મોટા ભાગની વસ્તુને ફ્રિઝમાં રાખવાથી બગડતી નથી. મોટા ભાગના લોકોના ઘરે ફ્રિઝ છે. સામાન્ય રીતે ફ્રીઝનો વધુ માં વધુ ઉપયોગ, લાંબા સમય સુધી ચીજવસ્તુઓ ખરાબ ન થાય તે માટે કરવામાં આવે છે. મોટા ભાગની વસ્તુ ફ્રીજમાં બે ત્રણ દિવસ સુધી રાખવામાં આવે તો એ પહેલા જેવી જ ફ્રેશ રહે છે.
ગૃહિણીઓ મોટા ભાગે ફ્રીજમાં શાકભાજીનો વધુ સંગ્રહ કરે છે જેથી શાકભાજી લાંબા સમય સુધી ફ્રેશ રહે. પરંતુ, ઘણી વખત આપણે એવી કેટલીક વસ્તુઓ ફ્રિજમાં રાખી દેતા હોઈએ છીએ, જે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
મોટા ભાગના લોકોને એવી ઘણી વસ્તુઓ વિષે ખબર હોતી નથી તેથી તે અજાણમાં ફ્રીજમાં આ વસ્તુઓ રાખી દે છે. તો અહીંયા તમને એવી કેટલીક વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓ ફ્રીજમાં રાખશો તો તે ખુબજ જલદીથી ખરાબ થઈ જશે. તો ચાલો જાણીએ આ વસ્તુઓ વિષે.
કેળા: જે વિસ્તારમાં ગરમી વધુ હોય છે તે વિસ્તારમાં કેળાને ઉગાડવામાં આવે છે. એટલા માટે જયારે તમે ઉનાળામાં કેળા લાવો છો તો પણ તે ખરાબ થતા નથી પરંતુ જો કેળાને ફ્રીઝમાં રાખવામાં આવે તો તે ખુબજ ઝડપથી બગડી જાય છે.
સંતરા: મોટા ભાગના લોકો એક કે બે સંતરા ખાઈને બાકીના વધેલા સંતરા ફ્રીજમાં રાખી દેતા હોય છે. પરંતુ ફ્રીઝમાં રાખેલા સંતરા ખાવા તે આપણા સ્વાસ્થ્ય માટે ખરાબ માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે સંતરામાં મળી આવતું સિટ્રિક એસિડ ફ્રીજ માં રહેલી ઠંડકને સહન કરી શકતું નથી.
જેથી તે ખરાબ થઈ જાય છે. એટલા માટે ખાવા હોય તેટલાજ સંતરા ઘરે લાવવા અને સંતરાને ભૂલથી પણ ફ્રિજમાં મુકવાની ભૂલ ન કરવી જોઈએ.
સફરજન: બંધ લોકોએ સફરજન ખાધું હશે. આ એક એવું ફળ છે, જે આખું વર્ષ મળી રહે છે. શિયાળામાં સફરજન લાવીને આપણે બહાર રાખી દઈએ છીએ પરંતુ ઉનાળામાં સફરજન બગડે નહીં તે માટે સફરજન લાવતાની સાથે તેને ધોઈને ફ્રીઝમાં રાખી દઈએ છીએ.
પરંતુ તમે આ ભૂલ કરી રહ્યા છો. તમને જણાવી દઈએ કે સફરજનમાં એન્જાઈમ હોય છે, જે ફ્રીઝમાં રાખવાથી જલ્દી બગડી જાય છે. એટલા માટે બને ત્યાં સુધી ફ્રીઝમાં સફરજન ન રાખવું જોઈએ. જો તમારે સફરજનને ફ્રીજમાં રાખવું હોય તો તમે કાગળમાં લપેટીને રાખી શકો છો.
એવોકાડો: તમને જણાવી દઈએ કે એવોકાડોમાં ફેટી એસિડ મળી આવે છે. એવોકાડોમાં કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ હોવાને કારણે ફ્રીઝમાં રાખવાથી તેનો બહારનો ભાગ કઠોર બની જતો હોય છે અને અંદરનો ભાગ ખરાબ થઇ જતો હોય છે. તેથી એવોકાડોને ફ્રીઝમાં રાખવાની સલાહ આપવામાં આવતી નથી.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.