આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

હરડે ઔષધીનો રાજા ગણાય છે. તેના પોતાના નામ જેવા લક્ષણ છે. હર એટલે રોજ અને ડે એટલે દિવસ એટલે કે હરડે દરરોજ વપરાશમાં લેવી જોઈએ. તે પ્રકારના તેના ગુણ પણ છે. ભારત માં મળતી આ દિવ્ય ઔષધિ હરડેને સંસ્કૃતમાં હરીતકી કહેવામાં આવે છે.

હરડેના બે પ્રકાર હોય છે નાની અને મોટી તેનો રંગ કાળો અને પીળો હોય છે અને સ્વાદ એ જોઈએ તો તે ખાટું અને મીઠું હોય છે અને દેખાવમાં નાનકડી હોય છે. પરંતુ તે અનેક ગુણોથી ભરેલી છે. તેનું સેવન કરવાથી શરીર લાંબા સમય સુઘી મજબૂત બનેલું રહે છે અને હાડકાને તાકાત આપવાનું કામ કરે છે. આજે અમે તમને હરડેના ફાયદા વિશે જણાવીશું.

હરડે ત્રિદોષ નાશક છે. માટે હરડેને મઘ, ગોળ અને ઘી સાથે નિયમિત લેવાથી વાત. પિત્ત, કફ નો નાશ કરે છે. માટે દરરોજ એક હરડેનું સેવન કરવાથી અનેક રોગ સામે રક્ષણ મળે છે. હરડે અને ગોળ સરખા ભાગે મિક્સ કરીને ખાવાથી ઘણા રોગને દૂર કરવામાં મદદ મળે છે.

વાટેલી હરડે રેસ લગાડે છે બાફેલી હરડે જાડો રોકે છે અને હરડેને સેકીને લેવામા આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે એક ચમચી હરડેના ચૂરણમાં બે કિસમિસ એટલે કે સુકી દ્રાક્ષ સાથે લેવાથી એસિડિટીમાં રાહત થાય છે.

જો તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે હોય તો દરરોજ હરડેનું સેવન કરવાથી ચરબી ઓછી થાય છે અને તેનું સેવન વજનને પણ સરળતાથી ઉતારવામાં મદદ કરે છે.

હરડે દાંતમાં દુખાવો કોઈ વ્યક્તિને જ્યારે દાંતમાં દુખાવો થાય છે ત્યારે હરડેનું ચૂર્ણ બનાવીને પોતાના દાંત ઉપર લગાવવાથી દાંતનો દુખાવો ઓછો થવા લાગે છે અને આમ કરવાથી દાંત ને લગતી તમામ બીમારીઓમાં રાહત મળે છે.

હરસ માટે તો દુઝતા હરસ હોય તો જમ્યા પહેલા અને ગોળ ખાવા જોઈએ અને જો બહાર દેખાતા ન હોય તેવા હોય તો સવારે હરડે અને ગોળ ખાવા જોઈએ. જો ઉલટી ઉબકા થતા હોય તો હરડે મધ સાથે ચાટવી જોઈએ તેનાથી ઉલટી ઉબકા મા રાહત મળે છે.

આજના યુગમાં લગભગ મોટાભાગના લોકો કબજિયાતની બીમારીથી પીડાતા હોય છે. કબજિયાતની સમસ્યાથી પરેશાન લોકો માટે હરડે વરદાન જેવું છે માટે દરરોજ જમ્યા પછી એક હરડેનું સેવન પાચનક્રિયામાં સુધારો થાય છે અને પેટને લગતી દરેક સમસ્યા દૂર થાય છે.

હરડેના ચૂર્ણ માં ચપટી મીઠું મિક્સ કરીને ખાઓ આના સિવાય અડધો ગ્રામ લવિંગ અને તજ ની સાથે સેવન કરો તો તમને કબજિયાત મિનિટોમાં દૂર થાય છે. હરડે ચૂર્ણ ગોળ, ઘી, મઘ અને તેલ સાથે સરખા ભાગ લઈને બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો જીર્ણજ્વર ગેસ અપચો મટે છે.

તમને મોં માં સોજો આવી જાય ત્યારે હરડેના પાવડરના પાણીથી કોગળા કરવાથી મોમાં સોજામાં રાહત મળે છે. હરડેને વાટીને તેનો લેપ આંખોની આજુબાજુ લગાવવાથી આંખોના કાળા કુંડાળા દૂર થાય છે.

ખીલ ખરજવું દાદર માટે હરડે તેનું બારીક ચૂર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડા વગેરે ચામડીના રોગો અને રક્તને બગાડનાર રોગોમાં અડધીથી એક ચમચી હરડે ચૂર્ણ રોજ રાત્રે જમ્યા પછી ગરમ દૂધ અથવા નવશેકા પાણી સાથે લેવું.

વાળ માટે ઔષધિય ગુણ ધરાવતી આ હરડે ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક ટોનિક છે. હરડે નારિયેળના તેલમાં ઉકાળવું અને ત્યાં સુધી ઉકાળવું કે તે સારી રીતે મિક્સ થઈ જાય ત્યારે તેને વાળના મૂળમાં લગાવી દો. 20 મિનિટ પછી તેને ઘોઈ લો. આ ઉપાય કરવાથી તમારા વાળને ચમકીલા અને વધુ આકર્ષિત દેખાવા લાગશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *