વાતાવરણના થતા પ્રદુષણ અને ધૂળ માટેના રજકણો ચહેરા પર ચોંટવાથી ખીલ, ડાઘ, કાળાશ પડતી હોય છે. જેના કારણે ચહેરો સુંદર દેખાવાનો ઓછો થઈ જાય છે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તેમના ચહેરા પર ખીલ અને ડાઘના રહે.
પરંતુ વઘતું પ્રદુષણ ચહેરાને ખરાબ કરે છે આ માટે આપણે ચહેરાને સુંદર બનાવવા માટે જાત જાતની ક્રીમો અને ફેશવોશનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત બ્યુટી ટ્રીટમેન્ટ પણ કરાવતા હોઈએ છીએ. જેના કારણે વધારે દવાઓનું સેવન કરવું પડતું હોય છે.
દવાનું સેવન કરવાથી દવાઓ તાસીર અનુસાર કામ કરતી હોય છે. જેથી તે ગરમ પડવાથી ચહેરા પર ખીલને ઓછા કરવાની જગ્યાએ વઘારી પણ શકે છે. જેથી ચહેરો વધુ ખરાબ લાગે છે. માટે બજાર મળતી દવાઓ અને બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ખુબ જ ઓછો કરી દેવો જોઈએ.
આ ઉપરાંત બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ ઘીરે ઘીરે બંઘ કરીને ઘરેલુ ઉપાય અપનાવવો જોઈએ જે આપણા ચહેરાને પ્રાકૃતિક ચમક લાવવામાં મદદ કરે છે. સાથે ચહેરાને સુંદર અને મુલાયમ બનાવે છે. તો ચાલો જાણીએ ચહેરાને સુંદર અને ચમકદાર બનાવવા માટે શું કરવું જોઈએ તેના વિષે જાણીએ.
જયારે પણ ચહેરા પર ખીલ થયો હોય તો આપણે આપણા ચહેરાને સાફ કરવા માટે એક અલગથી કોર્ટનના રૂમાલનો ઉપયોગ કરવો જોઈએ. જેથી ચહેરા પર કોઈ પણ પ્રકારનું ઈન્ફેક્શન થાય નહીં. આ ઉપરાંત ચહેરા પર પ્રાકૃતિક ચમક લાવવા માટે આપણે સવારે ઉઠીને પહેલા સાદા પાણીથી આંખો ઘોવી અને પછી ચહેરાને ઘોઈ લેવો.
આ ઉપરાંત દિવસમાં ત્રણ થી ચાર વખત ચહેરાને સાદા પાણીથી ઘોવો જોઈએ. આ ઉપરાંત જયારે તમે ક્યાંય બહાર ગયા હોય અને ઘરે આવ્યા પછી પણ ચહેરાને સાદા પાણીથી ઘોઈ લેવો જોઈએ. ચહેરાને ઘોવા માટે કોઈ પણ સાબુ કે ફેશવોશનો ઉપયોગ ના કરવું જોઈએ.
સવારે ઉઠીને ચહેરાને પાણીથી ઘોયા પછી ચહેરા પર દૂઘ અને હળદરની પેસ્ટ બનાવી ને લાગવાની છે. હળદર અને દૂઘની પેસ્ટ બનાવવા માટે એક બાઉલમાં એક ચમચી હળદર લઈ લેવી, ત્યાર પછી તેમાં દૂઘ મિક્સ કરીને બરાબર હલાવી દો અને પેસ્ટ તૈયાર કરી લો, હવે આ પેસ્ટને ચહેરા પર લગાવી દો.
ત્યાર પછી 10 મિનિટ રહેવા દો, ત્યા સુઘી તમે બ્રશ કરી લો, ત્યાર પછી 10 મિનિટ થાય ત્યારે ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો. આવી રાત્રે સવારે આ બંને કામ કરવાથી તમારો ચહેરો સુંદર અને મુલાયમ થઈ જશે.
હવે જયારે તમે રાત્રે જમીને બેસો ત્યારે તમારે 15 મિનિટ નો ટાઈમ તમારા ફેસ માટે આપવાનો છે. આ માટે તમારે એક બાઉલમાં બે ચમચી દૂઘ લઈ લેવું ત્યાર પછી રૂ નો ટુકડો લઈને દૂઘ માં પલાળીને ચહેરા પર લગાવીને 5 મિનિટ માલિશ કરો, અને ત્યાર પછી 10 મિનિટ સુઘી રહેવા દો.
જયારે 10 મિનિટ થઈ જાય ત્યારે ચહેરાને સાદા પાણીથી ઘોઈ દેવો ત્યાર પછી કોટર્નના રૂમાલથી ચહેરાને સાફ કરી લેવો. રોજે તમે આ રીતે કરશો તો ચહેરા પર ચોટેલ ધૂળ અને માટીના રજકણો નો નાશ થઈ જશે. જેથી ચહેરા પર થયેલ ખીલ અને ડાઘ પણ ઘીરે ઘીરે દૂર થઈ જશે.
જેથી ચહેરો સુંદર દેખાવા લાગશે. ચહેરા પર થતી ઓઈલી સ્કિન પણ દૂર થઈ જશે. જો તમે આ ઉપાય કરશો તો વઘતી ઉંમરે ચહેરા પર ઢીલાશ આવી જાય છે તે દૂર થઈ જાય છે. આ ઉપરાંત ચહેરા પર પડતી કરચલી પણ દૂર થઈ જાય છે. જેથી વઘતી ઉંમરે દેખાતા વૃદ્ધા વસ્થાના ચિન્હો દૂર થઈ જાય છે. જેથી તમારી ઉંમરે વઘે તો પણ સુંદર અને જવાન દેખાવા લાગશો.