દરેક છોકરીઓ અને મહિલાઓ આજના સમયમાં બાજુ વાળા કરતા પણ સુંદર દેખાવાનું વધારે પસંદ કરે છે. તેમનું એક જ સપનું હોય છે કે સુંદર દેખાવનું કારણકે સુંદર ચહેરો હોવાથી બધા વ્યક્તિ તેમની સામે જોવે આ માટે અઠવાડિયામાં એક વખત બ્યુટી પાર્લરનું પગથિયું ચડતા હોય છે.

બ્યુટી પાર્લરમાં જઈને ચહેરા પર ફેશિયલ, સ્ક્રબ વગેરે કરાવતા હોય છે. આ બધું કરતા તેમને વધુ પૈસાનો ખર્ચ કરવો પડતો હોય છે બ્યુટી પાર્લરમાં વધુ ખર્ચ કરવા છતાં પણ તેમને વારે વારે જવું પડતું હોય છે કારણકે તેમની તે સુંદરતા થોડા સમય માટે જ રહેતી હોય છે.

વધારે બ્યુટી પાર્લરમાં જઈને ચહેરાની સ્કિન ને બગાડ્યા વગર જ ચહેરાને સુંદર બનાવવા માટે ઘરેલુ કેટલાક દેશી ઉપાય કરવા જોઈએ જે ચહેરા પર કુદરતી સુંદરતા આપે છે અને તે સુંદરતા લાંબા સમય સુધી રહે છે.

ચહેરાને સુંદર બનવી રાખવા માટે વર્ષો થી એવી ઘણી બધી વસ્તુઓ મળી આવે છે જે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે. આજે અમે એવી કેટલીક ટિપ્સ જણાવીશું જે ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી રાખવામાં અમદદ કરશે.

આ માટે સૌથી પેહલા તો સવારે પથારીમાં થી ઉઠીયે એ સમયે પહેલા મોં ધોઈ લેવું જોઈએ, તે પણ સાદા પાણી વડે આ સમયે ચહેરા પર ફેસવોસ કે સાબુનો ઉપયોગ કરવાનો નથી, માત્ર પાણી વડે જ મોં ને ધોઈને સાફ કરવા નું છે. દિવસમાં તમારે ત્રણ થી ચાર વખત ચહેરો ધોવાનો છે. સવારે અને રાતે સુવાના પેહલા તો ખાસ ચહેરાને સાદા પાણી વડે ધોઈએ ને ઊગવું જોઈએ.

સવારે ચહેરાને ધોયા પછી એક ચમચી દહીં લેવાનું છે. ત્યાર પછી તે દહીંમાં એક એક ચમચી બદામનું તેલ મિક્સ કરો, હવે વિટામિન-ઈ ની એક કેપ્સુલ નાખવાની છે, જે બજારમાં ખુબ જ આસાનીથી મળી આવે છે જે ચહેરાને સ્કિન ને ટાઈટ કરે છે વૃદ્ધાવસ્થાને આવતા અટકાવે છે.

હવે આ ત્રણ મિશ્રણ ને સારી રીતે મિક્સ કરી પેસ્ટ તૈયાર કરવાનું છે, આ પેસ્ટને રોજે સવારે મોં ધોયા પછી લગાવીને 2-3 મિનિટ મસાજ કરવાનું છે અને પછી 10 મિનિટ પછી ચહેરાને ધોઈ ને સાફ કરી લેવાનું છે.

આ રીતે કરવાથી આખા દિવસ દરમિયાન ચહેરા પર ધૂળ માટી કે ધૂળના રજકણો ચોંટી ગયા છે તેને દૂર કરશે અને ચહેરા ની ડલ પડી ગયેલ સ્કિન ની પછી નિખારશે. જેથી ચહેરો સુંદર અને ચમકદાર બનશે. આ ઉપાય ખુબ જ ઓછા પૈસામાં તૈયાર થઈ જાય છે.

જેનો ઉપયોગ અઠવાડીયામાં બે-ત્રણ વખત કરવાનો છે. આ ઉપાય કરવતથી ચહેરા પરના ખીલ અને ડાધ પણ દૂર થઈ જાય છે દહીં ચહેરાની નિસ્તેજતા ને દૂર કરે છે ચહેરામાં જાન પાછી લાવે છે, આ ઉપાય તમે રાતે સુવાના પહેલા પણ કરી શકો છો.

આ ઉપાય ખુબ જ અસરકારક છે, તે ચહેરા પર આવતા વૃદ્ધાવસ્થા ના ચિન્હોને આવતા રોકે છે અને લાંબા સમય સુધી ચહેરાને સુંદર અને જુવાન બનાવી રાખવામાં મદદ કરે છે, મહિલાઓ અને યુવા પેઠીની છોકરીઓ માટ્ટે આ ઉપાય ખુબ જ અસરકારક છે જે બ્યુટી પાર્લરમાં વધુ ખર્ચ થી બચાવશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *