આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

લવિંગ એક ફાયદાકારક ઔષધિ છે, જેના સેવનથી અસંખ્ય ફાયદા થાય છે. પરંતુ આ ફાયદાઓ માટે તેનું યોગ્ય રીતે સેવન કરવું ખૂબ જ જરૂરી છે. દરરોજ 2 લવિંગ ચૂસવાથી સિગારેટ અને દારૂ પીવાની ટેવ તરત જ ખતમ થઈ જાય છે. તો ચાલો જાણીએ લવિંગ ચૂસવાના ફાયદા અને સાચી રીત.

લવિંગ ચૂસવાથી મળશે આ 8 અજાણ્યા ફાયદા : હેલ્થ એક્સપર્ટ લ્યુક કોટિન્હોનું માનવું છે કે જો દરરોજ 1-2 લવિંગ ચૂસવામાં આવે તો તમે મીઠું ખાવાની લત, દારૂનું વ્યસન, સિગારેટ પીવાનું વ્યસન, મોંની દુર્ગંધ, દાંતનો દુખાવો, અપચોની સમસ્યા, ફંગલ ઈંફેકશન, ઉબકા અને ઉલટી વગેરે સમસ્યાઓ દૂર થાય છે.

લવિંગ ખાવાની સાચી રીત: નિષ્ણાતોના મતે લવિંગને મોઢામાં રાખો અને તેને ધીમે-ધીમે ચૂસો. (બની શકે તો તમને જયારે સિગારેટ પીવાની કે આલ્કોહોલનું સેવન કરવાની ઈચ્છા થાય ત્યારે આ પ્રયોગ કરો).

તમે બને ત્યાં સુધી તેનો રસ ચૂસવાનો પ્રયત્ન કરો. તેને તરત જ ચાવવાની કે ગળી જવાની ભૂલ ન કરો. કારણ કે, લવિંગની અંદર રહેલા તેલમાં તમામ ગુણધર્મો છુપાયેલા છે, જેને ધીમે-ધીમે ચૂસવાથી સંપૂર્ણ રીતે ઉપયોગમાં લઈ શકાય છે.

સિગારેટ અને દારૂનું વ્યસન કેવી રીતે છોડવું?:

~

ધ્યાનમાં રાખો આ બાબત : આ ઘરેલું ઉપાય મોટાભાગના લોકો માટે અસરકારક સાબિત થાય છે. પરંતુ કેટલાક લોકો પર તેની અસર નહિવત હોઈ શકે છે. જે બાદ તેઓએ આ ઉપાય છોડીને અન્ય સારવાર માટે ડોક્ટરની મદદ લેવી જોઈએ.

લવિંગ કેમ ફાયદાકારક છે? : લવિંગના રસમાં યુજેનોલ હોય છે, જે એનેસ્થેટિક, એનાલજેસિક, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણધર્મો ધરાવે છે. જે તમને ઘણી સમસ્યાઓથી રાહત આપે છે.

આ લેખમાં અમે તમને સિગારેટ અને દારૂની લતમાંથી છુટકારો મેળવવા લવિંગનું સેવન કરવાની સાચી રીત જણાવી છે. અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ઉપયોગી સાબિત થશે. તમને આ લેખ પસંદ આવ્યો હોય તો વ્યસન કરતા તમારા મિત્રોને મોકલો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *