આપણા સ્વાસ્થ્ય માટે ફળોનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. આપણે દરેક વ્યક્તિને ફળોને આહારમાં સમાવેશ કરીને સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે અંગે કૂચ કરવી જોઈએ. દરેક વ્યકતિ જો દરેક ઋતુમાં આવતા ફળોનું સેવન કરશે તો જીવશે ત્યાં સુઘી તેમના શરીરમાં કોઈ પણ રોગ પ્રવેશ કરશે નહિ.
ઘણા લોકો સાંજે અને રાત્રીના સમયે ફળોનું સેવન કરતા હોય છે. તમને જણાવી દઉં કે સાંજે અને રાત્રીના સમયે ફળોનું સેવન કરવા કરતા જો સવારે કરવામાં આવે તો તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થાય છે. ફળ ખાવાનો સાચો સમય 10 થી 11 વાગ્યા નો છે. માટે તમે સવારનો બ્રેક ફાસ્ટ કર્યા પછી આ સમયે ફળનું સેવન કરવું ઉત્તમ માનવામાં આવે છે.
આપણે જયારે બીમાર થઈ જઈએ છીએ ત્યારે પણ આપણે ડોક્ટર પણ ફળોનું સેવન કરવાનું કહેતા હોય છે. તેવામાં આપણે સફરજન, મોસંબી, કીવી, ચીકુ, અનાનસ, પપૈયું, ડ્રેગન ફૂટ્સ જેવા અનેક ફળોનું સેવન કરતા હોય છે.
ફળોમાં વિટામિન-સી, કેલ્શિયમ, ફોલિક એસિડ, સાઈટ્રીટ એસિડ, ફાયબર, પોટેશિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, ઝીંક, આયર્ન, વિટામિન-એ, વિટામિન-ઈ, પ્રોટીન જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે.
રોજ એક ફળનું સેવન ખાવાથી આપણું હૃદય, કિડની, લીવર, ફેફસા આંખો જેવા દરેક અંગો સ્વસ્થ રહે છે. ફળોનું નિયમિત સેવન કરવાથી હૃદયને લગતા રોગો થતા નથી. ફળોનું નિયમિત સેવનથી કિડની અને લીવર બંને સ્વસ્થ રહે છે. ખાટા ફળોનું સેવન કરવાથી ફેફસા અને આંતરડા પણ ચોખા અને સાફ રહે છે.
જો વજન ને ઘટાડવા માંગતા હોય તો ડાયટમાં વિવિધ ફળોનો સમાવેશ કરવો જોઈએ. કારણકે તેમાં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે જેથી ભૂખ ઓછું લાગે છે. આ ઉપરાંત ફળોમાં કેલરી ઓછી હોય છે. માટે ડાયટમાં ફળોનો સમાવેશ કરીને વજન ઘટાડી શકાય છે. વજનને ઘટાડવામાં ફળો ખુબ જ ઉપયોગી છે.
ફળોનું સેવન કરવાથી આપણા શરીરમાં નબળી પડી ગયેલ રોગપતિકારક શક્તિમાં વઘારો કરે છે. આપણા શરીરમાં ઈમ્યુનિટી વઘવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે. આ ઉપરાંત ફળોનું સેવન કરવાથી આખો દિવસ ફ્રેશ રહે છે અને કામ કરવામાં પણ મન લાગેલું રહે છે.
ફળોનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર શક્તિ મળી આવે છે. જે કોઈ પણ કામ પૂર્ણ કરવામાં ઉતેજીત કરે છે. આ ઉપરાંત કોઈ પણ કામ કરવામાં થાક અને કમજોરીનો અહેસાસ થતો નથી. જેથી કોઈ પણ કામ સરળતાથી પૂર્ણ કરી શકાય છે.
ફળોનું સેવન કરવાથી નબળી પડી ગયેલ પાચન શક્તિને મજબૂત બનાવે છે. તેમાં રહેલ ફાયબર પાચનશક્તિને સુઘારે છે. પાચન ક્રિયામાં સુધારો થવાથી પેટની સમસ્યા જેવી કે કબજિયાત, ગેસ, અપચો, એસીડીટી જેવી સમસ્યાને દૂર કરી દે છે.
અમુક ફળો એવા પણ હોય છે જે ખાટા હોય છે તેમાં ભરપૂર માત્રામાં વિટામિન-સી મળી આવે છે. જે આપણા શરીર માટે ખુબ જ આવશ્યક તત્વ માનવામાં આવે છે. માટે ખાટા ફળોને આહારમાં સમાવેશ કરવો સૌથી શ્રેસ્ટ માનવામાં આવે છે.
વિટામિન-સી થી ભરપૂર ફળોનું સેવન કરવાથી મૂડમાં સુઘારો થાય છે. હા તે એકદમ સાચું છે. જો તમે આહારમાં બ્યુ બેરી, સ્ટ્રોબેરી, કીવી જેવા ફળોનું સેવન કરશો તો તમારા મૂડમાં ચોકકસ સુધાર આવશે અને તણાવ, ચિંતા, સ્ટ્રેસ, ડિપ્રેશનની સમસ્યા હશે તેને ઘીરે ઘીરે ઓછી કરી દેશે. આ ફળોનું સેવન કરવાથી શરીરમાં ભરપૂર શક્તિ અને સ્પૂર્તિ મળી રહે છે.
તમને જણાવી દઈએ કે ફળોમાં સારી માત્રામાં પાણી મળી આવે છે. જે આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે. જેથી આપણું શરીર તાજગી ભર્યું રહે છે. ફળો ખાવામાં ખાટા મીઠા હોય છે જેથી તેનું સેવન દરેક વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક છે. નાના મોટા દરેક વ્યક્તિ ફળોનું સેવન કરી શકે છે.
જો તમે પણ લાંબા સમય સુઘી સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહેવા ઈચ્છતા હોય તો દરરોજ સવારે એક ફળનું સેવન કરવું જોઈએ. જે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી સાબિત થશે. કુદરતી રીતે મળી આવતા ફળોનું સેવન કરવું આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે.