વાળ ખરવાની સમસ્યા આજના સમયમાં દરેક વ્યક્તિ પરેશાન થઈ ગઈ છે, વાળ ખરવા તે એક ખુબ જ સામાન્ય સમસ્યા છે જે આપણા શરીરમાં પોષક તત્વોની કમી અને શરીરમાં હોર્મોન્સનું ઈનબેલેન્સ થવાના કારણે પણ વાળ ખરવાનું શરુ થાય છે.
આ સાથે વાતવરણમાં થતો ફેરફાર અને આપણી રૂટિન લાઈફ ચેન્જ થવાના કારણે વાળ પર અસર જોવા મળે છે. દરેક વ્યક્તિ વાળને સિલ્કી અને મજબૂત, લાંબા અને કાળા બનાવી રાખવા માટે ઘણી બધી બજારુ પ્રોડકટનો સહારો લેતા હોય છે.
બજારમાં મળતી વિવિધ પ્રોડક્ટ બદલ બદલ કરવાથી આ વાળને લગતી સમસ્યા થવાનું જોખમ વધુ રહેતું હોય છે. પાણીમાં થતા બદલવા અને વધારે પડતા સ્ટ્રેસ અને તણાવના કારણે પણ વાળ ખાવાનું શરુ થઈ જાય છે.
બજારમાં એવી ઘણી બધી પ્રોડક્ટ મળી આવે છે જે વાળને ખરતા રોકવા માટેના કેટલાક દવાઓ કરતા હોય છે. પરંતુ વાળને ખરતા રોકવા માટે આપણે કેટલીક નેચરલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ જેની મદદથી વાળને પૂરતું પોષણ પણ મળી રહે અને વાળ ખરતા રોકી શકાય.
આ માટે આજે અમે તમને એવા કેટલાક ઉપાય જણાવીશું જેનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસમાં તમને ખુબ જ સારું પરિણામ જોવા મળશે. તો ચાલો જાણીએ વાળને ખરતા રોકવા માટે શું કરવું જોઈએ.
વાળને ખરતા રોકવા માટે આપણે વાળની સારસંભાર રાખવી જોઈએ. આ માટે રોજે દિવસમાં બે વખત તેલ નાખવું જોઈએ આ માટે એરંડિયાનું તેલ અને નારિયેળના તેલને થોડું ગરમ કરી લો અને પછી તે ઠંડુ થાય ત્યારે તેને માથામાં લગાવી 5 મિનિટ માલિશ કરો.
આ તેલની મદદથી રોજે માલિશ કરવામાં આવે છે તો વાળના મૂળને જરૂરી પોષણ મળે છે જેથી વાળ મજબૂત અને સ્ટ્રોંગ બને છે. જેના કારણે વાળ ખરવા, વાળ સફેદ થવા જેવી અનેક સમસ્યા દૂર થાય છે. વાળને અંદરથી પૂરું પોષણ આપવા માટે રોજે પ્રોટીન અને વિટામિન થી ભરપૂર હોય તેવો ખોરાક લેવો જોઈએ.
જો તમે નાહવા જાઓ તે પહેલા તમારે લીમડાનું બનાવેલ પાણીનો ઉપયોગ કરવાનો છે, માટે તમારે સૌથી પેહલા એક ગ્લાસ જેટલું પાણી લઈ ગેસ પર ગરમ કરવા મુકો અને તેમાં 20-25 લીમડાના પાન ઉમેરો અને પાણી જયારે 1/4 ભાગ થઈ જાય ત્યારે તેને નીચે ઉતારીને ગાળી લેવાનું છે,
તે પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને સ્નાન કર્યા ના 30 મિનિટ પહેલા વાળમાં લગાવી દો, આ લીમડાનું બનાવેલ પાણી માથામાં લગાવશો તો માથામાં રહેલ બધો જ કચરો અને ડેન્ડ્રફ દૂર થઈ જશે. અને વાળને મજબૂત બનાવશે.
જો તમે પણ લીમડાનો ઉપયોગ આવી રીતે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ કરવાનો તો થોડા જ દિવસમાં વાળ ખરવાનું બંધ થશે સાથે વાળ કાળા અને મજબૂત બનશે. જો તમને પણ વાળને લગતી સમસ્યા હોય તો આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.