દરેક માતા પિતા તેમના બાળક હોશિયાર બનીને માતા પિતાનું નામ રોશન કરે તેવું ઈચ્છતા હોય છે આ માટે બાળકનું મગજ તેજ રહેવું પણ ખુબ જ જરૂરી છે, પરંતુ હાલના સમયમાં મોટાભાગના બાળકોની યાદશક્તિ કમજોર હોય છે.
જેના કારણે ઘણી બધી સમસ્યાનો સામનો પણ કરવો પડતો હોય છે, આપણું મગજ કોઈકના કંઈક વિચાર કરતુ જ રહેતું હોય છે, જેના કારણે મગજ પર બહુ ભાર પડતો હોય છે, માટે મગજ શાંત રહે અને મગજની કાર્ય ક્ષમતા વધે તે સૌથી જરૂરી છે.
આવી સ્થતિમાં બાળકોને એવા કેટલાક આહાર ખવડાવા જોઈએ જે બાળકની યાદશક્તિ વધારે અને બાળક હોશિયાર બનાવી શકાય. આ માટે બાળકોને નાની ઉંમરથી જ યાંગુ પૌષ્ટિક આહાર ખવડાવવો જોઈએ. તો ચાલો જાણીએ બાળકોને કોમ્યુટર જેવું મગજ તેજ કરવા માટે કઈ વસ્તુ ખાવી જોઈએ તેના વિષે જણાવીશું.
અખરોટ: અખરોટ મગજના આકાર જેવું દેખાય છે, જેમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-ઈ જેવા પોષક તત્વો મળી આવે છે. જે મગજને સ્વસ્થ અને તેજસ્વી બનાવી રાખે છે. માટે રાત્રે પલાળેલી અખરોટને સવારે બાળકોને ખવડાવવી જોઈએ જેથી બાળકોના મગજનો ખુબ જ સારો વિકાસ થાય છે.
મોટા લોકો એ પણ અખરોટ ખાવી જોઈએ કારણકે અખરોટ ખાવાથી હૃદય સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
લીલા શાકભાજી ખવડાવા: લીલા પાનવાળા શાકભાજીમાં બાળકોના મગજનો ખુબ જ સારો વિકાસ કરે છે, લીલા શાકભાજીમાં પાલક, બ્રોકોલી જેવા શાકભાજી ખવડાવવા જોઈએ, જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, જે મગજના સારા વિકાસ સાથે આંખોનું તેજ પણ વઘારે છે.
બદામ ખવડાવવી: બદામ ઘણા પોષક તત્વોથી ભરપૂર છે, માટે બાળકોની યાદશક્તિ વધારવી હોય તો બદામ સૌથી મહત્વ પૂર્ણ સાબિત થશે. માટે દરરોજ રાત્રે ચાર બદામ પલાળીને સવારે ખાલી પેટ બાળકોને ખવડાવી લેવાની છે જેથી બાળકોની યાદશક્તિ વઘશે.
બદામવાળું દૂઘ પીવડાવવું: દૂધ એક સંપૂર્ણ પૌષ્ટિક આહાર છે જે બાળકોની ખુબ જ ઝડપથી વિકાસ કરે છે, માટે રોજે રાત્રે સુતા પહેલા એક કપ જેટલું દૂધ ગરમ કરીને તેમાં બે થી ત્રણ બદામને છીણીને નાખો, ત્યાર પછી હલાવીને પી જવાનું છે, આ રીતે બદામ વાળું દૂઘ પીવાથી બાળકોને ભૂલવાની બીમારી હોય તો તે પણ દૂર થઈને મગજને કોમ્પ્યુટર જેવું તેજ કરશે.
આ ઉપરાંત રાતે દૂઘ પીવડાવાથી બાળકોને સારી ઊંઘ આવશે અને બીજા દિવસે બાળકો બ્રેશ અને તાજગીવાન રહેશે. બદામવાળું દૂધ પીવાથી બાળકોમાં ભરપૂર શક્તિ આવશે અને બાળક સ્ટ્રોંગ અને મજબૂત બનશે.
બાળકોના સર્વાંગી વિકાસ માટે આ બઘી વસ્તુ ખવડાવવી ખુબ જ જરૂરી છે, જેથી વાંચ્યા પછી બાળક ભૂલી જાય છે તો તે ભૂલવાની બીમારીને દૂર કરીને યાદશક્તિમાં વધારો કરશે અને મગજને કોમ્પ્યુટર જેવું તેજ બનાવશે.