આજનું બેઠાડું જીવન અને આધુનિક કામકાજના કારણે શરીરમાં નાની મોટી સમસ્યાઓ જેવી જે અપચો કબજીયાત અને પેટમાં ગેસ થવાની સમસ્યાથી થાય છે. આ સમસ્યાઓ એવી છે કે તેનાથી શરીર ને થતાં નુકશાન વિશે તમને તરત જ ખ્યાલ આવતો નથી પરંતુ લાંબા સમયે આ સમસ્યાઓ બીજી મોટી બીમારીઓને આમંત્રણ આપે છે.

જો તમને વારંવાર ગેસ થતો હોય તો સૌ પ્રથમ તમારે ભૂખ કરતા ઓછું ખાવું જોઈએ અને જરૂર ન હોય તો ખાવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત વધુ પડતો ભારે ખોરાક જેમકે મેંદામાંથી બનાવેલી વસ્તુ, ચીકણો ખોરાક, વધુ ગળ્યો ખોરાક, ચાસણી વાળો ખોરાક વગેરેનું સેવન બંધ કરી દેવું જોઈએ.

આ સાથે વાયુ કરતા હોય તેવા અનાજ, કઠોળ કે શાકભાજી લેવાનું ટાળવું જોઈએ. જ્યારે ગેસ થાય ત્યારે દળેલી હળદર અને મીઠાને ગરમ પાણીમાં મિક્સ કરીને તરત પીવું. જમવાની સાથે લીંબુ અને મીઠું મેળવીને ખાવાથી પણ ગેસ દૂર થાય છે.

ગોળ અને ધાણાંને જમ્યા બાદ ચાવીને ખાવાથી શરીરમાં ગેસની તકલીફ થતી નથી. આ ઉપરાંત જમ્યા પછી તમે પાચક મુખવાસ જે તલ, અજમો અને વરિયાળીમાંથી બનાવવામાં આવે છે તે મુખવાસ ખાવાથી પણ કબજીયાત અને ગેસ ની સમસ્યાથી દૂર રહી શકો છો.

ભોજન બનાવટી વખતે હિંગ નો પૂરતી માત્ર માં ઉપયોગ કરવો જોઈએ કારણકે હીંગનો ભોજનમાં ઉપયોગ કરવાથી ગેસ થતો નથી. હીંગને શેકીને ખાવાથી પણ ગેસની તાલકીફ થતી નથી આ સાથે જો હીંગને ગરમ પાણીમાં મેળવી નાભિની આસપાસ લગાવવામાં આવે તો પણ ગેસ દૂર થાય છે.

જમ્યા બાદ 15 -20 મિનિટ ચાલવાની ટેવ રાખવી, જેનાથી ગેસ ની સમસ્યાથી બચી શકાય છે. અજમાનો કોઈને કોઈ રીતે ખાવામાં ઉપયોગ જરૂર કરો, કારણકે અજમાથી ગેસની તકલીફ થતી નથી. તમે અજમાને મુખવાસ તરીકે પણ લઇ શકો છો. ફુદીનાના રસમાં મધ મેળવીને પીવાથી પાચન બરાબર . થાય છે, પેટ સ્વચ્છ રહે છે અને ગેસ પણ થતો નથી.

નિયમિત રીતે વ્યાયામ કરવાથી પાચન સુધરે છે અને ગેસની તકલીફ થતી નથી. ૨ોજ બને તો ગ૨મ ગરમ ખાવાની આદત પાડો. પરંતુ એ વાતનું ધ્યાન રાખો કે ખાવાનું ધીરેધીરે ખાવું. તુલસીના પાન ખાવાથી ગેસ, અપચો વગેરેમાં તમને તરત જ રાહત થાય છે. લીંબુનો રસને હુંફાળા ગરમ પાણીમાં પીવાથી ખાટા ઓડકાર અને ગેસની તકલીફ દૂર થાય છે.

ખાધેલું બરાબર પચેલું ન હોય અથવા તો પેટમાં દુઃખાવો થતો હોય તો અજમાના 2-3 પાન ચાવી જવાથી તમને તરત લાભ મળશે. 12 મિ.લી. આદુનો રસ અને 22 મિ.લી. લીંબુના રસમાં થોડી સાકર મેળવીને લેવાથી પેટનો દુઃખાવો મટે છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *