શરીરને પૂરતું પોષણ ના મળવાના કારણે શરીરમાં નબળાઈ અને કમજોરી આવી જતી હોય છે, જેના કારણે ઘરમાં કે ઓફિસમાં કામ કરવામાં સમયે વારે વારે થાક લાગવાનો સામનો કરવો પડતો હોય છે. જો તમને પણ આ સમસ્યા છે તો આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરવું જોઈએ.
જેના કારણે શરીરમાં ભરપૂર શક્તિ આવશે. આ સાથે કામ કરવામાં ભરપૂર એનર્જી અને ઉર્જા પણ મળશે. બજરમાં એવી ઘણી બધી દવાઓ મળી આવે છે જેના થી શરીરમાં એનર્જી વધારી શકાય છે, પરંતુ દવા વગર જ કુદરતી રીતે એનર્જી લાવવા માટે આ વસ્તુનું સેવન કરી શકાય છે.
એનર્જી લાવવા માટેની વસ્તુઓ:
મઘ: મઘ શરીર માટે ખુબ જ ગુણકારી અને અમૃત સમાન છે. તેનું સેવન બાળકો, મહિલાઓ, પુરુષો, વૃદ્ધ લોકો માટે પણ ખુબ જ લાભદાયક છે. આ માટે દિવસમાં એક ચમચી મધ નું સેવન કરવું જોઈએ જે વારે વારે થાક લાગવાની સમસ્યા દૂર થઈ જશે.
રોજે મધનું સેવન કરવથી લાંબા સમય એટલે કે ઘડપણમાં યુવાવસ્થા જેવી સ્ફૂતિ અને એનર્જી મળશે, જે શરીરને મજબૂત અને સ્ટ્રોંગ બનાવી રાખવામાં મદદ કરશે. નિયમિત પણે તેનું સેવન કરવાથી શરીરમાં શારીરિક નબળાઈ અને કમજોરીને દૂર કરે છે.
બદામ: બદામ ખુબ જ શક્તિ શાળી માનવામાં આવે છે. તેમાં મળી આવતા પોષક તત્વો શરીરને પુરા પાડે છે. તેમાં મળી આવતા વિટામિન-સી, વિટામિન-ઈ, કેલ્શિયમ, આયર્ન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે જે શરીરને ભરપૂર શક્તિ આપે છે.
આ માટે રાતે સુવાના પહેલા એક બાઉલમાં થોડું પાણી લઈ તેમાં 5-7 બદામના દાણા નાખીને આખી રાત પલાળીને રહેવા દો, પછી તેને સવારે ખાલી પેટ ઉપરની છાલ નિકાળીને ચાવી ચાવીને ખાઈ લેવાના છે. આ બદામના દાણા ખાવાથી શરીરને ભરપૂર તાકાત મળશે. આ ઉપરાંત યાદશક્તિમાં પણ વધારો કરશે. જે બાળકો માટે ગુણકારી માનવામાં આવે છે.
ત્રિફળા ચૂર્ણ: હરડે, બહેડા અને આમળા આ ત્રણ વસ્તુ મિક્સ કરીને ત્રિફલા ચૂરણ બનાવામાં આવે છે. શરીરમાં વાત, પિત્ત અને કફનું બેલેન્સ અસંતુલન થવાના કારણે વારે વારે કામ કરવામાં થાક લાગતો હોય તો આ ત્રિફળા ચૂરણનું સેવન કરવાથી ત્રણે દોષ ને સમ કરીને થાકની સમસ્યા દૂર કરી શકાય છે.
ત્રિફળા ચૂરણને હૂંફાળા પાણી સાથે લેવાથી પેટ સાફ રહે છે અને કબજિયાત માંથી રાહત મળે છે. આ ચૂરણ શરીરમાં આવેલ શારીરિક કમજોરી અને નબળાઈને દૂર કરે છે, આ ચૂરણ શરીરના કોઈ પણ ભાગના દુખાવા થતા હોય કે અનિદ્રાની સમસ્યા હોય તો તે સમસ્યા દૂર થશે. ત્રિફળા ચૂરણ અનેક બીમારીઓ દૂર કરવામાં મદદ કરશે.
શરીરમાં થાક લાગવાથી કોઈ પણ કામ કરવામાં મન લાગતું નથી અને આળસ આવતી હોય છે, આ તકલીફને દૂર કરવા માટે આ વસ્તુઓનું નિયમિત પણે સેવન કરવું જોઈએ જે શરીરને ભરપૂર એનર્જી અને શક્તિ આપે છે.