આજે અમે તમને જણાવીશું પાણીમાં હિંગ નાખીને પીવામાં આવે તો તેનાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. હિંગનો ઉપયોગ રસોઈનો સ્વાદ વઘારવા થાય છે. હિંગ સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ લાભદાયક છે. તેમાં એન્ટી વાયરલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણધર્મો રહેલા છે.
હિંગનું પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે સારું છે. હિંગને ભોજનમાં નાખવામાં આવે તો પાચન ક્રિયા પણ સારી રહે છે. જેથી પેટને લગતા રોગો દૂર રહે છે. હિંગ પાણી પીવામાં આવે તો હંમેશા શરીરને સ્વસ્થ અને હેલ્ધી રાખે અને લાબું જીવન જીવવા માં પણ મદદરૂપ સાબિત થાય છે. તો ચાલો જાણીએ હિંગ પાણી પીવાથી થતા ફાયદા.
પેટની સમસ્યા : પેટની સમસ્યા જેવી કે ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યામાં ફાયદાકારક છે. માટે જયારે પેટને લગતી સમસ્યા થાય ત્યારે હિંગ પાણી પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. એ પેટ સાફ રાખવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા : પેટની વઘારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. બહારનું વઘારે ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વઘે છે. માટે વજને ધટાડવા અને શરીરમાં વઘારાની ચરબીને ઓગાળવા માટે હિંગ પાણી પીવું જોઈએ. હિંગ પાણીના સેવનથી વજન સટાસટ ઉતરવા લાગશે.
હિંગ પાણીનું સેવન કરવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલને બહાર કરવા માં મદદ કરે છે. પાચન શક્તિ સુઘારવા : શરીરમાં હાનિકારક ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે જેથી પાચન ઝડપ થી થાય છે. અને પાચનતંત્ર મજબૂત થાય છે.
શરદી અને ફલૂ માટે : અત્યારે હાલમાં ચાલી રહેલી ઠંડી ના કારણે શરદી, ખાંસી અને ફલૂ ની સમસ્યા થતી હોય છે. શરદી અને ખાસીના કારણે ગાળામાં ઈન્ફેક્શન થતું હોય છે ત્યારે હિંગ પાણી પીવામાં આવે તો જલ્દીથી રાહત મેળવવા માં મદદ કરે છે.
માથાના દુખાવા માટે : માથાના દુખાવામાં હિંગ ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. હિંગ માં બળતરા વિરોધી ગુણધર્મો આવેલ છે. જે માથાની રક્તવાહીની નો સોજો ઘટાડીને રક્તનું પરિભ્રમણ વઘારવામાં મદદ કરે છે. જેથી હિંગ પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
પીરિયડસના દુખાવામાં રાહત : હાનિ વખત મહિલાઓમાં આ સમસ્યા વઘારે પરેશાન કરતી હોય છે. જયારે મહિલા પિરિયડસમાં હોય ત્યારે પેટના દુખાવાથી છૂટકાળો મેળવા માટે હિંગ સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે. હિંગ નું સેવન કરવાથી લોહી પાતળું થાય છે અને લોહીનો પ્રવાહ જાળવી રાખવા માટે મદદ કરે છે જેથી મહિલાઓને પીરિયડસના દુખાવામાં રાહત મેળવવા માટે હિંગ પાણીનું સેવન કરવું જોઈએ.
બ્લડ સુગરમાં નિયંત્રણ : આ એક બહુ મોટી બીમારી કહેવામાં આવે છે. આ બીમારી માં રાહત મેળવા માટે હિંગ સૌથી સારી ઔષધિ માનવામાં આવે છે. જે સ્વાદુપિંડના કોષોની ઉતેજના વઘારે છે. જેથી વઘારે ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરવાથી બ્લડ સુગર લેવલ ઘટાડે છે. માટે હિંગ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.
હિંગ પાણી બનાવવાની રીત : સૌથી પહેલા એક પેન માં એકગ્લાસ પાણી લો, હવે તે પાણી ને ગેસ પર ગરમ કરો, તેમાં માત્ર એક ચપટી હિંગ અને સિંઘાલુ મીઠું નાખીને હલાવી દો. ત્યાર પછી તે પાણીને ગાળી દેવું અને તે પાણી ખાલી પેટ પી જવું.
જો તમારા શરીરમાં લોહી જાડું રહેતું હોય તો હિંગ પાણી પીવાથી લોહી પાતળું થાય છે. જેથી આસાનીથી લોહી નશોમાં વહીયા કરે છે. જેહિ નસો બ્લોક થવાની સંભાવના રહેતી નથી. માટે હિંગ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે.