અત્યારે હાલમાં ચાલી રહેલ 21મી સદીમાં દરેક લોકોનું સપનું હોય છે કે તે ફિલ્મ સ્ટારના જેમ સુંદર અને જવાન દેખાય તેવી તેવી દરેકની ઈચ્છા હોય છે. પરંતુ અત્યારે સમયમાં પ્રદુષણ વાળા વાતાવરણના કારણે ઘણા લોકો હેરાન થઈ ગયા છે.
દરેકને અંદરથી એવો વિચાર તો આવે જ છે કે હું પણ સુંદર દેખાઉં. ઘણા લોકો બજારમાં મળતા ઘણા બઘા બ્યુટી પ્રોડક્ટનો સૌથી વધુ ઉપયોગ કરે છે. ઘણા લોકો બ્યુટી ટ્રીટમેન્ટ માટે ડોક્ટર જોડે પણ જતા હોય છે. ત્યારે ડોક્ટર દવા કે ફેશવોસ આપે છે. જેનાથી તમને ચોક્કસ ફર્ક જોવા મળે છે.
પરંતુ બ્યુટી પ્રોડક્ટ દરેક લોકો નથી લઈ શકતા. કારણ કે તે ખુબ જ કોસ્ટલી હોય છે, બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટમાં કેમિકલ અને રસાયણો મળી આવે છે, જે લાંબા ગાળે સ્કિન ને નુકસાન પણ શકે છે. માટે બજારમાં મળતી બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કર્યા વગર ઘરેલુ ઉપાયની મદદથી ચહેરાને સુંદર બનાવી શકાય છે.
આ માટે તમારે બે વસ્તુની જરૂર પડશે, હવે સૌથી પહેલા એક બાઉલ લઈ લો, ત્યાર પછી તેમાં એક ચમચી હળદર નાખો અને તેમાં કાચું દૂઘ બે ચમચી નાખો, હવે બને ને બરાબર હલાવી લો, ત્યાર પછી તમારે એક રૂ નો ટુકડો લેવાનો છે, જેની મદદથી તમારે આ બનાવેલ પેસ્ટને ચહેરા પર લગાવાની છે,
ચહેરા પર આ પેસ્ટ લગાવ્યા પહેલા ચહેરાને સાદા પાણીથી ઘોઈ સાફ કરી લો અને પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી દો, આ પેસ્ટને લગાવીને 2 મિનિટ માલિશ કરવાની છે, ત્યાર પછી 25 મિનિટ થાય ત્યારે ચહેરા ને સાદા પાણીથી ઘોઈ લેવાનો છે.
આ રીતે ચહેરા પર દૂઘ અને હળદરની પેસ્ટ લગાવાથી ચહેરા પર ધૂળ માટી અને પ્રદુષણ ધુમાડાથી ચહેરા પર ચોંટેલા કણો દૂર થઈ જાય છે જેથી ચહેરો ખીલવા લાગે છે, આ ઉપયોગ તમે અઠવાડિયામાં ત્રણ થી ચાર વખત કરી શકો છો.
ઘરે બનાવેલ આ નેચરલી પેસ્ટનો ઉપયોગ કરવાથી બ્યુટી પાર્લરમાં વધારે પૈસા ખર્ચ થી બચાવશે અને બ્યુટી પાર્લર કરતા પણ વધારે ચહેરા પર ગ્લો અને ચમક લાવશે. જો તમે પણ ચહેરાને ફિલ્મ સ્ટાર જેટલો સુંદર બનાવવો હોય તો આ પેસ્ટનો ઉપયોગ એક વખત જરુર કરવો જોઈએ.
ઉપર જણાવેલ ઉપાય ચોક્કસ તમારા ચહેરા પર ચમક લાવી દેશે. આ માટે તમે થોડા અઠવાડિયા સુઘી આ ઉપાય કરશો, તો ચોક્કસ તમને સૌથી વધુ ફાયદો થશે. જો તમારા ચહેરા પર કોઈ પણ પ્રકારની એલર્જી હોય તો તમે સૌથી પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.