ખાવાની કેટલીક ખરાબ કુટેવ અને બદલાયેલ જીવન શૈલીના કારણે શરીરમાં અનેક પ્રકારની અલગ અલગ બીમારીઓ થતી હોય છે. તેવામાં તે બીમારીઓ થી છુટકાળો મેળવવા માટે ઘણી બધી દવાઓ અને ઘરેલુ ઉપાય કરતા હોઈએ છે.
પરંતુ આજે અમે તમને એક એવી શાકભાજી વિષે જણાવીશું જેને ખાવાથી શરીરમાં મોટાભાગની બધી જ બીમારીઓ થી છુટકાળો મેળવી શકાય છે, આ શાકભાજી નું નામ કંટોલા છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાની સાથે રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.
ઘણા ઓછા લોકો આ શાકભાજી ને ખાતા હોય છે, પરંતુ તમને જણાવી દઉં કે આ શાકભાજીમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમકે, વિટામિન-સી, પ્રોટીન, ફાયબર, આયર્ન વગેરે તત્વો મળી આવે છે. આજે અમે તમને કંટોલા ખાવાના સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
આંખો સ્વસ્થ રાખે: જો તમે આંખોના નંબર છે અને ચશ્મા પહેરતા હોય તો તે ને દૂર કરવા માટે કંટોલા ખાવા જોઈએ, કંટોલા ખાવાથી આંખોની કમજોરી અને આંખોની થકાવટ પણ દૂર કરી શકાય છે. જો તમે લાંબા સમય સુધી આંખોને સ્વસ્થ અને તેજસ્વી બનાવી રાખવા માંગતા હોય તો કંટોલાંને આહારમાં સમાવેશ કરવો જોઈએ.
શરીરનો ઝેરી કચરો દૂર કરે: અનિયમિત અને અયોગ્ય ખોરાક ખવાઈ લેવાના કારણે શરીરમાં કેટલાક ઝેરી પદાર્થો ઉત્પન્ન થવા લાગે છે, આ ઝેરી પદાર્થો અને બેક્ટેરિયાને દૂર કરવા માટે કંટોલા ને ખાઈ શકાય છે. ઝેરી કચરો બહાર નીકળી જવાના કારણે શરીર અંદરથી ડીટોક્સ થાય છે અને શરીરમાં એનર્જી અને ઉર્જા પ્રદાન કરશે.
પાચનક્રિયા મજબૂત કરે: શરીરને નિરોગી બનાવી રાખવા માટે પાચનક્રિયા યોગ્ય રીતે કામ કરે તે ખુબ જ જરૂરી છે. આ માટે જો તમે નિયમિત પણે કંટોલા ખાવાનું ચાલુ કરો છો તો મંદ પડી ગયેલ પાચનક્રિયા માં સુધારો થશે અને ખોરાકને આસાનીથી પચાવામાં મદદ કરશે.
લોહી વધારવા અને શુદ્ધિમાટે: ઘણી વખત શરીરમાં લોહીની કમી થવાના કારણે અનેક પ્રકારની બીમારીનો સામનો કરવો પડતો હોય છે તો તે બીમારી થી બચવા અને લોહીને વધારવા માટે નિયમિત પણે કંટોલા ને ખાઈ શકાય છે, જે લોહીને વધારવાની સાથે લોહીમાં રહેલ અશુદ્ધિ ને પણ દૂર કરે છે.
જો તમે નિયમિત પણે કંટોલાનું સેવન કરો છો તો સીઝન માં થતી કેટલીક પ્રકારની વાયરલ બીમારીઓને શરીરમાં આવતા રોકે છે. જો તમે અઠવાડિયામાં 2 વખત કંટોલા ખાઓ છો તો શરીરમાં આજીવન કોઈ પણ પ્રકારના રોગોથી પીડિત રહેવું નહીં પડે.