હાલત ચાલતા દરરોજ મગફળી ખાવી આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક છે. મગફળી બદામ કરતા પણ વધુ ગુણકારી માનવામાં આવે છે. મગફળીમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે જે દૂઘ કરતા પણ વઘારે પ્રમાણમાં જોવા મળે છે.
દરરોજ ઓછામાં ઓછી 8 થી દસ મગફળીનું સેવન કરવું જોઈએ જે આપણા શરીરને અંદરથી મજબૂત બનાવવાનું કામ કરે છે. ઘણા લોકો જમ્યા પછી મુખવાસમાં મગફળીનું સેવંન કરતા હોય છે. માનસિક તણાવ જેવી સમસ્યા માં તેનું સેવન કરવું જોઈએ જેથી તણાવ માંથી મુક્તિ મળશે.
મગફળીનું સેવન મહિલાઓ માટે પણ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. મહિલઓમાં થઈ રહેલ કમજોરીને દૂર કરવામાં મગફળીનું સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આજે અમે તમને મગફળીના ફાયદા વિશે જણાવીશું.
ડિપ્રેશન: મોટાભાગના લોકો ડિપ્રેશન ના શિકાર હોય છે. તેમાં ટ્રીપ્ટોફેન નામનું તત્વ મળી આવે છે. પરંતુ તે વ્યક્તિ રેગ્યુલર મગફળીનું સેવન કરે તો આ સમસ્યામાંથી આસાનીથી બહાર નીકળી શકે છે. માટે દરરોજ ઓછા માં ઓછી 10 મગફળીનું સેવન કરવું જોઈએ.
પ્રેગ્નેન્સીમાં: મગફળીમાં નેચરલી ફોલિક એસિડ મળી આવે છે મહિલાઓની પ્રેગ્નેન્સીમાં ખુબ જ લાભદાયક સાબિત થાય છે. માટે દરરોજ એક મુઠીનું સેવન મહિલાઓ માટે ખુબ જ ફાયદારક સાબિત થશે માટે તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. તેનું સેવન કરવાથી મહિલા અને બાળક બને મજબૂત થશે.
કબજિયાત: અત્યારના સમયમાં 80 % લોકો આ કબજીયાતની સમસ્યાથી પરેશાન થતા હોય છે. કબજિયાતની સમસ્યા હોય તો ઘણી સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે. તેમાં ફાયબર સારી માત્રામાં મળી આવે છે. આ માટે તમારે દરરોજ એક મુઠીનું સેવન કરવું પડશે જેથી કબજીયાત મૂળમાંથી દૂર થઈ જશે.
મસલ્સ મજબૂત કરે: મગફળીમાં કેલ્શિયમ, પ્રોટીન જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે જે આપણા શરીરના મસલ્સને મજબૂત કરે છે. આ માટે તમારે દરરોજ સવારે ઉઠીને અને રાત્રે જમ્યા પછી સેવન કરવું પડશે. જેથી શરીરના દરેક મશલ્સ મજબૂત થશે.
સ્કિન માટે: મગફળીમાં સારી માત્રામાં ઓમેગા-6 ફેટી એસિડ મળી આવે છે. જે આપણી સ્કિનની સમસ્યા ને દૂર કરે છે. આ ઉપરાંત તેનું નિયમિત સેવન કરવાથી ચહેરાની કરચલી અને ખીલને દૂર કરે છે. સ્કિન ને નિખાર લાવવા માટે દરરોજ જમ્યાના એક કલાક પછી મુખવાસમાં એક મુઠી મગફળીનું સેવન કરવું જોઈએ.
આપણા શરીરમાં વારે વારે થાક લાગવો, નબળાઈ થવી જેવી સમસ્યા રહેતી હોય તો હરતા ફરતા એક મુઠી મગફળીનું સેવન કરવું જોઈએ. જેથી આપણા શરીરમાં ભરપૂર ઉર્જા મળી રહે અને શરીરને મજબૂત બનાવામાં મદદ કરે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા, ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.