જેમ જેમ ઉંમર વધે તેમ ફિટનેસ અને સ્વાસ્થ્ય બંને બગડવાનું શરૂ થઇ જાય છે, પરંતુ જો તમે તમારી જીવનમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તમે જીવનભર ફિટ અને તંદુરસ્ત રહી શકો છો. દરેક લોકો અત્યારે ફિટ અને બીમારીઓ થી દૂર રહેવા માંગે છે. તંદુરસ્ત રહેવા માટે તમારે કેટલીક આદતો સુધારવી પડે અને ખરાબ ટેવો ને દૂર કરવાની કોશિશ કરવી જોઈએ.
જો તમે લાંબા સમય સુધી તંદુરસ્ત અને ફિટ રહેવું હોય તો દરરોજ કસરત કરવી અને પૌષ્ટિક આહાર ખાવો જોઈએ. પરંતુ આ દોડધામની જિંદગીમાં દરેક વ્યક્તિ માટે સ્વસ્થ રહેવા અને શરીરને ફિટ રાખવા માટે વધારાનો સમય કાઢી શકતા નથી. ઘરની અંદર તણાવ અને મજબૂરીએ લોકોને વધુ માનસિક બીમાર બનાવવાનું શરૂ કરી દીધું છે.
આવી પરિસ્થિતિમાં, જો આપણે ફિટ રહેવા માટે આપણી જીવનમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરીએ, તો આપણે લાંબા જીવન માટે તંદુરસ્ત રહી શકીએ છીએ. તો ચાલો જાણીએ કે આપણે સ્વસ્થ અને ફિટ રહેવા માટે કઈ આદતો અપનાવવી જોઈએ.
1. ખાલી પેટ ચા ની જગ્યાએ વધારે પાણી પીવો: મોટાભાગના લોકો સવારે ઉઠીને ચા અથવા કોફી પીવાનું પસંદ કરે છે. પરંતુ જો તમે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવામાં આવે તો, તેના થી ખુબજ ફાયદો થાય છે. તમે આખી રાત ઉંગવાથી, શરીર સંપૂર્ણપણે સૂકું પડી જય છે. અને જ્યારે ખાલી પેટ ચા અને કોફી શરીરમાં જાય છે, ત્યારે તે આપણા શરીરને ખુબજ નુકસાન પહોંચાડે છે.
આવી સ્થિતિમાં, જો તમે સવારે ઉઠીને એક ગ્લાસ પાણી પીવાની આદત પાડો, તો શરીરને ઉર્જાની સાથે સાથે તમારું મગજ અને કિડની પણ વધુ સારી રીતે કામ કરવા લાગશે.
2. સવારના નાસ્તામાં પુષ્કળ પ્રોટીન લો: જો તમે સવારની શરૂઆત સારો નાસ્તો અને પૌષ્ટિક આહારથી કરો, તો તમે દિવસભર ફિટ અને તંદુરસ્થ રહેશો. નાસ્તામાં વધારે પ્રોટીનવાળી વસ્તુનું સેવન કરવું જોઈએ. જો નાસ્તામાં પ્રોટીન લેવામાં આવે તો, બ્લડ સુગર કંટ્રોલ થાય છે અને શરીરને એનર્જી મળે છે, ઝડપથી ભૂખ લાગતી નથી અને મૂડ પણ સારો રહે છે. એટલું જ નહીં, તમે વજનને પણ કંટ્રોલ કરી શકાય છે.
3. દિવસમાં એક ફળ જરૂરી છે: દિવસમાં ઓછામાં ઓછું એક ફળ ખાવાની ટેવ પાડવી જોઈએ. તમે તેનો ઉપયોગ બ્રેક ફાસ્ટ તરીકે પણ કરી શકો છો. જો તમે દરરોજ ફળો ખાઓ છો, તો શરીરને પૂરતા પ્રમાણમાં ફાઇબર, વિટામિન, મિનરલ્સ મળે છે, જેના કારણે પાચનક્રિયા અને સ્વાસ્થ્ય બંને સારું રહે છે.
4. સીડી વાપરો: જો તમે દિવસમાં ત્રણ થી ચાર વખત 50 સેકન્ડમાં 70 સીડી ચડો છો, તો તેનાથી તમારી ફિટનેસમાં 7 ટકાનો વધારો થાય છે. શરીરને ફિટ રાખવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે હૃદય રોગનું જોખમ ઓછું કરે છે અને સ્નાયુઓને સ્ટ્રોંગ રાખે છે.
5. ગ્રીન ટીનું સેવન કરો: જો તમે ચા અને કોફીને બદલે ગ્રીન ટીનો ઉપયોગ કરો છો, તો તમને તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. તે ઘણા બધા રોગોથી પણ દૂર રાખે છે અને તેની અંદર એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મોને કારણે, તે ઘણી સમસ્યાઓને દૂર કરવામાં ફાયદાકારક છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે.