વજન ધટાડવા માટે દરેક વ્યક્તિ કંઈક ના કંઈક કરતો જ હોય છે. જેમ કે ઘણા લોકો પૈસા ખર્ચીને જીમમાં જતા હોય છે પરંતુ ત્યાં વધારે પડતું પરિશ્રમ કરવું પડતું હોય છે જેના કારણે લોકો થોડા દિવસ જાય છે અને પછી જવાનું સાવ બંધ કરી દેતા હોય છે.
જેથી જિમ માં ખર્ચ કરેલ પૈસા વ્યર્થ જાય છે. વજનમાં વધારો થવો તે આપણી કેટલીક બેદરકારી બેઠાળુ જીવન અને અનિયમિત ખાવાની ખરાબ કુટેવનાં કારણે વધતું હોય છે, આ ઉપરાંત એક સાથે વધુ પડતું ખોરાક રોજે ખાવામાં આવે તો પણ વજન માં વધારો થઈ શકે છે.
વજન ને ઓછું કરવા માટે આપણે કેટલીક આદતોને છોડવી પડશે અને કેટલીક નવી આદતોને અપનાવવી પણ પડશે. વજન વધવું તે ભોજન પછી એક જગ્યાએ બેસી રહેવા ના કારણે પણ વધતું હોય છે એક જગ્યાએ વધારે સમય સુધી બેસી રહેવાથી ચરબી વધે છે અને પેટ બહાર આવતું હોય અને ફુલેલું હોય તેવું દેખાય છે.
જેથી વ્યક્તિનો દેખાવ પણ બદલાઈ જાય છે. પરંતુ જો આપણે થોડો પરિશ્રમ ની સાથે આપણે રોજિંદા જીવનમાં એવી વસ્તુઓ ખાઈશું તો વજન ને ઓછું ખરવું ખુબ જ સહેલું થઈ જશે. આ માટે તમારે રોજે આટલું કામ જરૂર કરવું જોઈએ.
વજન ઓછું કરવા માટે વધારે પૈસા દવાઓ અને જિમ માં ખર્ચ કર્યા વગર વજન અને પેટની ચરબીને ઓગાળવા માટેની કેટલીક ટિપ્સ જણાવીશું જેની મદદથી વધારે મહેનત અને વધારે પૈસાના ખર્ચ વગર જ વજન ઓછું કરી શકશો.
વજન ઘટાડાવા માટે દરેક વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને થોડી વાર દોડવું જોઈએ અને ઝડપથી ચાલવું જોઈએ. ત્યાર પછી ગાર્ડનમાં જઈને હળવી કસરત અને યોગા કરવા જોઈએ. ચાલવું, દોડવું કસરત અને યોગા કરવાથી કેલરી બર્ન થાય છે જેથી પેટની ચરબી ઓગળે છે અને વજન પણ ઓછું થવા લાગે છે.
સવારે નાસ્તામાં ફણગાવેલ મગ અને મગનું પાણી જ પીવું જોઈએ, જો તમને 11 વાગ્યે ભૂખ લાગે તો કોઈ પણ એક ફળ ખાઈ શકો છો, બપોરના ભોજન માં દળ ભાત શાક અને રોટલી સાથે છાશ પીવી જોઈએ. તમે બપોરના આહાર સાથે સલાડ નો સમાવેશ કરી શકો, આ ઉપરાંત તમે દહીં નો પણ સમાવેશ કરી શકો છો.
બપોરના ભોજન પછી થોડા આંટા મારવા જોઈએ. જેથી ખોરાક પચવામાં આશાની રહે. ભોજન પછી ભોજનમાં અળસી, વરિયાળીનો સમાવેશ કરી શકો.
રાત્રિનું ભોજન હળવું જ લેવું જોઈએ અને ભોજન પછી હંમેશા ચાલવું જોઈએ. ભોજન પછી 10 મિનિટ વજ્રાશન યોગ કરી શકો છો. જે પેટની ચરબીને ઓગાળવામાં ખુબ જ મદદ કરશે અને પેટને પણ સાફ કરશે.
જો તમે કોમ્પ્યુટર પર બેસીને લાંબા સમય સુધી કામ કરો છો તો દર એક કલાક કે થોડી વાર ઉભા થઈને આંટા મારવા અથવા ઉભા રહી શકો. જો તમે વજન ઓછું કરવાનું વિચારી જ લીધું હોય તો બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડ નું સેવન કરવાનું ટાળવું જોઈએ.
મેંદો, પીઝા, ચીજ, બર્ગર, વડાપાઉં જેવી પાઉંની આઇટમો પણ ખાવાની બંધ કરી દેવી જોઈએ. તમે પણ વધારે પૈસાનો ખર્ચ કર્યા વગર આવી રીતે રોજે કરશો તો તમારું વજન એક મહિનામાં જ ચાર થી પાંચ કિલો વજન ઓછું થઈ જશે.