આજના યુગમાં દરેક વ્યક્તિ સુંદર દેખાવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે. ખાસ કરીને 16 વર્ષથી 35 વર્ષની ઉંમર સુધી દરેક વ્યક્તિ સ્કિન ગ્લોઈંગ બનાવી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. આ માટે બજારમાં મળતી અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ કરતા હોય છે.
જયારે પણ વ્યક્તિની ઓઈલી સ્કિન થાય છે ત્યારે તે ફેસવોસ અને સાબુનો ઉપયોગ કરી ઓઈલી સ્કિને દૂર કરતા હોય છે. પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેની અસર ઘીરે ઘીરે ખીલ અને ફોલ્લીઓ રૂપે બહાર નીકળે છે.
જેના કારણે વ્યક્તિ ચહેરાની સુંદરતા નાની ઉંમરે જ છીણવાઈ જાય છે, પરંતુ ઉંમરે જ ચહેરાની દેખરેખ સારી રીતે રાખવામાં આવે તો ચહેરાને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. આ માટે બજારુ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ટાળીને આ એક પેસ્ટ બનાવી અઠવાડીયામાં એક-બે વખત લગાવી જોઈએ.
જે ચહેરાને કુદરતી રીતે સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે. જયારે વ્યક્તિની ઉંમરે વઘતી જાય છે ત્યારે વૃદ્ધાવસ્થાના ચિન્હો દેખાય છે તો આ ઘરેલુ ઉપાય કરવાથી વઘતી ઉંમરે પણ જુવાન અને સુંદર બનાવી રાખવામાં મદદ કરે છે.
આ ઉપાય માટે ત્રણ વસ્તુની ખાસ જરૂર પડશે, આ ત્રણ વસ્તુ શરીર અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી છે જે સ્કિન માટે પણ ખુબ જ લાભદાયક સાબિત થશે. આ બંને વસ્તુ સ્કિન પર લગાવાથી ઈન્સ્ટન્ટ ચહેરા પર ચમક દેખાવા લાગશે.
પેસ્ટ બનાવવા માટે: સૌથી પહેલા એક કાચનું બાઉલ લઈ લો, હવે તેમાં એક ચમચી દહીં મિક્સ કરવાનું છે, અડઘી ચમચી આમળાનો પાવડર મિક્સ કરો હવે બંનેને સારી હલાવી લો, ત્યાર પછી તેમાં એક લીંબુ કાપીને અડધા લીંબુનો રસ નીચોવી દેવાનો છે.
હવે બઘા મિશ્રણ ને સારી રીતે હલાવીને પેસ્ટ તૈયાર કરી લો, હવે આ પેસ્ટને લગાવતા પહેલા ચહેરાને પાણી વડે ઘોઈ સાફ કરી લો, ત્યાર પછી બે આંગળીની મદદથી ચહેરા પર લગાવી મસાજ કરો, બે થી ત્રણ મિનિટ હળવા હાથે મસાજ કરીને 10-15 મિનિટ રહેવા દો પછી ચહેરાને સાદા પાણી વડે ઘોઈ સાફ કરી લેવાનો છે.
આ ઉપાય તમારે રાતે સુવાના સમયે જ કરવાનો છે જેથી તમને થોડો વધુ સમય મળી રહેશે અને ફેસની સારી રીતે મસાજ કરી શકશો. આ ઉપાય કરવાથી ચહેરા પર ની બધી જ ગંદકી દૂર થશે અને ચહેરાને સાફ કરી ઈન્સ્ટન્ટ નેચરલી ગ્લો લાવશે. ચહેરા પર ખીલ, કરચલી કે ઓઈલી સ્કિન, ડેડ સ્કિન હોય તેને દૂર કરશે.
તેમાં સારી માત્રામાં વિટામિન-સી અને વિટામિન-ઈ મળી આવે છે, જે ત્વચાની રક્ષણ કરે છે અને લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. ચહેરા પર અન્ય કોઈ પ્રોડક્ટનો ઉપયોગ અથવા બ્યુટી પાર્લરના ખર્ચ વગર જ આ ઉપાય કરવાથી ઘાર્યા કરતા પણ ખુબ જ સારું પરિણામ મળશે.
જો તમારે કોઈ જગ્યાએ તાત્કાલિક લગ્ન માં કે પછી અન્ય કોઈ જગ્યાએ જવાનું હોય તો તેના આગળના બે દિવસ સતત આ ઉપાય કરશો તો બ્યુટી પાર્લરમાં ચહેરો ઘોવડાવા કે પછી ફેશિયલ કરાવવા જવું નહીં પડે. આ એક આયુર્વેદિક ઉપાય છે જે ચહેરા પર નેચરલી ચમક અને સુંદરતા લાવે છે. જે બ્યુટી પાર્લર અને બ્યુટી પ્રોડક્ટના વધુ ખર્ચથી બચાવે છે.
સ્કિન ને હંમેશા માટે ટાઈટ અને સુંદર બનાવી રાખવા માટે ત્વચાને હાઈડ્રેટ બનાવી રાખવું જોઈએ આ માટે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ અને ચહેરાને દિવસમાં ત્રણ થી ચાર વખત ઘોવો જોઈએ જે સ્કિન ને હેલ્ધી બનાવી રાખે છે.
