આજના સમયમાં દરેક લોકો સુંદર દેખાવા માંગે છે. કોઈ પણ ફંક્શનમાં જવાનું હોય તો તમે કપડાં, જ્વેલરી અને અન્ય એસેસરીઝની ખરીદી કરતા હોવ છો, પરંતુ તેની સાથે સાથે તમારો ચહેરો સુંદર હોવો એટલો જ જરૂરી છે.

જો તમે ભલે નવા કપડાં, ઘરેણાં કે મેકઅપ ન કર્યો હોય, પરંતુ જો તમારી ત્વચા ચમકતી હશે તો પણ તમારી સુંદરતામાં વધારો કરી શકે છે. મહિલાઓ ચહેરા પર ચમક વધારવા માટે બ્યુટી પાર્લરમાં જાય છે. તે ફેશિયલ અને મેક-અપ કરાવે છે, પરંતુ ઘણીવાર તો કામકાજમાં વ્યસ્ત હોવાને કારણે પાર્લરમાં જઈ શકતી નથી. આવી સ્થિતિમાં જો તમે પણ પાર્લરમાં ગયા વગર મુલાયમ અને ચમકદાર ચહેરો ઈચ્છો છો તો તમે ઘરે જ કુદરતી ઉપાયો અપનાવી શકો છો.

તમે પાર્લરમાં સ્કિન કેર પર પૈસા ખર્ચવાને બદલે ઘરગથ્થુ ઉપચાર વડે ઓછા સમયમાં નેચરલ ગ્લો અને નિખાર લાવી શકો છો.
તો ચાલો જાણીએ ચહેરા પર જૂડારતી નિખાર અને ચમક લાવવાના આસાન ઘરેલુ ઉપાયો વિષે.

હળદર અને ચણાના લોટનો પેક: ઉનાળાની ઋતુમાં ટેનિંગની સમસ્યા રહે છે. તેથી, ગોરી અને ચમકદાર ત્વચા માટે ચણાના લોટનો પેક લગાવો. ચણાના લોટની સાથે હળદર પણ ત્વચા માટે સંજીવનીનું કામ કરે છે. હળદર અને ચણાના લોટના પેકનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરો સ્વચ્છ અને મુલાયમ બને છે.

આ પેક તૈયાર કરવા માટે હળદર પાવડરમાં ચણાનો લોટ મિક્સ કરો. દૂધ અથવા પાણી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. થોડીવાર સુકાવા દો અને પછી પાણીથી ધોઈ લો.

ચંદન- લીમડાનો ફેસ પેક: જો તમારી ત્વચા તૈલી હોય તો ચહેરા પર ચંદન અને લીમડાનો પેક લગાવો. આ માટે એક ચમચી ચંદનના પાવડરમાં લીમડાના કેટલાક પાન, ગુલાબજળ અને થોડી હળદર મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેકને ચહેરા પર 10-12 મિનિટ માટે લગાવો. મસાજ કર્યા પછી તમારા ચહેરાને સૂકવી લો.

ટામેટાંનો ફેસ પેક: સાફ અને ચમકતી ત્વચા માટે તમે ટામેટાંનો પેક લગાવી શકો છો. ધૂળ, માટી અને સૂર્યપ્રકાશને કારણે ચહેરાની ચમક જતી રહે છે અને રંગ પણ બગડી શકે છે. આવી સ્થિતિમાં દરરોજ ટામેટાંનો રસ ચહેરા પર લગાવો. કાચા ટામેટાની છાલ કાઢીને તેમાં એક ચમચી દહીં નાખીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ સુધી લગાવો. મસાજ કર્યા બાદ ટામેટાની પેસ્ટ કાઢીને પાણીથી ચહેરો ધોઈ લો.

દૂધથી તરત જ ગ્લોઇંગ સ્કિન મળશે: કાચું દૂધ ક્લીંઝરનું કામ કરે છે. ચહેરા પર દૂધ લગાવવાથી ત્વચા ઝડપથી ચમકદાર બને છે. આ માટે કાચા દૂધને ચહેરા પર લગાવીને માલિશ કરો. નિયમિત રીતે આમ કરવાથી ચહેરા પર નમી જળવાઈ રહે છે અને ડાઘ-ધબ્બા ઓછા થઈ જાય છે.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો જરૂર એકવાર ઘરે ટ્રાય કરજો. આ ઘરેલુ ફેસપેક બનાવીને ઉપયોગ કરવાથી તમારે કોઈ દિવસ બ્યુટીપાર્લર જવાની જરૂર નહીં પડે. આવી જ માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *