બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે તેમની વધતી ઉંમરની સાથે વધુ સુંદર, ફિટ અને યુવાન દેખાય છે. આ અભિનેત્રીઓની યાદીમાં મલાઈકા અરોરાનું નામ પણ આવે છે. મલાઈકા 48 વર્ષની ઉંમરમાં પણ એટલી યંગ અને ફિટ દેખાય છે કે તેને જોઈને કોઈ તેની અસલ ઉંમરનો અંદાજ લગાવી શકતું નથી.

તમે પણ ટીવી સીરીઅલમમાં ઘણી એક્ટ્રેસ ને જોતા હશો, અને તમને પણ મનમાં વિચાર આવતો હશે કે, કાશ હું પણ આટલી ફિટ હોત તો કેટલી સુંદર લાગુ. મહિલાઓને તેમની ફિટનેસ એટલી પસંદ હોય છે કે તેઓ તેમની વધતી ઉંમરમાં તેમની જેમ જ યુવાન રહેવા માંગે છે.

પરંતુ શું તમે જાણો છો કે મલાઈકાના યુવાન રહેવાના રહસ્યો શું છે? કદાચ તમે કહેશો કે મેકઅપ, પરંતુ તે સુંદરતા માટે છે, અહીંયા આપણે વાત કરી રહયા છીએ ફિટ રહેવાની. તો અમે તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા એક ફિટનેસ ફ્રીક અભિનેત્રી છે, જે પોતાની જાતને ફિટ રાખવા માટે દરરોજ યોગ અને કસરત કરે છે.

તેની ફિટનેસ દિનચર્યામાં વિવિધ પ્રકારના આસનોનો સમાવેશ થાય છે. મલાઈકા ચાહકોને ફિટ રહેવાની સાથે સાથે પોતાને ફિટ રાખવા માટે પ્રેરિત કરે છે અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના ફિટનેસ વીડિયો અને ફોટા શેર કરે છે.

જો તમે પણ વાધજતી ઉંમરની સાથે યુવાન રહેવા માંગતા હોવ તો આ યોગને દિનચર્યામાં સામેલ કરો. તો ચાલો જાણીએ, કે મલાઈકા અરોરા પાસેથી હલાસન યોગ કરવાની રીતો અને ફાયદાઓ વિશે.

હલાસન કેવી રીતે કરી શકાય : આ યોગ આસન કરવા માટે, પહેલા, તમારી હથેળીઓ જમીન પર રાખીને તમારી પીઠ પર સૂઈ જાઓ. ઊંડો શ્વાસ લો અને શ્વાસ છોડતી વખતે તમારી હથેળીઓને ફ્લોર પર દબાવો અને તમારા પગને છત એટલે ઉપરની તરફ ઉંચા કરો.

જો તમારું સંતુલન બગડી રહ્યું છે, તો વધારાના ટેકા માટે તમે તમારા હાથને તમારી પીઠ પર મૂકી શકો છો. હવે સંતુલન બનાવવા માટે તમે તમારા ઘૂંટણને પણ વાળી શકો છો.

ધીમે ધીમે અને આરામથી તમારા પગ પાછળ રાખીને ફ્લોરને સ્પર્શ કરવાનો પ્રયાસ કરો. હવે ધીરે ધીરે શ્વાસ લો. આસનમાંથી બહાર આવવા માટે ધીમે ધીમે તમારા હાથને તમારી પીઠમાંથી છોડો અને તમારા પગને જમીન પાછા લાવો.

હલાસન કરવાના ફાયદાઓ : હલાસન તમારી નર્વસ સિસ્ટમને શાંત કરે છે અને મગજ, શરીરમાંથી ટોક્સિન નીકાળવામાં મદદ કરે છે. આ આસન કરવાથી મેટાબોલિઝમ ઝડપી થાય છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ આસાન કરવાથી પાચન સુધરે છે. આ સાથે ચહેરા પર ચમક આવે છે અને કરચલીઓ મોડી આવે છે. મલાઈકાની જેમ તમે વૃદ્ધાવસ્થામાં પણ પોતાને યુવાન રાખવા માંગતા હોય તો રોજ હલાસન કરી શકો છો. આવી જ યોગ સબંધિત વધુ માહિતી મેળવવા માટે ગુજરાતફિટનેસ સાથે જોડાયેલા રહો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *