આજે મોટા ભાગના લોકો વજન વધવાના કારણે ખુબ જ ચિંતામાં રહેતા હોય છે. આ માટે ઘણા બધા અલગ અલગ પ્રયોગો કરીને વજન ને ઓછું કરવાનો પ્રયત્ન કરતા હોય છે. તેમ છતાં પણ વજન ઓછું થતું નથી તો વજન ઉતારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાયની ટિપ્સ જણાવીશું જેની મદદથી વજનને ખુબ જ આસાનીથી ઘટાડી શકાય છે.
વજન વધારે હોવાથી જાતજાત ની બીમારીઓ થતી હોય છે. આ માટે વજન ને નિયત્રંણમાં રાખવું જોઈએ, વ્યક્તિનું બેઠાળુ જીવન અને કેટલીક ખરાબ રૂટિન લાઈફ હોવાના કારણે પણ વ્યક્તિ પોતાનું વજન ધટાડવામાં અસમર્થ રહેતો હોય છે.
વજન ને નિયંત્રણમાં રાખવા માટે ખાવા પીવામાં ઘ્યાન રાખવાની સાથે શારીરિક પરિશ્રમ પણ કરવું ખુબ જ જરૂરી બની જાય છે. હવે અમે તમને વજન ઉતારવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
હેલ્ધી અને તંદુરસ્ત આહાર લેવો: આ માટે તમારે જંકફૂડ અને ઘરમાં રહેલ ઠંડો વાસી ખોરાક ખાવાનું બંધ કરો, આ ઉપરાંત ફ્રીઝમાં રહેલ ઠંડા પીણાં પીવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તેની જગ્યાએ કઠોળ, લીલા શાકભાજી, ફ્રૂટ્સ અને તાજા ફળો નો જ્યુસ બનાવીને પીવું જોઈએ.
જો તમે રોજિંદા જીવનમાં આ હેલ્ધી અને તંદુરસ્ત આહાર લેવાનું ચાલુ કરશો તો 100% તમે વજન ને ઓછું કરી શકશો, આ સાથે શરીરને સ્વસ્થ અને નિરોગી બનાવી રાખવામાં ઘણી મદદ કરશે.
ગ્રીન ટી: ગ્રીન ટી વજન ને ઓછું કરવામાટે ખુબ જ ફાયદાકારક છે. નિયમિત પણે ગ્રીન-ટી પીવાનું ચાલુ કરો છો તો તેમાં રહેલ એન્ટી ઓક્સીડેન્ટ તત્વ શરીરમાં રહેલ હાનીકારક ઝેરી બેક્ટેરિયાનો નાશ કરે છે, જેથી વધી ગયેલ ચરબીને પણ ઘીરે ઘીરે ઓછી કરવામાં મદદ રૂપ સાબિત થઈ શકે છે. માટે જો તમે વજન ને ઓછું કરવા માંગતા હોય તો નિયમિત પણે રોજે ચા ની જગ્યાએ ગ્રીન ટી પીવાનું ચાલુ કરવું જોઈએ.
મેથીના દાણા અને તેનું પાણી પીવું જોઈએ: મેથીદાણા આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે, આ માટે વજન ને ધટાડવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. જો તમે વધી ગયેલ ચરબી અને વજન ને ઓછું કરવા માંગતા હોય તો નિયમિત પણે રોજે સવારે પલાળે મેથીના દાણા અને તેનું પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ, જે વજન ઘટાડવાની સાથે અસંખ્ય બીમારી ને દૂર કરવામાં મદદ કરશે.
ઘીમેં ઘીમેં ધીમે ચાવીને ખાઓ: આપણા વડીલો પણ કહે છે અને તે તમે પણ સાંભયું હશે કે હંમેશા માટે ભોજન ને શાંતિથી અને સારી રીતે ચાવી ચાવી ને ખાવું જોઈએ. ખોરાકને ચાવીને ખાવાથી તે ખોરાક પચવામાં ખુબ જ આસાની રહે છે અને ચરબી વધતી નથી આ માટે નિયમિત પણે ખોરાકને ચાવીને ખાવાની ટેવ પાડવી જોઈએ.
ભોજન પછી ચાલવું જોઈએ: આરોગ્ય નિષ્ણાત પણ કહે છે કે ભોજન પછી થોડું ચાલવું જોઈએ, પરંતુ આજના સમયમાં કોઈ ને ચાલવાનો સમય મળતો નથી જેના પરિણામે તે ચરબીના શિકાર બને છે અને વજન વધવા જેવી અનેક બીમારીના શિકાર બનતા હોય છે, આ માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો રોજે ભોજન પછી થોડા ડગલાં ચાલવું જ જોઈએ, જે વજન ને ઘડવામાં ઘણી રીતે સહાયક બનશે.
વજન ને કંટ્રોલમાં લાવવું હોય તો હળવી કસરત, યોગા જેવા અનેક પરિશ્રમ જેવા કર્યો કરવા જોઈએ, આ સાથે દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ અને તે પણ નીચે બેસીને જ પીવાનો આગ્રહ રાખવો જોઈએ, જે વજન ને ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે.