ગુલાબી લાલ રંગના કોમળ હોઠ ચહેરાની સુંદરતામાં વઘારો કરે છે. આ માટે હોઠ પર ભેજ જળવાઈ રહે તે ખુબ જ જરૂરી છે. જો હોઠ પર ભેજ જળવાઈ ના રહે તો તે ફાટવા લાગે છે. હોઠ ફાટવા થી તે જગ્યા પર લોહી પણ આવે છે અને ત્યાં અસહ્ય બળતરા પણ થયા કરે છે.
હોઠ ફાટવાના બીજા ઘણા બધા કારણો પણ જવાબદાર છે, જેમ કે, વાતાવરણમાં બદલાવ થવું, વારે વારે હોટ ચાટ્યા કરવા, વધુ પ્રદુષણ માં બહાર જવું, વધુ તડકામાં રહેવું, ઠંડા વાતાવરણમાં હોઠ પર કઈ લાગવ્યા વગર બહાર જવું, વિટામિન-સી અને બી12 ની ઉણપ હોવી જેવા ઘણા કારણો પણ હોઈ શકે છે.
હવે ઘીરે ઘીરે ઠંડી ની શરૂઆત થઈ ગઈ છે, તેવામાં હોઠ ફાટવાની સમસ્યા વધુ જોવા મળી શકે છે. આવા સમયમાં હોઠ ની કાળજી લેવી ખુબ જ જરૂરી છે. ફાટી ગયેલ હોઠ ને કઈ રીતે પાછા મુલાયમ અને કોમળ બનાવવા તેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
ફાટેલા હોઠ ના ઘરેલુ ઉપાય:
વેસેલીન અને મઘ: ફાટેલા હોઠ માટે મધ અને વેસેલીન ખુબ જ અસરકારક છે. આ માટે સૌથી પહેલા એક બાઉલમાં મધ અને વેસેલીન લઈ ને સારી રીતે મિક્સ કરી લો, હવે તે પેસ્ટ ને આગળી વડે હોઠ પર લગાવી દો. આ પેસ્ટ ફાટેલા હોઠ પર લગાવાથી ખુબ જ ઝડપથી પડેલ તીરાડોને પૂરીને હોઠ ને મુલાયમ બનાવે છે.
મઘમાં ખુબ જ સારા પ્રમાણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે ફાટેલા હોઠ પર પડેલ ઘા ને ઝડપથી રુઝાવામાં મદદ કરે છે. જેથી હોઠ એકદમ લિસા બની જાય છે, આ સાથે હોઠને લાંબા સમય સુઘી ભેજને જાળવી રાખે છે.વેસલિન શુષ્ક ત્વચાને ભેજયુક્ત બનાવે છે. તે હોઠ ને નરમ બનાવે છે. આ માટે બંને મિશ્રણ ને મિક્સ કરીને લગાવાથી એક જ દિવસમાં ફાટી ગયેલ હોઠ ને ઠીક કરે છે.
ઘી: ઘી દરેક ના ઘરે ખુબ જ આસાનીથી મળી આવે છે. આ માટે ઘી નો ઉપયોગ કરવો તમારા માટે ખુબ જ સરળ રહેશે. ઘી ને આગળી માં લઈને હોઠ પર લગાવી ને આખી રાત માટે રહેવા દો, દિવસમાં બે થી ત્રણ વખત ઘી નો ઉપયોગ ફાટેલા હોઠ પર લગાવાથી ખુબ જ ઝડપથી તિરાડો માં ઝડપથી રૂઝ આવે છે.
આ ઉપરાંત હોઠ ફાટી ગયા હોય ત્યારે તિરાડો માંથી લોહી નીકળતું હોય તો તે લોહીને આવતા બંધ કરે છે અને તેમાં થતી બળતરામાં રાહત મળે છે. ઘી મોઈશ્ચરાઈઝ નું કામ કરે છે. આ માટે ખુબ જ ઝડપથી ફાટી ગયેલ હોઠ ને મુલાયમ અને ગુલાબી રંગ ના હોઠ પાછા બનાવવા માટે ઘી નો ઉપયોગ કરી શકાય છે.
હવે શિયાળા ની શરૂઆત થઈ ગઈ છે જેથી દિવસે ને દિવસે ઠંડીમાં વધારો થશે, આ સમય દરમિયાન ત્વચા શુષ્ક બની જાય છે, આવા સમયમાં ત્વચાને સૂકાપણું થી બચાવવા માટે ઘરની બહાર નીકળતી વખતે મોઈશ્ચરાઈઝનો ઉપયોગ કરવો જોઈએ. જેમાં તમે ઘી નો ઉપયોગ કરી શકો છો. તે હાથ પગ અને ચહેરા પર લગાવી શકાય છે.