આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ગોઠણ નો દુખાવો 50-60 વર્ષની ઉંમરે જોવા મળતો હોય છે. પરંતુ હાલના સમયમાં 30-35 વર્ષના યુવાનોમાં ગોઠણ ના દુખાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેમ જેમ ઉંમર માં વધારો થતો જાય છે તેમ ગોઠણ નો દુખાવો પણ વધતો જાય છે.

ઘુંટણ ના દુખાવાની સમસ્યા થવાના ઘણા લોકો ખુબ જ પરેશાન રહેતા હોય છે. જેમ કે, ચાલવાં માં તકલીફ પડે, ઉઠવા બેસવામાં તકલીફ પડે, પથારીમાં સુતા પછી ઉભા થઈને ચલાવ જાઓ તે સમયે પણ અસહ્ય દુખાવો, વધુ સમય સુધી ઉભા ના રહી શકે, વધુ સમય સુધી એક જગ્યાએ બેસી ના શકે જેવી તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

આ દુખાવો વધુ લાંબો સમય સુધી ના રહેવા દેવો જોઈએ. કારણે વધુ સમય સુધી આ દુખાવો થવાથી વધતી ઉંમરે ઘણી તકલીફ પડી શકે છે. શરીરમાં વાત નો પ્રકોપ હોવાના કારણે પણ ઘુંટણમાં દુખાવા થતા હોય છે. આજે લોકો ની જીવન શૈલી ખુબ જ ફાસ્ટ થઈ ગઈ છે તેવામાં ઘણી નાની મોટી બીમારીઓ થતી હોય છે જેમાં ની આ એક બીમારી ગોઠણ દુખાવાની છે.

આજે અમે તમને ગોઠણમાં થતા દુખાવામાં રાહત મેળવવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું, જેની મદદથી દુખાવામાં ખુબ જ ઝડપથી આરામ મળશે. નિયમિત આ ઉપાય કરવાથી દુખાવો કાયમી દૂર થઈ શકે છે.

ગોઠણ ના દુખાવાનો ઈલાજ (Ghutan na dukhava no ilaj) :
સુંઠ અને મઘ: દુખાવામાં રાહત મેળવવા માટે સુંઠ અને મધ ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ માટે એક ચમચી મઘ માં અડધી ચમચી સુંઠ પાવડર મિક્સ કરીને બંને ને સારી રીતે મિક્સ કરી લો અને પછી તેને ચાટી જવાનું છે. આ પેસ્ટ ને થોડા દિવસ સેવન કરવાથી થોડા દિવસમાં કાયમી દુખાવા માંથી છુટકાળો મળશે.

અજમાનું ચૂરણ: અજમો વાયુના પ્રકોપને દૂર કરવામાં મદદ કરે છે. ઘણી વખત વાત નો પ્રકોપ થવાના કારણે પણ ગોઠણ ના દુખાવા, સાધના દુખાવા, કમરના દુખાવા થતા હોય છે જેને દૂર કરવા માટે અજમાનું ચૂરણ હૂંફાળા પાણીમાં નાખીને હલાવીને પી જવાથી વાતને સમ કરે છે.જેથી દુખાવા રાહત મળશે.

સરસવ તેલની માલિશ: શરીરમાં થતા કોઈ પણ દુખાવાને દૂર કરવા માટે સરસવના તેલ ની માલિશ કરી શકાય છે. દિવસમાં બે વખત સરસવના તેલમાં બે લસણ કળીની પેસ્ટ બનાવી સારી રીતે હલાવી લો, તેને ગોઠણ ના દુખાવા થતા હોય તે જગ્યાએ લગાવીને માલિશ કરવાથી દુખાવામાં ખુબ જ આરામ મળે છે.

શરીરમાં થતા ગોઠણ ના દુખાવામાં ઉપર જણાવેલ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થઈ શકશે, આ સાથે તમે કેલ્શિયમ, પ્રોટીન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *