હાડકા એ આપણા શરીરનો અગત્ત્વનું અંગ છે. આપણે આખો દિવસ જે કામ કરીએ છીએ, હલનચલન કરીએ છીએ, અલગ અલગ પ્રવૃત્તિ કરી શકીએ છીએ તેના માટે હાડકા જવાબદાર છે. હાડકા આપણા શરીરના દરેક અવયવ ને સશક્ત રાખવાની ભૂમિકા ભજવે છે.

આપણું શરીર હાડકા આ કારણે જ સશક્ત રહે છે. એટલા માટે હાડકા ન હોય તો શરીરની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આ વાતને ઉદાહરણ આપીને સમજીએ તો જ્યારે પણ આપણને કોઈ ઈજા થાય અથવા તો હાડકામાં નાનકડી ક્રેક પણ પડે તો અસહ્ય પીડા થાય છે.

શરીરના જે ભાગમાં ઇજા થઇ હોય તેનું હલનચલન બંધ થઈ જાય છે. એટલે આપણે આ વાતથી જ સમજી શકીએ છીએ કે હાડકા આપણા શરીર માટે કેટલું મહત્વનું અંગ છે.

એટલા માટે જ જરૂરી છે કે આપણા શરીરના હાડકા આપણે જીવીએ ત્યાં સુધી મજબૂત રહે. જો હાડકા નબળા હોય તો નાની મોટી ઈજા થવાથી પણ હાડકાંમાં ફેકચર થઈ શકે છે જે આપણે મોટી ઉંમરના લોકોમાં જોઈએ છીએ.

મોટી ઉંમરના લોકોમાં વધુ હાડકાની સમસ્યાઓ જોવા મળે છે. ઘણા લોકોને તો ફ્રેક્ચર થાય છે કે જેમાં ઓપરેશન કરીને પ્લેટ બેસાડવી પડે છે. મિત્રો નાની મોટી ઇજા થી પણ હાડકાં તૂટી જાય છે. એટલા માટે હાડકા મજબૂત બને તેના માટે કેલ્શિયમ અને ફોસ્ફરસ નું પ્રમાણ શરીરમાં જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે.

ખાસ કરીને તમે જોયું હશે કે જ્યારે પણ તમારા ઘરે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને હાડકામાં તકલીફ થાય તો તેને સ્વસ્થ થવામાં વધારે સમય લાગે છે. કારણ કે વધતી ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમની ખામી સર્જાતી રહે છે અને હાડકા નબળા પડતા જાય છે.

જેના પરિણામે હાડકાંને પૂરતું કૅલ્શિયમ મળતું નથી. તેવામાં જરૂરી છે કે વધતી ઉંમરની સાથે શરીરમાં કેલ્શિયમ મળતું રહે તેવી વ્યવસ્થા થાય.

આજે અમે તમને શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ની ખામી દૂર થાય તેવો એક ઉપાય જણાવીશું. આ ઉપાય કરવા માટે તમારે કોઇ પણ દવા કે બીજી વસ્તુ ખાવાની જરૂર નથી. આ ઉપાય માટે તમારે માત્ર જરૂર પડશે નાગરવેલનાં પાન અને ચૂનાની.

આ ઉપાય કરવા માટે નાગરવેલના પાન ને ફ્રિજમાં સ્ટોર કરીને રાખો. રોજ તમારે એક નાગરવેલના પાનનો ઉપયોગ કરવાનો છે. આ ઉપાય માટે ચૂનાના પાણીની જરૂર પડશે તેના માટે ચુના ને પાણીની બોટલમાં ઉમેરીને તેમાં પાણી ભરી બરાબર હલાવી લો અને ચૂનાનું પાણી તૈયાર કરો.

હવે તમારે જમ્યા પછી રોજ એક નાગરવેલના પાનમાં ચૂનાના પાણીનાં થોડાંક ટીપાં ઉમેરીને ખાઈ જાણવું છે. નિયમિત રીતે ચુના પાણીવાળું નાગરવેલનું પાન ખાશો તો તમારા હાડકા મજબૂત થશે અને શરીરમાં કેલ્શિયમની ઉણપ પણ નહીં રહે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *