આજના સમયમાં દરેક લોકો પાસે સ્માર્ટફોન જોવા મળે છે. બજારમાં દર મહિને જુદાં જુદા સ્માર્ટફોન આવે છે. સ્માર્ટફોન આપણા રોજિંદા જીવનમાં ઘણી રીતે ફાયદાકારક છે પરંતુ જો તેનો કામ શિવાય વધુ ઉપયોગ ઉપયોગ કરવામાં આવે તો તે નુકશાનકારક સાબિત થાય છે.
લાંબા સમય સુધી નાની સ્માર્ટફોન સ્ક્રીન પર જોવાથી આંખનો થાક અને આંખના સ્વાસ્થ્ય પર તેની અસર થાય છે જેનો તમે ઘણીવાર અનુભવ પણ કર્યો હશે. સ્માર્ટફોનમાંથી સતત નીકળતા રેડિયેશન આંખોને નુકસાન પહોંચાડે છે અને આંખોની દ્રષ્ટિને પણ અસર કરે છે.
સ્માર્ટફોનની અસરોથી આંખોને બચાવવા માટે ખૂબ જ જરૂરી છે કે તમે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરો અને આંખોની યોગ્ય કાળજી પણ લો. લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા પછી પણ આંખોને સ્વસ્થ રાખી શકાય છે.
તમારી આંખો વારંવાર ઝબકાવો: જ્યારે તમે તમારા સ્માર્ટફોનમાં તમારી મનપસંદ વસ્તુ જોવો છો ત્યારે તમારું મન ફક્ત તમારા સ્માર્ટફોન જ હોય છે. થોડા સમય માટે તમે ભૂલી જાઓ છો કે તમારા બાજુમાં કોણ બેઠું છે.
પરંતુ જયારે તમે સ્માર્ટફોન નો ઉપયોગ કરો છો ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે તમે તેને સતત ન જુઓ, પરંતુ વારંવાર તમારી આંખો મીંચતા રહો. સ્માર્ટફોનની સ્ક્રીન તરફ જોવાથી આંખો સુકાઈ જાય છે અને તેમને મોઈશ્ચરાઈઝ કરવાની કુદરતી રીત છે આંખ ઝબકાવવી. આંખ ઝબકાવવાથી સ્ક્રીન રેડિયેશનની નકારાત્મક અસરોને ઘટાડવામાં મદદ કરે છે.
20-20 નિયમનું પાલન કરો: આપણી આંખો લાંબા સમય સુધી ટૂંકા અંતર પર જોવા માટે બનેલી હોતી નથી. તેથી જ કલાકો સુધી કોઈ વસ્તુને નજીકથી જોવી, પછી ભલે તે એક પુસ્તક વાંચતી હોય, તે તમારી આંખોને અકુદરતી વર્તન કરવા પ્રભાવ પાડે છે એટલે કે તમારી આંખને નુકશાન થાય છે. આથી દર 20-20 મિનિટ પછી તમારે એક વાર તમારું ધ્યાન ભટકાવીને આજુ બાજુ જોવું.
તમારી સ્ક્રીન સાફ રાખો: સ્માર્ટફોનના સતત ઉપયોગને કારણે તેની સ્ક્રીન ગંદી દેખાવા લાગે છે, ઘણી વાર સ્ક્રિન પર સ્ક્રેચ પડી જાય અને તેમાં રહેલા ડાઘને કારણે તેની આંખો પર ખરાબ અસર પડે છે. જો તમે સ્માર્ટફોનની સ્ક્રીનને સાફ રાખો છો, તો આંખોને થતા નુકસાનથી બચી શકાય છે.
મોબાઈલથી યોગ્ય અંતર રાખો: તમારી આંખોને સ્વસ્થ રાખવા માટે તમારે સ્માર્ટફોનથી થોડું અંતર જાળવવું જરૂરી છે. જયારે પણ તમે સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો ત્યારે સ્માર્ટફોનને આંખોથી ઓછામાં ઓછો એક ફૂટ દૂર રાખવાનો પ્રયાસ કરો.
નાઇટ મોડનો ઉપયોગ કરો: બ્લુ લાઇટ ફિલ્ટર તમારી સ્ક્રીનના પ્રકાશ ને તમારી આંખોને જ નહીં પરંતુ તમારા સમગ્ર સ્વાસ્થ્યને અસર કરતા અટકાવે છે. સ્માર્ટફોનનો ઉપયોગ કરતી વખતે આ તમારી આંખોને સુરક્ષિત કરવામાં મદદ કરી શકે છે અને જો તમે સૂવાના સમય પહેલાં તમારો ફોન વાપરતા હોવ તો તમારી ઊંઘમાં સુધારો થઈ શકે છે.
ડૉક્ટરની સલાહ લો: જો તમે લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો, તો તમારે સમયાંતરે આંખના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. આનાથી તમે આંખની કોઈપણ સમસ્યાથી બચી શકો છો અને આંખોને સ્વસ્થ રાખી શકો છો.
તમને એક વાત જણાવીએ કે સ્માર્ટફોનને જરૂર પડે ત્યારે જ વાપરો. કામ વગર સ્માર્ટફોન લઈને બેસી રહેવું નહીં કારણે સ્માર્ટફોનનો ઉપયોગ કરવાથી આપણને ચોક્કસ નુકશાન થાય છે તે વાતનું ધ્યાન રાખવું.