આરોગ્ય નિષ્ણાત અનુસાર શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે યોગ્ય પોષણયુક્ત ખોરાક લેવો સૌથી જરૂરી છે. પરંતુ અત્યારના સમય પ્રમાણે લોકો ઉંમર થયા પહેલા ઘણી બીમારીના શિકાર થઈ જાય છે.

અત્યારે લોકોની રહેણી કરણી અને ખાણી-પીણી, પોષક તત્વોની ઉણપ, રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જવી, સાંઘાના દુખાવા, હાડકા નબળા પાડવા, હદયને લગતી બીમારી જેવી સમસ્યા હાલ નાની ઉંમરની વ્યક્તિને પણ થતી તમે જોઈ હશે.

શરીરને સ્વસ્થ રાખવા માટે દરેકે વ્યકતિએ ઉંમર વઘવાની સાથે પૌષ્ટિક આહાર લેવો જોઈએ છે. દરેક મહિલાઓ અને યુવાનો એ સ્વાસ્થ્ય માટે જાગૃતિ લાવી ખુબ જ જરૂરી છે. અત્યારના સમયમાં દરેક વ્યક્તિએ લીલા શાકભાજી, ફળો, ડ્રાયફ્રુટ વગેરેનું સેવન કરવું જોઈએ.

કારણકે આ બઘામાં જરૂરી વિટામિન, પોષક તત્વો મળી આવે છે. જેથી સ્વાસ્થ્ય સારું રહે છે અને અનેક બીમારી સામે રક્ષણ મેળવી શકાય. આ ઉપરાંત આજે અમે તમને એવા આહાર વિશે જણાવીશું જેનું સેવન 25 થી 30 વર્ષની ઉંમર પછી પણ કરવું સ્વાસ્થ્ય માટે સારું છે.

1.સોયાબીન: સોયાબીનમાં ભરપૂર પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે. જે મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે. આ ઉપરાંત નાની ઉંમરે તેનું સેવન કરવાથી હાડકા મજબૂત રહે છે. સોયાબીનનું સેવન કરવાથી પ્રોટીન અને કેલ્શિયમની ઉણપ દૂર થાય છે. માટે થવાડિયામાં 3થી 4 વાર સોયાબીનનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.

2.બ્રોકોલી: આ શાકભાજીમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, મિનરલ્સ અને વિટામિન્સ મળી આવે છે. આ લીલા શાકભાજીનું નિયમિત સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વઘારે છે અને અનેક રોગો સામે લડવામાં મદદ કરે છે.

3. લીલા વટાણા: લીલા વટાણામાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ,કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, ફાયબર જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત તેમાં પાલક કરતા વઘારે પ્રમાણમાં પ્રોટીન મળી આવે છે. જે ઇમ્યુઈનિટીને વઘારે છે અને રોગો સામે રક્ષણ આપવામાં મદદ કરે છે.

4.માછલી: જો કોઈ વ્યક્તિ માંસાહારી આહાર લેતા હોય તેમના માટે માછલીનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર માત્રામાં ઓમેગા-3 ફેટી એસિડ અને પ્રોટીન જેવા મહત્વપૂર્ણ તત્વો મળી આવે છે. જે હદય અને મગજની કાર્ય ક્ષમતામાં વઘારો કરવામાં મદદ કરે છે.

દરેક વ્યક્તિએ ઉપર જણાવેલ આહારનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત શિયાળામાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આવી જ સ્વાસ્થ્ય સંબઘીત માહિતી મેળવવા અમારા સાથે જોડાયેલા રહો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *