હરડે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી વનસ્પતિ છે, ત્રિફળા ચૂર્ણ માં જોવા મળતા ત્રણ ફળમાંનું એક ફળ હરડે છે. તેનો ઉપયોગ કેટલાક ઘરેલુ ઉપચારમાં કરવામાં આવે છે, હરડેનો ઉપયોગ ઘણા વર્ષોથી થતો આવ્યો છે.
આયુર્વેદમાં હરડેનું સેવન કરવાના ઘણા બધા ચમત્કારી ફાયદાઓ થતા હોય છે, હરડેને ત્રિદોષ નાશક માનવામાં આવે છે. હરડે માત્ર પિત્તનું જ નહીં પરંતુ કફ અને વાત નું પણ સંતુલન જાળવી રાખે છે.
હરડે ને આયુર્વેદમાં સૌથી ઉત્તમ વનસ્પતિ માનવામાં આવે છે. હરડે પાચન સંબધિત સમસ્યાઓ દૂર કરવા ઉપરાંત અનેક રોગો મટાડવા માટે તેનો ઉપયોગ થતો આવ્યો છે. તો ચાલો હરડે ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
નિયમિત પણે તેનું સેવન કરવાથી પાચનતંત્રમાં સુઘારો થાય છે. તે કબજિયાત, ગેસ, અપચો જેવી પેટને લગતી તકલીફમાં ખુબ જ અસરકારક માનવામાં આવે છે. રોજે એક ગ્લાસ હુંફાળા ગરમ પાણીમાં 1-2 ગ્રામ હરડેના ચૂર્ણ નાખી પીવાથી પાચન સંબઘીત સમસ્યામાં રાહત મળે છે.
જો તમે ક્યાંય ગાડી કે બસમાં બહાર ગયા હોય અને ઉલ્ટી જેવી સમસ્યા થાય તો એક હરડે ખાઈ લેવાથી તે સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ઝાડા થયા હોય કે પછી ડાયેરિયા થયા હોય ત હરડેનું એવાં કરવાથી ફાયદો થાય છે.
પાઈલ્સ થવાં કારણે રક્તનોસ્ત્રાવ વધુ થતો હોય છે જેમાં હરડેના ચૂરણ નું સેવન કરવાથી પાઈલ્સ માં થતો દુખાવો અને રક્તસ્ત્રાવ થતો અટકાવે છે. જો તમે હરડેનું નિયમિત પણે સેવન કરો છો તો આંતરડામાં ભરાઈ ગયેલ વધારાનો બધો જ કચરો બહાર કાઢે છે.
જેના કારણે મળત્યાગ કરતી વખતે પડતી તકલીફમાં રાહત મળે છે અને બેસતાની સાથે જ મળ છૂટો પડી જાય છે અને પેટ એકદમ સાફ કરી હલકું કરી દેશે. પેટની વઘી ગયેલ ચરબી અને વજન ને ઓછું કરવા માટે હરડે ફાયદાકારક માનવામાં આવે છે.
આ ઉપરાંત હૃદયને લગતી બીમારીઓ માટે હરડેનું સેવન કરવું જોઈએ. હરડે ખાવાથી બ્લડ સુગર લેવલને જળવાઈ રહે છે. હરડેનું સેવન કરવાથી શરીરમાં થતા દુખાવા અને માથાના દુખાવામાં આરામ આપે છે.
આ સિવાય હરડેનું સેવન કરવાથી ઘણી બઘી બીમારીઓમાં ફાયદાકારક છે. તમે પણ હરડે ખાઈને નાની મોટી અનેક બીમારીઓ થી છુટકાળો મેળવી શકો છો.