નવરાત્રી નો તહેવાર દરેક લોકો નો સૌથી પ્રિય તહેવાર છે. નવરાત્રીમાં ગરબા રમવાની મજાજ કંઈક અલગ જ છે. ગરબા રમતી વખતે જે આનંદ અને ઉત્સાહ હોય છે જેના લીધે સ્વાસ્થ્ય ને અનેક લાભ પણ થાય છે.

ગરબા રમવાથી શરીરના દરેક અંગો ને કસરત છે. ગરબા રમતી વખતે કમરનો દુખાવો, હાથ પગના દુખાવા જેવા અનેક દુખાવા પણ દૂર થઈ જાય છે. ખરેખર ગરબા રમવા વજન થી લઈને અનેક રોગના ઉપચારમાં ઉપયોગી છે.

જગતમાં ગરબાને એરોબિક્સ સમાન ગણવામાં આવે છે. ગરબા રમવા માટે સારી ઉર્જાની જરૂર હોય છે. તેનો વધુ ફાયદો લેવા માટે આહાર સારો હોવો જોઈએ. તમે એવી વસ્તુનું સેવન કરો જેમાં પાણીની વધારે માત્રામાં હોય જેથી તમને ભરપૂર ઉર્જા મળી રહે.

ગરબા રમવાના ફાયદા : (1) પાતળી કમર માટે: જો તમારી કમરમાં ચરબી વધારે હોય તો ગરબા રમવા તમારા માટે સૌથી શ્રેષ્ઠ કસરત હશે. જેથી તમારી કમરની ચરબી પણ ઘટાડવામાં મદદરૂપ થશે.

(2) તણાવ દૂર થાય : ગરબા રમવાથી શરીરને સંપૂર્ણ કસરત મળે છે. ગરબાના સુર-સંગીત અને તેના પર ડાન્સ કરવાથી મગજમાં સારા હોર્મોન્સ બહાર નીકળવા લાગે છે. જેના કારણે તણાવનું સ્તર ઓછું થાય છે. સમૂહમાં ગરબા રમવાથી એક અલગ આનંદ મળે છે જે મનને શાંત કરે અને તણાવ દૂર કરવામાં મદદ કરે છે.

(3) વજન ઓછું કરવા : જો તમે માત્ર 20 મિનિટ સુધી ગરબા રમો તો 240 થી 310 કેલરી બળે છે. જેથી વજન સરળતાથી ઓછું થઈ છે. આ ઉપરાંત જો તમે 40-45 મિનિટ ગરબા રમો તો આશરે 500 થી 550 કેલરી બળે છે. જેથી વજન ઝડપથી ઘટી શકે છે.

(4) શરીરને લવચીક બનાવવું : ગરબા રમતી વખતે હાથ થી પગ સુધી અને માથા થી કમર સુધી દરેક અંગ કામ કરે છે. જેથી શરીર માં ધણી રાહત થાય છે અને સાંધાના દુખવા પણ ઓછા થઈ જાય છે.

(5) યાદશક્તિ વધારે : દરેક ઉંમરના લોકો માટે ગરબા રમવા ફાયદાકારક સાબિત થાય છે. ગરબા રમવાથી મગજમાં સ્થિર હિપ્પોકેમ્પસ મગજને નિયંત્રિત કરવાનું કામ કરે છે અને મગજ ની યાદશક્તિ માં વધારો કરે છે.

(6) આત્મવિશ્વાસ વધારો કરે : દરેક વ્યક્તિએ મનને શુદ્ધ કરવા માટે ગરબા રમવા જ જોઈએ. જે સ્નાયુઓને ટોન કરે છે. જે ચહેરાને ચમક આપે છે અને મનને ખુશ ખુશાલ કરી દે છે. જેથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે. આ નૃત્ય કરવાથી સકારાત્મક ઉર્જા માં વધારો થઈ છે અને નકારાત્મક વિચારોને દૂર કરી દે છે.

(7) હૃદય માટે : ગરબા અને નૃત્ય કાર્ડિયો તરીકે નું કામ કરે છે જેથી તે હૃદયને સ્વસ્થ રાખવામાં ખુબ જ મદદ કરે છે. તે કસરતનું પણ એક સ્વરૂપ છે જે ફેફસાના કાર્યમાં વિકાસ કરે છે જેના લીધે વ્યક્તિને શ્વાસ લેવાની સમસ્યાઓ થતી નથી.

ગરબા રમવા માટે શરીરમાં ઉર્જા રહેવી ખુબ જરૂરી છે. જેના માટે તમારે પ્રોટીન, ખનીજ, વિટામિન થી ભરપૂર આહાર લેવો જોઈએ. ગરબા રમતા પહેલા આ વસ્તુનું સેવન અવશ્ય કરવું જોઈએ.

નારંગી, ખજૂર, કેળા આ ત્રણ વસ્તુ ખાવી જોઈએ. આ ઉપરાંત તમે આહારમાં ઈંડા, સોયાબીનથી બનેલી વસ્તુઓ ખાવી. દૂધ અને તેમાંથી બનેલ વસ્તુ પણ ખાવી જેથી તમને વિટામિન-ડી ઉણપ ના થાય. ગરબા રમવાથી કોઈ નુકશાન નથી થતું. માટે દરેકે ગરબા રમવા જ જોઈએ અને ખુબ જ એંજોય કરવો જોઈએ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *