આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આ નાના દેખાતા પાનના ઉપયોગ ભારતીય રસોડામાં સદીઓથી કરવામાં આવે છે. ઘણા સંશોધન માં એવું જણાવે છે કે આ પાન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક છે. જ્યારે કેટલાક લોકો એવું પણ માને છે કે આ પાનનો ઉપયોગ માત્ર ને માત્ર ભોજનમાં મસાલામાં જ ઉપયોગ થાય છે. એક વિજ્ઞાનિક અનુસાર એવું જાણવામાં આવ્યુ છે કે આ પાનના ધૂમાડો કરવામાં આવે તો તણાવમાંથી મુક્તિ મળે છે.

આ પાન ને તમાલપત્ર તરીકે ઓળખવામાં આવે છે. આ પાનનો ઉપયોગ ભોજનના સ્વાદ વધારવા ઉપયોગ થાય છે. આ પાનની અંદર એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ફંગલ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ફેટ ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને વિટામિન-C જેવા તત્વો આવેલ છે. ચાલો જાણીએ કે આ પાનના ઉપયોગથી સ્વાસ્થ્યને કયા ફાયદાઓ થાય છે તે જાણીએ.

શરદી અને ફ્લૂમાં રાહત : આ એક એવી સમસ્યા છે જે કોઈ પણ વ્યક્તિને કોઈ પણ સમયે થઇ શકે છે. તમે શરદી અને ફ્લૂ આ બંનેથી છુટકાળો મેળવવા માટે આ પાનનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે એક તપેલીમાં થોડું પાણી નાખીને ઉકાળવા નું અને તેમાં 2-3 તમાલપત્ર ના પાન નાખવા અને થોડું ઉકાળીને તેનું સેવન કરવું. આ તમને શરદી, ઉધરસ, માથાનો દુખાવો, નાક માંથી પાણી આવવું અને છીંક આવવા જેવી સમસ્યાઓથી તરત જ રાહત આપશે.

માથાનો દુખાવો : આજના ભાગદોડ ભરેલી જીવનશૈલી માં લોકો વારંવાર તણાવ ભર્યા માહોલમાં રહેવા લાગે છે, જેના કારણે માથામાં અતિસય દુખાવો શરૂ થાય છે. આ સિવાય માથાનો દુખાવો તડકો અથવા અન્ય કોઈ કારણસર પણ થાય છે. આવામાં તમાલપત્રના પાનનો ઉપયોગ કરવો ખુબ જ ફાયદાકારક સાબિત થશે છે. આ માટે તમે તમાલપત્રને પાણીમાં નાખી ને તેની પેસ્ટ બનાવવી અને તે પેસ્ટ ને કપાળ પાર લગાવવી આમ કરવાથી માથાનો દુઃખાવામાં ધણી રાહત મળશે.

ધા મટાડવા : રમતી વખતે અથવા કોઈ કામ કરતા સમયે પડી જવા થી ઇજા થવી બહુ સ્વાભાવિક છે. પરંતુ ઘણીવાર આ ઇજાને મટાડવામાં ઘણો બધો સમય લાગી જાય છે. આવી પરીસ્થિતિમાં જો તમને ઈજા થાય તો તમે આ પાનનો ઉપયોગ કરી શકો છો. ખરેખર પાનમાં અર્કમાં હાઈડ્રોક્સીપ્રોલાઇન નામનું તત્વ આવેલ હોય છે જે ઘા ને મટાડવામાં ઘણું મદદરૂપ થાય છે. આને કારણે તમારો ધા ઝડપથી રુઝાવા લાગે છે.

દાંત ચમકાવામાટે : આજના સમયમાં પણ મોંઘી ટૂથપેસ્ટનો ઉપયોગ કર્યા પછી પણ દાંત પીળા જ રહે છે. પરંતુ આ પાનનો ઉપયોગ કરવાથી તમારા દાંત ચમકવા લાગશે. આ માટે તમારે માત્ર આ પાનનો પાવડર કરી તેને સવારે અને સાંજે દાંત પાર લગાવીને સાફ કરો. જો તમે આ ઉપાયને નિયમિતપણે કરો છો તો તમારા દાંત ચમકવા લાગશે. અને દાંત મજબૂત બનશે.

પેઢામાં આવેલ સોજો દૂર કરવા : ધન લોકો એવા હોય છે જેમને પેઢા માં દુખાઓ રહેતો હોય છે. આવી પરીસ્થિતિમાં ઘણી દવા ખાવાથી પણ છુટકારો નથી મળતો. પરંતુ આ તમાલપત્રના ઉપયોગથી તે આ બધી સમસ્યાથી સમાધાન મેળવી શકાય છે. આ માટે તમારે માત્ર તમાલપત્રની દાંડી ને ચાવવાની રહેશે. જો તમે આ ઉપાય નિયમિતપણે કરશો, તો પેઢમાંથી નીકળતું લોહી સાવ બંધ થઈ જશે અને તેના સાથે દુખાવામાં પણ રાહત થશે.

ડાયાબિટીસ : તમાલપત્રના ઝાડની છાલનો પાવડર 2 ગ્રામ માત્રામાં લઈને પાણીમાં નાખો અને આશરે અડધો કલાક સુધી રાખો અને ત્યારબાદ તેનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓ માટે અતિઉત્તમ છે. તમાલપત્રના ની જે ઝાડ હોય તેની છાલનો પાવડર હૃદય રોગના દર્દી માટે ખુબ જ વરદાનરૂપ માનવામાં આવે છે.

અસ્થમા : ઘણા લોકોને ઘણીવાર વાતાવરણમાં પરિવર્તન આવતાં જ શ્વાસ લેવાની સમસ્યા ખુબ જ વધી જાય છે. આવી પરીસ્થિતિમાં તે 2 પાન તમાલપત્ર, 2 પાન પીપળાનાં, આદુ અને મુરબ્બો ચાસણીની પેસ્ટ બનાવીને તેનું સેવન કરી શકાય છે. તેનાથી દમઅને અસ્થમાની સમસ્યા ઓછી થવા લાગે છે.

ફંગલ ઇન્ફેક્શન : ત્વચા પર ધણીવાર ફંગલ ઇન્ફેક્શન ખૂબ જોખમી હોય છે. તેથી તેનાથી બચવા માટે લોકો સામાન્ય રીતે ધણી દવાઓનું સેવન કરે છે પરંતુ તેનાથી તેને કોઈ પણ ફાયદો થતો નથી. તેથી વિપરિત તમાલપત્રમાં એન્ટી-ફંગલ ગુણો હોય છે, જે ત્વચાને લગતા ફંગલ ઇન્ફેક્શનને દૂર કરે છે.

આ પાનનો ઉપયોગ કરવાથી સ્વાથ્યને ઘણો બધો ફાયદો થાય છે, તમારામાંથી કોઈ ઉપરોકત બીમારી અસર કરતી હોય તો તેમાં તમે આ પાનનો ઉપયોગ કરી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમારી બીમારીઓમાં જલ્દીથી રાહત અપાવે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *