ડ્રાયફ્રૂટ્સમાં ઘણા બધા પોષક તત્વો અને વિટામિન્સ ભરપૂર માત્રામાં મળી આવે છે. જે શરીરને ઉર્જા આપે છે અને શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ને વધારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ કયા ડ્રાયફ્રૂટ્સ નું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
હાલમાં ચાલી રહેલ વરસાદની ઋતુમાં વાયરલ ઈન્ફેક્શન ની જોખમ વધુ રહેતું હોય છે, માટે હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવા માટે આ ડ્રાયફ્રૂટ્સ ખુબ જ મદદ કરશે. આ સીઝનમાં ખાવા પીવામાં ખુબ જ ઘ્યાન રાખવું ખુબ જ જરૂરી છે,
આ ઋતુમાં શરીરને સ્વસ્થ બનાવી રાખવા માટે ફળો, શાકભાજી, ફળોનું જ્યુસ નું સેવન કરવું જોઈએ. જે શરીરને જરૂરી એનર્જી પુરી કરી છે, અને શરીર ને તંદુરસ્ત અને હેલ્ધી બનાવી રાખે છે. આ ડ્રાયફ્રૂટ્સ અનેક રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. તો ચાલો જાણીએ કયા ડ્રાયફ્રૂટ્સ ખાવા જોઈએ.
બદામ: બદામમાં ભરપૂર માત્રામાં ઓમેગા- 3 ફેટી એસિડ અને એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે, જે શરીરના ઉત્પન્ન થતા વાયરલ બેક્ટેરિયાનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. માટે રોજે 7-8 પલાળેલી બદામનો સમાવેશ કરવો જોઈએ, જે આ સીઝનમાં થતી વાયરલ બીમારીઓ દૂર કરે છે.
કાજુ: કાજુમાં વિટામિન-બી6, વિટામિન-ઈ, વિટામિન-સી જેવા મહત્વ પૂર્ણ તત્વ મળી આવે છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. આ ડ્રાયફ્રૂટ્સ નું સેવન અનેક વાયરલ બીમારીઓ દૂર કરવામાં ખુબ જ ઉપયોગી સાબિત થશે. કાજુ ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરી હૃદયને સ્વસ્થ ને હેલ્ધી બનાવે છે.
કિસમિસ: કિસમિસમાં આયર્ન નો ખુબ જ સારો સ્ત્રોત મળી આવે છે, આ સિવાય તેમાં કેલ્શિયમ, વિટામિન-સી, પોટેશિયમ જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે. આ સિવાય તેમાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે જે વાયરલ રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે. તેનું નિયમિત સેવન કરવાથી લોહીની ઉણપ પણ દૂર થાય છે. કિસમિસ પેટને સાફ કરી કબજિયાત માંથી છૂટકારો અપાવશે.
અખરોટ: તેમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ, પોટેશિયમ સારી માત્રામાં હોય છે, અખરોટ રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે મગજને તેજસ્વી બનાવી રાખે છે. જે માનસિક તણાવ અને ડિપ્રેશન ને દૂર કરે છે. તે હૃદયના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
ડ્રાયફ્રૂટ્સમાં મળી આવતા તત્વો શરીરને ભરપૂર શક્તિ આપે છે જે અનેક નાની મોતીઓ બીમારીઓ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. ડ્રાયફ્રૂટ્સ ને વરસાદની સીઝનમાં ખાવાથી નાની મોટી બીમારીમાં રાહત મળે છે.