ગિલોય ઔષધીય ગુણોથી ભરપૂર છે. આયુર્વેદ અનુસાર ગિલોયના મૂળ, દાંડી અને પાંદડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેનો ઉપયોગ દવાઓમાં થાય છે. તેમાં એન્ટિ-ઓક્સિડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો છે. જે શરીરને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. સામાન્ય રીતે લોકો ગિલોયનો રસ પીવે છે, જો તમે ઇચ્છો તો તમે ગિલોય ચૂર્ણનું સેવન પણ કરી શકો છો. તો આવો જાણીએ ગિલોયના શું ફાયદા છે.
ગિલોયમાં રહેલા પોષક તત્વો : ઔષધીય ગુણોથી ભરપૂર ગિલોયમાં ગ્લૂકોસાઇડ અને ટીનોસ્પોરિન, પામેરિન અને ટીનોસ્પોરિક એસિડ રહેલા છે. આ સિવાય ગિલોયમાં કોપર, આયરન, ઝીંક, કેલ્શિયન, એન્ટી કેન્સર જેવા તત્વો જોવા મળે છે.
ગિલોયનું સેવન કેવી રીતે કરવું: આજના સમયમાં ઘણા એવા લોકો હોય છે જેને નથી ખબર કે ગિલોયનું સેવન કેવી રીતે કરવું જોઇએ અને કેટલી માત્રામાં કરવું જોઇએ. જો તમે પણ એમાંથી છો તો તમને જણાવીએ કે ગિલોયનું સેવન રીતે કરી શકાય છે. ગિલોય જ્યુસ અને ગિલોય ચૂર્ણ.
કબજિયાતમાં રાહત અપાવે: જો તમે વારંવાર થતી કબજિયાત, ગેસ કે અપચોથી પરેશાન છો તો ગિલોયનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. પેટની સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમે ગિલોયનો ઉકાળો પી શકો છો. જે લોકોને શિયાળામાં કબજીયાતની સમસ્યા વધુ રહે છે તેવા લોકો માટે ખુબજ ફાયદાકારક છે ગિલોય.
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક : ડાયાબિટીસના દર્દીઓ માટે ગિલોયનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એન્ટી હાઈપરગ્લાયકેમિક ગુણ હોય છે, જે ડાયાબિટીસની સમસ્યામાં મદદરૂપ છે.
શરીરમાં એનિમિયા દૂર કરે : ગિલોય ત્વચાની કરચલીઓ સામે રક્ષણ આપે છે. ગીલોય કોષોને સ્વસ્થ રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગિલોયનાં પાન શરીરમાંથી ઝેરી પદાર્થો બહાર કાઢવાનું કામ કરે છે. ગિલોય લોહીને સાફ કરે છે. બીમારીઓ સામે લડતા બેક્ટરિયનું રક્ષણ કરે છે. યુરીન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.
રોગપ્રતિકારક શક્તિને બુસ્ટ કરે : ગિલોયમાં એન્ટી-ઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જેના કારણે તમે ઈન્ફેક્શન અને ઘણી બીમારીઓથી બચી શકો છો.
હૃદયના રોગોથી બચાવો : ગીલોયનો રસ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેના ઉપયોગથી બ્લડપ્રેશર પણ નિયંત્રિત કરી શકાય છે. જો તમારું બ્લડ પ્રેશર વારંવાર વધી જાય છે તો ગિલોયનું સેવન કરી શકો છો.
ડેન્ગ્યુ સામે રક્ષણ આપવામાં મદદરૂપ : ડેન્ગ્યુથી બચવા માટે ગિલોયનું સેવન ખૂબ જ અસરકારક છે. તેમાં હાજર એન્ટીપાયરેટિક ગુણ તાવમાં રાહત અપાવે છે. હેલ્થ એક્સપર્ટના મતે એક કપ પાણીમાં બેથી ત્રણ ચમચી ગિલોયનો રસ ભેળવીને દિવસમાં બે વખત ભોજનના એક કલાક પહેલા લઈ શકાય છે. આનાથી ડેન્ગ્યુથી ઝડપી રાહત મળી શકે છે.
અસ્થમામાં રાહત આપે છે : ગિલોય અસ્થમામાં અને ઉધરસ જેવી શ્વાસ સંબંધિત બીમારીઓમાં ફાયદાકારક છે. ચામડી સંબંધી રોગમાં લીમડા અને આમળાની સાથે ગિલોયને મિક્સર કરીને લગાવવાથી રાહત મળે છે. ગિલોય સોજો ઓછો કરવા કે આર્થરાઇટિસ જેવી મુશ્કેલીઓમાં પણ રાહત રૂપ સાબિત થાય છે.
નોંધ: અહીંયા આપવામાં આવેલી માહિતી સામાન્ય છે. કોઈ પણ બીમારી હોય કે કોઈ પણ સમસ્યા હોય તો આ વસ્તુનું સેવન કરતા પહેલા નિષ્ણાતની મુલાકાત લો.