વાળ આપણા ચહેરાની સુંદરતા વઘારવામાં ખુબ જ મદદ કરે છે. માટે મહિલાઓ હોય કે છોકરીઓ તે તેમના વાળને લાંબા, સિલ્કી અને કાળા બની રહે તેવું ઈચ્છતા હોય છે. જેના કારણે મહિલાઓ અને છોકરીઓ બ્યુટી પાર્લરમાં જઈને ઘણા બઘા પ્રયોગો કરતા હોય છે.
અત્યારના સમયના પ્રદુષિત વાતાવરણમાં મોટાભાગના લોકોને વાળને લગતી સમસ્યા જોવા મળી રહી છે તેવામાં ઘણા લોકોને વાળ ખરવા, વાળ તૂટી જવા, વાળ સફેદ થઈ જવા જેવી અનેક સમસ્યાઓ થવાનું શરૂ થઈ જતું છે.
ધૂળ અને માટી વાળમાં ભરાઈ જાય છે ત્યારે દરેક વ્યાકરી વાળને શેમ્પુની મદદથી વાળ ને ઘોતા હોય છે વાળમાં અલગ અલગ શેમ્પુનો ઉપયોગ કરવાથી પણ વાળ ખરવાનું સૌથી મોટી કારણ બની જાય છે, કારણકે શેમ્પુમાં કેમિકલ પણ મળી આવે છે જે વાળને લાંબા સમયે ઘણું નુકસાન પહોંચાડી શકે છે.
વાળને સુંદર, મુલાયમ બનાવવા માટે આજે અમે તમને એક ઘરેલુ ઉપાય જણાવીશું, જેની મદદથી વાળને લગતી દરેક સમસ્યા દૂર કરી શકાય છે. વાળની સમસ્યાને દૂર કરવા માટે દહીં અને ઈંડા ખુબ જ ફાયદાકારક છે, જે વાળને પૂરતું પોષણ આપે છે અને વાળને મજબૂત બનાવવામાં મદદ કરશે.
ઈંડા અને દહીં વાળને મુલાયમ અને સિલ્કી બનાવે છે, જે મોંઘા હેરકેર પ્રોડક્ટ કરતા પણ વઘારે અસરકારક સાબિત થશે. દહીં અને ઈંડા નો ઉપયોગ પણ વાલમાં થતા ડેન્ડ્રફ ને પણ દૂર કરશે. અને વાળને શાઈનિંગ પણ આપશે. દહીં અને ઈંડા માં મળી આવતા પોષક તત્વો વાળના સ્વાસ્થ્ય માટે સારા માનવામાં આવે છે.
વાળમાં ઈંડા અને દહીંનો ઉપયોગ કરવાની રીત: આ માટે સૌથી પહેલા એક બાઉલ લઈ લો, ત્યાર પછી તેમાં બે ચમચી દહીં નાખો, અને એક ઈંડુ લઈને તેને તોડીને બાઉલમાં નાખો, હવે બંને મિક્ષણ ને સારી રીતે મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
હવે આ પેસ્ટને વાળના મૂળમાં અને વાળમાં લગાવી દો, વાળમાં લગાવીને 25 મિનિટ પછી ઘોઈ દેવાનુ છે, આ રીતે દહીં અને ઈંડા ની પેટનો ઉપયોગ અઠવાડિયામાં બે વખત કરી શકો છો, જેથી વાળમાં થતા ડેમેજથી બચાવી રાખશે.
આ પેસ્ટ વાળને ખરતા અટકાવી વાળને મજબૂત બનાવશે. વાળને વાળને સિલ્કી, મુલાયમ અને કાળા બનાવવા માટે દહીં અને ઈંડાની પેસ્ટ ખુબ જ અસરકારક સાબિત થશે.