આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

ધૂમ્રપાન કરવાથી નુકશાન થાય છે એ ખબર હોવા છતાં લોકો ધૂમ્રપાન છોડવા તૈયાર હોતા નથી. આજનો માણસ વિચારવાનું ઓછો અને વ્યસન કરવામાં પોતાનો વધુ સમય પસાર કરે છે. આજના સમયમાં દરેક શહેર કે ગામડામાં ગલીએ ગલીએ પાનના ગલ્લા મળી રહે છે.

આથી આજના નાની વયના લોકો પણ ગુટકા, તમાકુ, સ્મોકિંગ, માવા વગેરે જેવા વ્યસનો કરવા લાગ્યા છે. વ્યસન કરવાથી વ્યક્તિને થોડા વર્ષોમાં નુકશાન જણાતું નથી પરંતુ સમય જતા તમારું વ્યસન તમારા ફેફસાને ખોખલા કરી નાખે છે. કોઈ પણ વ્યસન કરવાથી શરીરમાં થોડા અંશે પણ નુકશાન તો થાય જ છે.

અહીંયા તમને વ્યસનથી થતા નુકશાનથી તમે કેવી રીતે થોડા અંશે બચી શકો છો તે વિષે જણાવીશું. વ્યસનથી થતા નુકશાનને તમે 100% રોકી શકતા નથી પરંતુ અહીંયા જણાવેલ ઉપાયથી તેની આડ અસરોને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. તો ચાલો જાણીએ.

શરીરમાં બધા પોષકતત્વો શરીરની જરૂરિયાત પ્રમાણે રહેલા હોય છે પરંતુ ધૂમ્રપાન કરવાથી વિટામિન સી, વિટામિન ઇ, કેલ્શિયમ, ઓમેગા -3 ફેટી એસિડ્સ, ઝિંક, ફોલેટ વગેરે જેવા પોષક તત્વોની શરીરમાં ઉણપ થવા લાગે છે. આ તત્વોની ઉણપ થવાથી શરીરમાં ધૂમ્રપાનની વધુ અસર થાય છે.

આ તત્વોની ઉણપને દૂર કરવા માટે વિટામિન-સીથી ભરપૂર ખોરાક લેવાનું શરુ કરવું જોઈએ. ધૂમ્રપાનની આડઅસર ઓછી કરવા અને શરીરમાં નબળી થયેલી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે વિટામિન-સીથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. વિટામિન સીથી ભરપૂર ખોરાકમાં તમે નારંગી, લીંબુ, બ્રોકોલી જેવા ખોરાકનો સમાવેશ કરી શકો છો.

ધૂમ્રપાનની આડઅસરને રોકવા માટે લીલી શાકભાજીનું સેવન કરવું જોઈએ. તમારા ડાયટમાં લીલા શાકભાજી નો સમાવેશ કરીને ધૂમ્રપાનની અસરને ઘણી હદ સુધી રોકી શકો છો. જો તમે લસણનો સમાવેશ કરો છો તો લસણ પણ તમને ફાયદાકારક સાબિત થાય છે કારણકે તેમાં રહેલા કૈરોટિનોઈડ્સ અને લસણ કેંસરીકૃત ટ્યૂમરથી બચાવ કરી શકે છે.

સ્મોકિંગ કરનારા લોકોમાં ખરાબ કોલેસ્ટ્રેલ વધવાનો ખતરો વધી જાય છે. આ સાથે શરીરમાં વિટામિન ઈની ઉણપ થવા લાગે છે જેના લીધે તમારી સ્કીન અને હેયર ડેમેજ થવા લાગે છે. વિટામિન ઈની ઉણપ દૂર કરવા માટે તમારે ડાયટમાં વિટામિન ઈથી ભરપૂર સૂરજમુખીના બીજનો સમાવેશ કરવો જોઈએ.

સ્મોકિંગના કરવાથી ઓમેગા -3 ફેટી એસિડ ડેમેજ થાય છે જેની સીધી અસર મગજ પર થાય છે અને મગજ નબળું બને છે. જો તમે સ્મોકિંગ કરો છો તો તમારા ડાયટમાં ચિયાના બીજ, અળસીના બીજ, રાજમા, સેલ્મન માછલી જેવા ફૂડ્સનો સમાવેશ કરો.

ધૂમ્રપાન કરનારા લોકોએ ગ્રીન ટીનું સેવન કરવું ખુબજ જરૂરી બની જાય છે. ગ્રીન ટીમાં એન્ટી ઓક્સીડન્ટ્સ રહેલા હોય છે જે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે અને તમારા શરીરમાં રહેલા હાનિકારક કેમિકલ્સ બહાર નીકળે છે.

આજના સમયમાં તમારી આસપાસ પુરુષો સાથે મહિલાઓ પણ વ્યસનના રવાડે ચઢી ગઈ છે જે તમે તમારી આજુબાજુ જોતા હશો. કોઈ પણ વ્યસન કે નશો કરવાથી શરીરમાં 100% નુકશાન થાય છે તેથી જો તમે વ્યસન કરો છો તો આજથી જ તમારી આ ખોટી આદત છોડી તમારી હેલ્ધી અને સ્વસ્થ જિંદગી જીવવાની આજથી નવી શરૂઆત કરો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *