છાશ દરેક લોકોને સૌથી વધુ પીવી ગમે છે, છાશ એક એવી વસ્તુ છે જે નાનાથી લઈ ને મોટા દરેક વ્યક્તિ પીતા હોય છે. છાશ ને ભોજન સાથે પીવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે ભોજન પછી છાશ પીવાથી ખોરાકને ઝડપથી પચે છે, આ સાથે પેટને શીતળતા પ્રદાન કરે છે.
આ માટે દરેક ભારતીય ભોજન પછી છાશ પીવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે. છાશ પીવાથી શરીરને ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ પણ થાય છે. જેમને પેટને લગતી તકલીફ નો સામનો કરવો પડ્યો હોય જેમકે ભોજન ઓછી ગેસ થવો, અપચો રહેતો હોય તેમાં ખુબ જ ફાયદાકારક છે.
જો તમે પેટને લગતી સમસ્યા ઉપરાંત વજન વધારે, કોલેસ્ટ્રોલ ની સમસ્યા હોય, વર્ષો જૂની કબજિયાત હોય તો છાશ માં આ એક ઔષધીય ગુણોથી ભરપૂર એવા ત્રિફળા ચૂરણ અને કાળું મીઠું મિક્સ કરી પીવાથી ઘણા બધા ફાયદાઓ થાય છે, જેના વિષે આજે અમે તમને જણાવીશું.
તમે રોજે રાતે ભોજન પછી અથવા ઓ રાતે સુવાના પહેલા એક ગ્લાસ છાશ માં ત્રિફળા ચૂરણ અને કાળું મીઠું નાખીને પી જાઓ, આ રીતે છાશ માં આ બે વસ્તુ નાખીને પીવાથી સવારે પેટ એકદમ સાફ થઈ જશે, જેથી તમે પેટ હલકું થશે અને એકદમ રિલેક્સ મહેસુસ કરશો.
પેટ ને હેલ્ધી બનાવે: છાશ પીવાથી પેટ ને ઘણી ઠંડક મળે છે જેથી એસિડિટીમાં પણ ઘણી રાહત મળે છે, જો તમે નિયમિત પણે છાશમાં આ બે વસ્તુ મિક્સ કરીને પીવો છો તો પાચનક્રિયામાં સુધારો થાય છે અને ડાયજેશન ને મજબૂત બનાવે છે જેથી તમે કોઈ પણ ભારે ખોરાક ખવાઈ ગયો હશે તો તેને પણ ખુબ જ આસાનીથી પચાવી પેટ ને હેલ્ધી બનાવે છે.
વજન ઘટાડે: તમે પણ વધુ વજન હોવાના કારણે મોટાપો નો શિકાર બની રહ્યા હોય તો છાશ માં ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પીવાથી શરીરનો વધારાનો બધો જ કચરો સાફ કરે છે તે ટોનર તરીકેનું કામ કરવામાં મદદરૂપ સાબિત થાય છે. તે વજનને નિયત્રંણમાં રાખે છે.
કોલેસ્ટ્રોલ: ખરાબ કોલેસ્ટ્રોલ ને ઘટાડવામાં માટે ની આ એક રામબાણ જડીબુટી છે, આ માટે જો તમે વધુ કોલેસ્ટ્રોલ થી પરેશાન હોય તો ચશ્મા ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પી જાઓ, જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરશે, ત્રિફળા ચૂરણ લોહીના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે અને લોહીને શુદ્ધ બનાવે છે.
કબજિયાત : આજે મોટાભાગના લોકો કબજિયાતથી પીડિત છે. તેમને ભોજન પછી રોજે છાશ માં ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પીવું જોઈએ, વધારે લાંબા સમયથી કબજિયાત હોય તો આ પીણું જરૂર પીવું જોઈએ જેમાં સારી માત્રામાં ઈલેટ્રોલાઇટ હોય છે જે પેટ અને આંતરડાને એકદમ કાચના જેમ ચોખ્ખા બનાવે છે અને વર્ષો જૂની કબજિયાતને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે.
છાશ માં ત્રિફળા ચૂરણ મિક્સ કરીને પીવાથી આ સિવાય પણ ઘણા ફાયદાઓ થાય છે, આ સિવાય તેમાં ખુબ જ સારા પ્રમાણમાં કેલ્શિયમનો સ્ત્રોત મળી રહે છે. જો તમે પેટને લગતી સમસ્યાથી વધુ પીડાઈ રહ્યા હોય તો રાતે સુવાના પહેલા આ એક જડીબુટી સમાન આ એક ડ્રિન્ક પી જાઓ.