દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે તેના વાળ સુંદર, ભરાવદાર અને કાળા હોય. વાળ માણસના વ્યક્તિત્વમાં વધારો કરે છે. જે વ્યક્તિના વાળ જેટલા મજબૂત, જાડા, લાંબા, કાળા અને ચમકદાર હશે તેટલો જ તે વ્યક્તિ સારો દેખાઈ શકે છે. એટલે એમ કહી શકાય કે સુંદર, જાડા, મજબૂત વાળ સુંદરતાની નિશાની છે.
પરંતુ આજના સમયમાં પ્રદૂષણ, ખરાબ ખાનપાન અને તણાવના કારણે વાળ ખરવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. જેના કારણે લગભગ દરેક લોકો પરેશાન રહે છે. જો કે વાળ ખરવાના શરુ થતા જ આપણને સૌંદર્યની સમસ્યા થવા લાગે છે. અને આ માટે આપણે સૌથી મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરીએ છીએ.
પરંતુ તેમ છતાં વાળ ખરવાનું બંધ થતા નથી અને તેનાથી વિરુધ્દ અસર થાય છે એટલે કે શેમ્પૂ, કન્ડિશનર અને અન્ય રસાયણોના વધુ પડતા ઉપયોગથી વાળને ઘણું નુકસાન થાય છે. તમને જણાવીએ કે આપણા આહારની પણ વાળ પર ઘણી અસર પડે છે. તંદુરસ્ત, લાંબા અને મજબૂત વાળને જાળવવા માટે તમારા આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો ખૂબ જ જરૂરી છે.
આવી સ્થિતિમાં, તમે તમારા દૈનિક આહારમાં ફક્ત 3 ખોરાકનો સમાવેશ કરીને વાળ ખરવાની સમસ્યાનો સરળતાથી સામનો કરી શકો છો. તેમજ તેને ખાવાથી તમારા વાળ જાડા અને લાંબા થાય છે. તો ચાલો જાણીએ 3 જાદુઈ ફૂડ્સ વિષે.
આમળા : આમળા એક દવા છે. તેમાં વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટીન, વિટામિન બી, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આમળાને વાળ માટે વરદાન માનવામાં આવે છે. આમળા વિટામિન સીથી ભરપૂર હોય છે. આમળાને ખાવાથી અને લગાવવાથી તમારા વાળ ખરતા બંધ થઈ જાય છે.
આ સાંભળીને તમને નવાઈ લાગશે. આમળામાં વિટામિન-સી અને એન્ટીઑકિસડન્ટ હોય છે , જે બંને ફ્રી રેડિકલ ડેમેજ સામે લડે છે અને વાળના ફોલિકલ્સનું રક્ષણ કરે છે, જેનાથી વાળ ખરતા અટકે છે. જો તમે ઈચ્છો તો તેનો જ્યુસ પી શકો છો અથવા તેનો જ્યુસ અને પાવડર બનાવીને ત્વચા અને માથાની ચામડી પર લગાવી શકો છો.
મેથીના દાણા: મેથીના દાણા એ એક આયુર્વેદિક ખજાનો છે જેનો ઉપયોગ ઘણા ઘરેલું ઉપચારમાં થાય છે. તે પેટ અને સાંધા માટે અમૃત ગણાય છે. પરંતુ શું તમે જાણો છો કે તે વાળને મજબૂત બનાવવા અને વાળનો ગ્રોથ વધારવા માટે પણ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેમાં પ્રોટીન અને નિકોટિનિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે બંને વાળ ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે.
આ ઉપરાંત આમળા ઘણા આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી પણ ભરપૂર છે જે તમારા વાળને કુદરતી ચમક આપે છે. મેથી એક એવો મસાલો છે, જેનો ઉપયોગ માત્ર ખાવામાં જ નથી થતો, પરંતુ મેથીને તમારા વાળમાં લગાવવાથી અને મેથીનું સેવન કરવાથી પણ તમને ઘણો ફાયદો થાય છે.
નાળિયેર તેલ: નારિયેળ તેલ એક અનોખું તેલ છે. આ જાદુઈ તેલ તમારા વાળ સંબંધિત દરેક સમસ્યાને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. નારિયેળ તેલ માત્ર વાળ માટે જ નહીં, પરંતુ ત્વચા માટે પણ પૌષ્ટિક અને ફાયદાકારક તેલ છે.
નાળિયેર તેલ તમારા વાળને કુદરતી રીતે નરમ, ઘાટા, જાડા અને મજબૂત બનાવે છે. ભારતમાં નાળિયેર તેલમાં રસોઈ બનાવવાનો લાંબો ઇતિહાસ છે. તેને માથાની ઉપરની ચામડી પર લગાવવાની સાથે, તેનો ઉપયોગ વાળને ખરતા અટકાવવા અને વાળને ચમકદાર બનાવવા માટે કરવામાં આવે છે.
તમને જણાવીએ કે નાળિયેર તેલને ખાવાની સાથે લગાવવાથી વાળ ખરતા રોકવામાં ફાયદો થાય છે, કારણ કે તેમાં લોરિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે આપણા વાળમાં રહેલા પ્રોટીનને જાળવી રાખવા માટે જવાબદાર છે, અને વાળને ખરતા અટકાવવામાં મદદ કરે છે.
આ ફૂડ્સ સિવાય, તમારે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરો જોઈએ જે કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે. ઉપરાંત, વાળની સંભાળ માટે તમારી દિનચર્યામાં કસરત ઉમેરો.