દરેક વ્યક્તિની જીવન જીવવાની જીવન શૈલી અલગ અલગ હોય છે જેમાં ઘણા લોકો લાંબા સમય સુધી સ્વસ્થ રહેવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે, જેમાં તે લોકો આહારનું ઘ્યાન રાખવાની સાથે હળવી કસરત, યોગા અને સૂર્ય નમસ્કાર પણ કરતા હોય છે.
આજે અમે તમને એવી જ કેટલીક ટિપ્સ વિષે જણાવીશું જેને રોજિંદા જીવનમાં ફોલો કરી લેશો તો હંમેશા માટે સ્વસ્થ રહેવાની સાથે તમે એકદમ ફિટ મેહસૂસ કરશો. જીવન છે તે જીવવા માટે આપ્યું છે જેથી તેને યોગ્ય રીતે અને તેને અનુકુર જીવન જીવવાથી શરીર સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
સ્વસ્થ રહેવાની ટિપ્સ:
1. આ માટે સૌથી પહેલા સવારે ઉઠીને બે મિનિટ પથરીમાં બેસીને જ ભગવાનના નામનું સ્મરણ કરો, ત્યાર બાદ જ પથારીમાંથી ઉભા થાઓ. 2. ઉભા થઈને સીઘા તમારે મોં ને સાફ કરવા માટે માટલાના પાણી લઈને ઘોઈ લેવો. આ સમયે કોગળા કરવા નહીં, મોં માં બનેલ લાળ(થુંક) ને ગળી જવાનું છે.
3. એક ગ્લાસ હૂંફાળું પાણી ગરમ કરી લેવાનું છે અને તે પાણીને નીચે બેસીને ઘુંટડે ઘુંટડે પીવાનું છે. જે શરીરઆ બધા જ વધારાના કચરાને સાફ કરી પેશાબ વાટે બહાર નીકાળી દેશે. 4. ત્યાબાદ તમે સારી રીતે બ્રશ કરી મોં ને અંદરથી સાફ કરી લો.
5. સવારે થોડો સમય નીકાળી કસરત, યોગા, વોકિંગ માટે જાઓ, જે શરીરના દરેક અંગોને સ્વસ્થ રાખશે અને લોહીના પરિવહન ને સુધારવામાં મદદ કરશે. 6. સવારનો નાસ્તો હેલ્ધી અને પૌષ્ટિક હોય એવો ખાવો જોઈએ જે આખો દિવસ શરીરને ઉર્જાવાન બનાવી રાખશે.
7. બપોરનું ભોજન ભારે થઈ જાય તો તે ને પચાવવા માટે ભોજન પછી છાશ અથવા દહીંનો સમાવેશ કરવો જોઈએ જે ખોરાકને ઝડપી પચાવામાં મદદ કરશે. 8. સાંજે તમને ભૂખ લાગે ત્યારે કોઈ પણ ફળનું સેવન કરવું જોઈએ જે શરીરને જરૂરી પોષણ પૂરું પાડશે.
9. રાત્રિનો ભોજન હળવો લેવો જોઈએ, જેથી પચવામાં આસાની રહે છે. 10 રાત્રે ભોજન કર્યા પછી વજ્રશન યોગાસનમાં 10 મિનિટ બેસવું જોઈએ.11. સવારે, બપોરે અને રાત્રીના ભોજન પછી એક ચમચી વરિયાળી, અળસી ખાવી જોઈએ.
12. રાત્રીના ભોજન પછી હંમેશા માટે ચાલવાનું રાખવું જોઈએ. 13. રાતે સુવાના પહેલા પગના તળિયામાં સરસવના તેલની માલિશ નિયમિત પણે કરવી જોઈએ જેથી ખુબ જ સારી ઊંઘ પણ આવશે અને ઘણા રોગોને દૂર કરવામાં મદદ કરે છે.
પગના તળિયામાં માલિશ કરવાથી આખા દિવસનો થાક પણ ઉતરી જશે અને એકદમ ફ્રેશ અને તણાવ મુક્ત કરી દેશે. 14. રાતે સુતા પહેલા દૂધ પીવાથી પણ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે,જે હાડકાને મજબૂત બનાવી લાંબા સમય સુઘી હેલ્ધી અને સ્ટ્રોંગ રાખે છે.
15. બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી ઘરનું હેલ્ધી અને પૌષ્ટિક આહાર ખાવાનું ચાલુ રાખો જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખશે. 16. લીલા શાકભાજી, ફળો અને ડ્રાય ફ્રુટ્સને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
જો તમે આ ટિપ્સને રોજિંદા જીવનમાં અપનાવી લેશો તો લાંબા સમય સુધી સ્વસ્થ અને હેલ્ધી રહેશો.