આપણું શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે તે ખુબ જ જરૂરી છે. તે માટે આજે અમે તમને હૂંફાળું પાણી પીવાના ફાયદા વિષે જણાવીશું. ઘણા લોકોને સવારે ઉઠીને નરણાકાંઠે પાણી પીવાની આદત હોય છે. જે આદત ખુબ જ સારી છે પરંતુ ઘણા લોકો સવારે ઉઠીને પલંગમાં જ ચા કે કોફી પી લેતા હોય છે. જેમની આ આદત ખુબ જ ખરાબ છે.

આપણે રાતે જમ્યા પછી સુઈ જઈએ છીએ અને સવારે ઉઠીએ ત્યારે આપણા શરીરમાં ઘણો કચરો ભરાઈ જતો હોય છે. જેને દૂર કરવો ખુબ જ જરૂરી છે. આ માટે સવારે ઉઠીએ ત્યારે પહેલા પાણીને હૂંફાળું ગરમ કરીને પી જવું જોઈએ.

હૂંફાળું ગરમ પાણી સવારે નરણાકાંઠે ખાલી પેટ પીવાથી આપણા શરીરના 100 થી વધુ રોગોને દૂર કરવાની ક્ષમતા ઘરાવે છે. હૂંફાળા પાણીનું સેવન કર્યા પછી એક કલાક સુઘી કઈ જ ખાવાનું નથી. જેથી આપણા પેટનો કચરો, આંતરડાનો કચરો, લીવરનો કચરો હોય તો તે દૂર થઈ જશે.

જો તમે એક કે બે મહિના સતત હૂંફાળા પાણીનું સેવન કરશો તો તેના જે ફાયદા થશે જે જાણીને તમને ખુબ જ આશ્ચર્ય ચકિત કરી દેશે. તો ચાલો જાણીએ સવારે નરણાકાંઠે ખાલી પેટ હૂંફાળા પાણીનું સેવન કરવાથી થતા ફાયદા. ઘણા લોકોને એવું થતું હશે કે ઉનાળાની ગરમીમાં ગરમ હૂંફાળું પાણી ના પીવાય. પરંતુ તમને જણાવી દઉં કે 365 દિવસ જો હૂંફાળું ગરમ પાણી પીવામાં આવે તો તમારે દવાખાનનું પગથિયું ચડવું નહીં પડે.

રોગપ્રતિકારક શક્તિ વઘારે: રોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ હૂંફાળું પાણી પી લેવાં આવે તો આપણા શરીર અનેક રોગ સામે લડવાની ક્ષમતામાં વઘારો થાય છે. વાતાવરણમાં થતો બદલાવ અને પ્રદુષિત હવાના કારણે આપણે ઘણી વખત શરદી, ખાંસી, ગાળામાં બળતરા જેવી વાયરલ ઈન્ફેક્શનના શિકાર બની શકીએ છીએ જેના કારણે આપણે આપણા શરીરમાં ઈમ્યુનીટી ઓછી થવા લાગે છે. માટે રોજે ગરમ હૂંફાળું પાણી પીવામાં આવે તો આપણા શરીરના રોગપ્રતિકારક શક્તિમાં વઘારો થાય છે. આ ઉપરાંત આખો દિવસ ઉર્જાવાન રહે છે.

પાચનક્રિયા સુઘારે: રાતે જમ્યા પછી જયારે આપણે સુઈ જઈએ છીએ ત્યારે આપણી પાચનક્રિયા મંદ પડી જાય છે. જેના કારણે આખી રાતમાં આપણા અતરડામાં, પેટમાં, લીવરમાં જઠરમાં કચરો ભરાઈ જાય છે માટે રોજે સવારે ઉઠીને ગરમ હૂંફાળું પાણી પીવામાં આવે તો શરીરનો બધો જ કચરો દૂર થઈ જાય છે જેથી આપણું લીવર, આંતરડા, પેટ એકદમ સાફ થઈ જાય છે જેથી આપણી મંદ પડી ગયેલ ડાયજેશન સિસ્ટમને સુઘારીને પાચનશક્તિ મજબૂત બનાવે છે. જેના કારણે આપણા શરીરમાં કબજિયાત, ગેસ, એસીડીટી જેવા ભયકંર રોગોથી કાયમી છુટકાળો મેળવી શકાશે.

વજન ઘટાડે: જયારે આપણા શરીરમાં મેટાબોલિઝમ ઓછું હોય ત્યારે વજનમાં વઘારો થાય છે. જયારે આપણા શરીરમાં મેટલાબોલીઝમ વઘારે હોય છે ત્યારે વજન પણ ઓછું હોય છે. હાલના સમયમાં મોટાપાથી પીડાતા લોકોની સંખ્યામાં વઘી ગઈ છે. માટે જો રોજે સવારે નરણાકાંઠે હૂંફાળું પાણીનું સેવન કરવામાં આવે તો મેટાબોલિઝમમાં વઘારો થાય છે જેથી પેટની ચરબી, કમરની ચરબી ઓગળવા લાગે છે જેથી વજન પણ ઘટે છે. માટે વજન ઘટાડવા માટે રોજે ખાલી પેટ ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.

બ્લડ સર્ક્યુલેશન સુઘારે: રોજે સવારે એક ગ્લાસ પાણી પીવાથી આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ ખુબ જ સારું થાય છે. આપણી ઘમનીમાં કોલેસ્ટ્રોલ અને ચરબીના જે ગઠા થાય છે જેના કારણે હાર્ટ અટેક, બ્રેનક સ્ટોક થવાનું જોખમ વઘી જાય છે. માટે જો તમે રોજે એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરશો તો શરીરમા લોહીની ગાંઠો કે કોલેસ્ટ્રોલની ગાંઠો ક્યારેય નહીં થાય જેથી આપણે મોટી બીમારીથી બચી શકીશું.

સાંઘાના દુખાવા દૂર કરે: રોજે એક ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવાથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. સાઘાના દુખાવા વાયુના પ્રકોપના કારણે થતા હોય છે. જેના કમરના દુખાવા, હાથ પગના દુખાવા, ખભાના દુખાવા જેવા દુખાવા થતા હોય છે. તમને જણાવી દઉં કે વાયુના પ્રકોપને શાંત કરવા માટે રોજે રોક ગ્લાસ હૂંફાળા ગરમ પાણીનું સેવન કરવું જોઈએ જેથી શરીરમાં વાયુના પ્રકોપના કારણે થતા દુખાવા કાયમી દૂર થઈ જશે.

રોજે હૂંફાળા પાણીનું સેવન કરવાથી 72 વર્ષની ઉંમરે પણ સાંઘાના દુખાવાની સમસ્યા નહીં થાય. જો તમે પણ સવારે નરણાકાંઠે ઉઠીને હૂંફાળું ગરમ પાણીનું સેવન ના કરતા હોય તો તમે હૂંફાળું પાણી પીવાના ફાયદા જાણીને પીવાનું શરુ કરવું જોઈએ જેથી શરીરને ઘણા બઘા ફાયદા જોવા મળશે. ઘ્યાન રાખવું કે જમ્યાં પછી એક કલાક સુઘી કઈ પણ વસ્તુનું સેવન કરવાનું નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *