ચહેરો સુંદર બની રહે તે દરેક વ્યક્તિ ઈચ્છે છે, પરંતુ ઓઈલી સ્કિન ચહેરાને ચીકણી બનાવી રાખે છે, ઓઈલી સ્કિન હોવાના કારણે ચહેરા પર ખીલ, પીપલ્સ, બ્લેક હેડ્સ જેવી સમસ્યાઓ થતી જોવા મળે છે. જેથી સુંદર ચહેરો પણ ખરાબ દેખાવા લાગે છે.
પ્રદુષિત વાતાવરણ અને ધુળમાટીના રજકણો ચહેરા પર ચોંટી જવાથી રોમછિદ્રો બંધ થઈ જાય છે, અને ઓઈલી સ્કિન ના કારણે ચહેરા પર ખીલ સૌથી વધારે જોવા મળતા હોય છે, આ આવા સમયે ચહેરાની ઓઈલી સ્કિન ને દૂર કરવા માટે ઘણા બધા ફેસવોશ નો ઉપયોગ કરવામાં આવતો હોય છે.
પરંતુ અલગ અલગ ફ્રેશ વોસ, સાબુ અને ક્રીમનો વધુ ઉપયોગ કરવાથી ચહેરાને ઘણું નુકસાન પણ થતું હોય છે, આ માટે બજારમાં મળતી કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ કર્યાં વગર જ ધરેલૂ ઉપાયની મદદથી ચહેરાની ઓઈલી સ્કિનને દૂર કરવી જોઈએ. જેનાથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ વગર જ ચહેરાની ઓઈલી સ્કિન દૂર થઈ જાય છે.
આ માટે આપણે ચણા નો લોટ નો ફેસપેક બનાવવાનો છે જેનો ઉપયોગ ચહેરા પર કરવાથી સ્કિન ના રોમછિદ્રો બંધ થઈ ગયા છે તે ખુલી જશે અને ઓઈલી સ્કિન ને દૂર કરી ચહેરાને ખીલ વગરનો સુંદર બનાવી દેશે.
ફેસપેક બનાવવાની રીત: સૌથી પહેલા એક બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લેવાનો છે, ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું ધરે જ બનાવેલ દહીં લેવાનું છે, હવે બને ને સારી રીતે મિક્સ કરી લો, હવે તેમાં એક ચમચી ગુલાબજળ ઉમેરીને ફેસપેક તૈયાર કરો,
હવે આ ફેસપેકને ચહેરા પર લગાવીને પાંચ મિનિટ સુધી હળવા હાથે માલિશ કરવાની છે. પછી જયારે 30-મિનિટ થાય ત્યારે ચહેરાને સાદા પાણી વડે ધોઈને ચોખા રૂમાલથી ચહેરાને સાફ કરી લેવું. આ ફેસપેકનો ઉપયોગ કરવાથી ચહેરા પરની ઓઈલી સ્કિને દૂર કરી બ્લેક હેડ્સ અને ખીલને દૂર કરશે.
ઓઈલી સ્કિન ચહેરાની સુંદરતા ઓછી કરે છે આ માટે ઓઈલી સ્કિનને દૂર કરવા માટે એક બાઉલમાં બે ચમચી ચણા નો લોટ લો અને તેમાં દૂધ મિક્સ કરીને બરાબર હલાવીને ફેસપેક તૈયાર કરો. હવે આ ફેસપેકને ચહેરાને પહેલા સાદા પાણીથી ધોઈ લો ત્યાર પછી ફેસપેકને ચહેરા પર લગાવી દો.
ચહેરા પર આ ફેસપેક લગાવ્યા પછી 5 મિનિટ સુધી ચહેરા પર માલિશ કરી 25 મિનિટ રહેવા દો અને પછી ચરણ્ર ધોઈ દેવો. આ રીતે ફેસપેકનો ઉપયોગ કરવામાં આવે તો ચહેરાની ઓઈલી સ્કિન દૂર થાય અને ચહેરા પર ચોંટેલા પ્રદુષણ અને ધુળમાટીના રજકણોને દૂર કરી બંધ થઈ ગયેલ રોમછિદ્દોને ખોલી દેશે.
જેથી ચહેરા પરની કાળી ત્વચા પણ દૂર થઈને ચહેરાને સુંદર અને ચમકદાર બનાવી દેશે. આ રીતે આ બે માંથી કોઈ એક ફેસપેક નો ઉપયોગ કરવામાં આવે તો બજારમાં મળતા બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવાની પણ જરૂર નહીં પડે.