તમને તમારા બાળપણના દિવસો યાદ હશે જ્યારે ઘરમાં બનેલી દરેક વસ્તુમાં ઘી ઉમેરવામાં આવતું હતું. ઘી વગર આપણું ભોજન અધૂરું હતું. પછી રોટલી પર ઘી લગાવવાનું હોય કે દાળમાં એક ચમચી ઘી ઉમેરવાની હોય, ઘીની સુગંધ જ આપણને ખાવા તરફ ખેંચી જાય છે.
જો કે, હવે સમય બદલાઈ ગયો છે અને આપણે આહારમાંથી ઘી અને તેલને દૂર કરવાનું શરૂ કર્યું છે. તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે ઘી સાથે રોટલી કે દાળ ખાવી કેટલી સ્વાસ્થ્યપ્રદ છે?
શું રોટલી પર ઘી લગાવવું યોગ્ય છે? ન્યુટ્રિશનિસ્ટ આંચલ સોગાનીએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા ઘીના સેવન વિશે ઘણી વાતો જણાવી. તેમને કહ્યું, “રોટલી પર ઘી લગાવીને ખાવાની આદત હેલ્ધી છે, પરંતુ રોટલી પર ઘીનું પ્રમાણ વધારે ન હોવું જોઈએ. જો ઘીનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તેનાથી એકંદર સ્વાસ્થ્યને ફાયદો થઈ શકે છે.
ઘી ખાવાથી શું ફાયદા થાય છે? ઘી રોટલીના ગ્લાયસેમિક ઇન્ડેક્સને નીચે લાવવાનું કામ કરે છે. ગ્લાયકેમિક ઇન્ડેક્સ એ ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું રેટિંગ કરવાની રીત છે. આ ઇન્ડેક્સ દર્શાવે છે કે ખોરાક તમારા બ્લડ સુગરના સ્તરને કેટલી ઝડપથી અસર કરી શકે છે.
રોટલી પર ઘી અથવા ખોરાકમાં ઘી સામેલ થવાથી તમારું પેટ ભરાઈ જાય છે. અને તમે ભોજન પછી નાસ્તો કરવાનું ટાળો છો. ઘીમાં ચરબીમાં દ્રાવ્ય વિટામિન હોય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
આ સિવાય ઘી હોર્મોન્સને સંતુલિત કરવામાં અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં પણ મદદ કરે છે. ઘીમાં હીટિંગ પોઈન્ટ હાઈ હોય છે, જે તેને ફ્રી-રેડિકલ ઉત્પન્ન કરતા અટકાવે છે. ફ્રી-રેડિકલ કોશિકાઓના કાર્યને નુકસાન પહોંચાડે છે.
View this post on Instagram
કેટલું ઘી ખાવું યોગ્ય છે?: આંચલની પોસ્ટ અનુસાર, રોટલી પર એક નાની ચમચી ઘી પૂરતું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જેમ કોઈ પણ વસ્તુનો વધુ ઉપયોગ નુકસાનકારક છે, તેમ ઘીનો પણ વધુ ઉપયોગ નુકશાનકારક સાબિત થઇ શકે છે.
ખાલી પેટે ઘી ખાવાના શું ફાયદા છે? તમને જાણીને નવાઈ લાગશે, પરંતુ મલાઈકા અરોરા અને કેટરિના કૈફ જેવા સેલેબ્સ તેમના દિવસની શરૂઆત ખાલી પેટે એક ચમચી ઘીથી કરે છે. નિષ્ણાતોના મતે, આ શરીરની હીલિંગ પ્રક્રિયામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.