે વધુ જણાવીશું.
સ્વસ્થ અને હેપી રહેવા માટે આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ. (1) ડ્રાયફ્રુટ નું સેવન : બદામ અને અખરોટમાં પ્રોટીન, સેરોટોનિન, ટ્રિપ્ટોફન જેવા મહત્વપૂર્ણ તત્વો મળી આવે છે. માટે બદામ અને અખરોટ જેવા ડ્રાયફૂટ નું સેવન આપણે સ્વસ્થ, હેલ્ધી, અને ખુશ રહેવા માટે આ ડ્રાયફૂટ ફાયદાકારક છે.
(2) અનાનસનું સેવન કરવું :સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર અનાનસ નું સેવન ફ્રેશ રહેવામાં મદદ કરે છે. અનાનસનું સેવન સેરોટોનિન ને ઉત્સાહિત કરે છે. જેથી તમે આખો દિવસ ફ્રેશ અને હેપી રહી શકો. એનું સેવન કરવાથી પાચનક્રિયા સારી થાય છે. જે પેટની લગતી સમસ્યા જેવી કે ગેસ, અપચો, કબજિયાત દૂર કરવામાં મદદરૂપ છે. અનાનસમાં રહેલ પોષક મગજને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે.
(3) ઈંડાનું સેવન કરવું જોઈએ : દરરોજ ઈંડા ખાવાથી આપણા શરીરમાં પ્રોટીન અને ટ્રિપ્ટોફનને વધારે છે જે સેરોટોનિન હોર્મોન ને બનાવવા મદદ કરે છે. માટે સવારે ઈંડાનું સેવન કરવું સારું માનવામાં આવે છે. દરરોજ બે ઈંડાનું સેવન કરવું જોઈએ. ઈંડા માંથી મળતું પ્રોટીન સ્નાયુઓને મજબૂત કરવામાં ઉપયોગી છે.
(4) પનીરનું સેવન : પનીર નું સેવન કરવાથી સેરોટોનિન ને ઉતેજીત કરે છે અને તે માનસિક અને શારીરિક તણાવ, ચિંતા, હતાશા ને દૂર કરવામાં જરૂરી હોર્મોન્સ ને બનાવવા માં મદદ કરે છે. શાકાહારી માટે એનું સેવન ફાયદાકારક છે. પનીરનું સેવન તમે અનેક રીતે કરી શકો છો.
અહીં જણાવેલ આ ચાર વસ્તુનું સેવન કરવાથી તમારા શરીરમાં એનર્જી રહેશે અને તમને થાક અને નબળાઈ પણ દૂર થશે. અમે જણાવેલ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમે હંમેશા ચિંતા થી દૂર રહો અને સ્વસ્થ રહો.