વાળ વ્યક્તિના દેખાવને વઘારે છે. પરંતુ આજની કેટલીક ખરાબ કુટેવો વાળને અસ્વસ્થ બનાવે છે, જેના કારણે વાળ નબળા અને કમજોર પડી જતા હોય છે જેના કારણે વાળને લગતી અનેક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આજે મોટાભાગે લોકો નાની ઉંમરથી જ વાળને લગતી સમસ્યાથી પરેશાન હોય છે, વ્યકતિને નાની ઉંમરે જ વાળ ખરવા, વાળ સફેદ થવા, વાળ તૂટી જવા, ટાલ પડવી જેવી અનેક પ્રકારની તકલીફનો સામનો કરવો પડતો હોય છે.
વાળને લગતી સમસ્યા વધતું પડતું પ્રદુષણ, પોષક તત્વોની કમી અથવા કોઈ બીમારીના કારણે વધુ પડતી એલોપેથિક દવાઓ ખાવાના કારણે વાળને લગતી સમસ્યા ઉદ્ભવતી હોય છે. વાળને લગતી સમસ્યા હોવાના કારણે વ્યક્તિ ખુબ જ ચિતામાં હોય છે.
વાળ ખારવા, વાળ સફેદ થવા, ટાલમાં પડવા જેવી અનેક પ્રકારની સમસ્યાથી પીડાતા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય અપનાવા જોઈએ જે વાળને લગતી દરેક પ્રકારની સમસ્યા ને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. માટે આજે અમે તમને વાળને સમસ્યાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું.
વાળને મજબૂત બનાવવા માટે પૂરતું પોષણ આપવું જોઈએ, આ માટે મોસંબી અને આમળાનું નિયમિત પણે સેવન કરવું જોઈએ. મોસંબી અને આમળામાં ભરપૂર માત્રામાં વિટામિન-સી અને વિટામિન-ઈ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે
જે વાળને પૂરતું પોષણ પૂરું પડે છે અને વાળને મૂળ માંથી મજબૂત અને હેલ્ધી બનાવે છે જેના કારણે સફેદ વાળ કાળા થાય છે અને વાળ ખરવાનું અટકાવે છે. વાળને પૂરતા વિટામિન મેળવવા માટે અઠવાડીયામાં ચાર દિવસ લીલા શાકભાજીનું સેવન કરવું આવશ્યક છે.
આ ઉપરાંત વાળને મજબૂત અને હેલ્ધી બનાવવા માટે પૌષ્ટિક આહાર પણ લેવો જોઈએ આ માટે કઠોળનું સેવન સૌથી બેસ્ટ માનવામાં આવે છે, સવારે નાસ્તામાં ફણગાવેલ કઢોળનું સેવન કરવું જોઈએ જેમાં પ્રોટીન, વિટામિન-ઈ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે જે વાળને મજબૂત અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે. તે વાળને નેચરલી રીતે કાળા બનાવી રાખવામાં મદદ કરે છે.
વાળને પૂરતું પ્રોટીન, વિટામિન-ઈ, આયર્ન જેવા તત્વો મેળવવા માટે ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવું પણ ખુબ જ સારું માનવામાં આવે છે, આ માટે બદામ, અખરોટ, કિસમિસ અને અંજીરનો સમાવેશ કરી શકાય છે.
વાળમાં ખોડો અથવા ડેન્ડ્રફને દૂર કરવા માટે દહીં અથવા છાશ અથવા લીંબુનો ઉપયોગ કરી શક્ય છે.આ વસ્તુનો ઉપયોગ કરી 20 મિનિટ રહેવા દઈને વાળને ઘોઈ દેવા જોઈએ. જે વાળમાં ભરાઈ ગયેલ ગંદકીને સાફ કરે છે અને વાળને ચોખ્ખા બનાવે છે.
વાળને હેલ્ધી અને મજબૂત બનાવી રાખવા માટે રોજે તેલ ની માલિશ કરવી જોઈએ વાળને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે,આ માટે બદામનું તેલ, સરસવનું તેલ, એરંડિયાનું તેલ ઉપયોગ કરી શકાય છે.