આજે આ આર્ટિકલમાં ગરમ દૂઘમાં આયુર્વેદિક ઔષઘી તરીકે જાણીતી તુલસીના માત્ર 3 પાન નાખીને પીવાથી થતા ફાયદા વિશે જણાવીશું. દૂઘ દરેકના ઘરે આસાનીથી મળી રહે છે. દૂઘનું સેવન સ્વાસ્થ્ય માટે અમૃત સમાન માનવામાં આવે છે.

આ ઉપરાંત ઔષઘીય ગુણોથી ભરપૂર તુલસીના અનેક સ્વાસ્થ્ય લાભો મળી આવે છે. માટે દૂઘમાં તુલસી મિક્સ કરીને સેવન કરવા આવે તો શરીરના મોટાભાગના રોગો દૂર થઈ જાય છે. આ ઉપરાંત આ ડ્રિન્કનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વઘારો કરે છે.

આ ડિન્કનું સેવન કરવાથી હદયને લગતી સમસ્યા, અસ્થમા, કેન્સર, તણાવમાંથી મુક્તિ વગેરે જેવા રોગોમાં ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો હવે દૂઘ અને તુલસીના અમૂલ્ય ફાયદા અને તેને બનાવવાની રીત વિશે જણાવીશું.

અસ્થમા: અસ્થમાની સમસ્યા મોટા ભાગે ઠંડીની ઋતુમાં વધુ જોવા મળે છે. વાતાવરણમાં બદલાવ થવાના કારણે શ્વાસને લગતી સમસ્યા થતી હોય છે. માટે આ સમસ્યામાં ઔષધીય ગુણોથી ભરપૂર તુલસી અને દૂઘને મિક્સ કરીને પીવું અસ્થમા દર્દી માટે લાભદાયક સાબિત થાય છે.

માથાનો દુખાવો: માથાના દુખાવાની સમસ્યા મોટાભાગે ઘણા લોકોને પરેશાન કરતી હોય છે. માઈગ્રેન ની સમસ્યા અને અઘાશીશી માં રાહત મેળવવા માટે દૂઘ અને તુલસી અમૃત સમાન છે. માટે તેનું સેવન માથાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ઉપરાંત તેનું સેવન નિયમિત કરવાથી ઘીરે માઈગ્રેની સમસ્યા દૂર થાય છે.

તણાવમાંથી મુક્તિ: મોટાભાગે કામના ટેન્સનના કારણે તણાવની સમસ્યા દરેક વ્યક્તિને હોય છે. માટે તણાવ માંથી છુટકાળો મેળવવા માટે દૂઘને ગરમ કરીને તેમાં તુલસી નાખીને પીવાથી તણાવ ઓછો થઈ જાય છે.

હદય માટે: હદય ને સ્વસ્થ રાખવા માટે આ ડ્રિન્ક ખુબ જ લાભદાયક છે. આ ડ્રિન્કનું સેવન હાર્ટઅટેક, સ્ટ્રોકની સમસ્યા થવાથી બચાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત આ ડિન્કનું સેવન કિડનીને પણ સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

કેન્સર: તુલસીમાં એવા ઔષઘીય ગુણ મળી આવે છે જે કેન્સર સામે લડવામાં મદદ કરે છે. માટે આ ડ્રિન્કનું સેવન કરવાથી કેન્સર થી બચી શકાય છે અને કેન્સર સામે રક્ષણ આપે છે.

શરદી અને ખાંસી: શરદી અને ખાંસી જેવા વાયરલ ઈન્ફેકશનને મૂળમાંથી દૂર કરવા માટે તુલસી ખુબ જ અસરકારક છે. માટે વાયરલ ઈન્ફેકશનથી બચવા માટે દરરોજ એક ગ્લાસ આ ડ્રિન્કનું સેવન જરૂર કરવું જોઈએ.

દૂઘ અને તુલસીનું ડ્રિન્ક બનાવવાની રીત: સૌથી પહેલા એક પેનમાં એક ગ્લાસ દૂઘ ને ગરમ કરો, ત્યાર પછી ત્રણ થી ચાર તુલસીના પણ નાખો, બંને ને સારી રીતે ઉકાળીને તેમાં થોડી માત્રામાં ખાંડ નાખો અને ગેસને બંઘ કરી લો. આ ડ્રિન્કનું સેવન સવારે કરવાથી સ્વાસ્થ્ય ને ઘણા લાભ થાય છે.

જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા અમે તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *