આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આજના સમયમાં ખાવાની ખોટી આદતો, પ્રદુષણ અને ખરાબ જીવનશૈલીના કારણે વાળ ખરવાની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે. પહેલા એવું કહેવાતું હતું કે ઉંમર વધવાની સાથે વાળની સમસ્યાઓ થવાની શરુ થાય છે પરંતુ આજના સમયમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરના દરેક વ્યક્તિમાં વાળની સમસ્યા જોવા મળે છે.

આજે દરેક વ્યક્તિ આ સમસ્યાનો અનુભવ કરી રહ્યા છે. વાળ ખરવા પાછળના ઘણા બધા કારણો હોય છે. પરંતુ તેમાં આપણી કેટલીક ખરાબ ટેવ અને આપણી કેટલીક બેદરકારીના કારણે આ સમસ્યા થાય છે. ઘણા લોકો સ્નાન કરતા હોય ત્યારે પણ તેમને વાળ ખરતા હોય છે.

જયારે ઘણા લોકો સ્નાન કરીને આવ્યા પછી જયારે વાળને ઓળાવવા જાય છે ત્યારે વાળ ઉતરતા હોય છે. અને આ વાળ ખરતા જોઈને આપણી માનસિક ચિંતામાં વઘારો થાય છે. વધુ પડતું બહારનું ખાવાનું, હારમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળવા, પૂરતા પ્રમાણમાં પોષક તત્વોની ઉણપથી પણ વાળ ખરવાની સમસ્યા થઈ શકે છે.

વાળને ખરતા અટકાવવા માટે યોગ્ય પોષણ યુક્ત આહારનું સેવન કરવું જરૂરી છે. આ ઉપરાંત વિટામિન-ઈ યુક્ત આહારનું વધુ સેવન કરવું પણ જરૂરી જોઈએ. ઘણા લોકો વાળને ઘોવા માટે જુદા જુદા શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત દર વખતે અલગ અલગ તેલ માથામાં લગાવતા હોય છે.

પરંતુ થોડા સમય પછી કેમિકલ યુક્ત શેમ્પુના ઉપયોગથી વાળ ખરવાની સમસ્યા થવાનું શરુ થઈ જાય છે. ઘણા લોકો વાળને ખરતા અટકાવવા માટે વાળની ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે. તો આ લેખમાં તમને વાળ ખરતા અટકાવવા માટે ઘરેલુ ઉપાય જણાવીશું જે ઉપાયને અનુસરીને તમે વાળ ખરતા અટકાવી શકો છો. તો ચાલો જાણીએ આ ઘરેલુ ઉપાય વિષે.

વાળને ખરતા અટકાવવાના ઘરેલુ ઉપાય: સૌ પ્રથમ 2 ચમચી ઓલિવ ઓઈલ લઈને તેને ગરમ કરો. ત્યાર પછી 2 ચમચી દેશી શુદ્ધ મઘ અને 1 ચમચી તજ પાવડર મિક્સ કરીને બરાબર 2 થી 3 મિનિટ સુઘી હલાવી લો, હવે તેને નાહવાની 30 મિનિટ પહેલા માથાના વાળના મૂળમાં લગાવીને 5 મિનિટ સુઘી મસાજ કરો. ત્યાર પછી તેને 30 મિનિટ સુઘી રહેવા દો.

ત્યાર પછી જયારે તમે નાહવા જાઓ ત્યારે આયુર્વેદિક શેમ્પુનો ઉપયોગ કરીને વાળને ઘોઈ લો. જયારે નહાઈને બહાર આવો ત્યારે વાળને એકદમ કોળા કરી અને અડધી ચમચી એરંડિયું ઓઈલ અને કોપરેલ તેલને ગરમ કરી, થોડું ઠંડુ થઈ જાય ત્યારે તેને વાળના મૂળમાં સારી રીતે મસાજ કરો.

આ જ રીતે ઉપાય સતત 10 દિવસ કરવાથી તમારી વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે. આ ઉપાય એકદમ આયુર્વેદિક ઘરેલુ ઉપચાર છે જે આપણા વાળ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ ઉપાય કરવાથી વાળની મજબૂતાઈ વધવાની સાથે વાળ ચમકદાર અને સિલ્કી પણ બનશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *