આજે અમે તમને જણાવીશું રસોઈમાં જાયફળ નાખીને સેવન કરવાથી સ્વાસ્થ્ય ને કયાં લાભ થાય છે તેના વિશે જણાવીશું. જાયફળ નો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે વપરાય છે. ઘણા લોકો જાયફળને રસોઈનો સ્વાદ વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે.
જાયફળનું ઉત્પાદન કેરળમાં સૌથી વઘારે થાય છે. જાયફળને રસોઈમાં નાખી ને ખાવાથી તેના સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. જાયફળ માં કેલ્શિયમ, કોપર, વિટામી-બી1, વિટામી-બી6, મેગ્નેશિયમ જેવા મહત્વ પૂર્ણ ખનીજ તત્વો આવેલ છે. આ ઉપરાંત એમાં એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ઓક્સીડેન્ટ આવેલ છે.
જે પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. અને શરીરમાં રહેલા ઝેરી બેક્ટેરિયાને ખતમ કરવા માં મદદ કરે છે. સાંઘાના દુખાવા, બ્લડપ્રેશર જેવી અનેક બીમારી માં જાયફળ ખુબ જ ઉપયોગી છે.તો ચાલો જાણીએ જાયફળના સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા અદભુત ફાયદા વિશે.
જાયફળ માં કોપર, વિટામી-બી1, વિટામી-બી6, મેગ્નેશિયમ જેવા મહત્વ પૂર્ણ ખનીજ તત્વો આવેલ છે. આ ઉપરાંત એમાં એન્ટી બેક્ટેરિયલ, અને એન્ટી ઓક્સીડેન્ટ આવેલ છે જે પાચન ક્રિયાને સુઘારવામાં મદદ કરે છે. અને શરીરમાં રહેલા ઝેરી બેક્ટેરિયાને ખતમ કરવા માં મદદ કરે છે.
સાંઘાના દુખાવામાં : શરીરમાં થતા સાંઘાના દુખાવામાં, ઘુંટણના દુખાવામાં જાયફળનું તેલ ખુબ જ ઉપયોગી છે. જાયફળના તેલમાં બળતરા વિરોઘી ગુણધર્મો આવેલ છે. માટે જે જગ્યા પર સોજો હોય, સ્નાયુમાં દુખાવો, ઘુંટણના દુખાવા પર દિવસમાં 2 વાર જાયફળના તેલની માલિશ કરવી જોઈએ. આ તેલની માલિશ કરવાથી જલ્દી સાંઘાના દુખાવા દૂર થશે.
અનિદ્રાની સમસ્યા : અનિદ્રાની સમસ્યા માનસિક કે શારીરિક તણાવના કારણે અનિદ્રાની સમસ્યા થતી હોય છે. માટે આ સમસ્યાથી છુટકાળો મેળવીને ઊંઘ પૂરી કરવી હોય તો રાત્રે સુતા પહેલા જાયફળ વાટીને ગરમ દૂઘ માં નાખીને પીવાથી ખુબ જ સારી ઊંઘ આવે છે. આખા દિવસનો લાગેલ થાક અને તણાવ ને દૂર કરવા માટે ખુબ જ ફાયદાકારક છે.
પાચન માટે : જો તમને ગેસ, અપચો, કબજિયાત જેવી પેટની સમસ્યા થતી હોય તેમના માટે જાયફળ અતિ ઉત્તમ માનવામાં આવે છે. જાયફળ માં ફાયબર ની માત્રા આવેલ છે. જે પેટને સાફ કરે છે. માટે જાયફળ નો પાવડર બનાવી ને એક ચપટી ગરમ પાણીમાં નાખીને પીવાથી પેટની સમસ્યા દૂર થાય છે. અને પાચનતંત્ર ને મજબૂત બનાવે છે.
મોં માંથી આવતી દુર્ગંધ : જયારે તમારા શરીરમાં ઝેરી તત્વો રહેલ હોય છે. માટે તમે જાયફળ નો ઉપયોગ કરવાથી શરીરમાં રહેલ ઝેરી તત્વો ને બહાર કાઠી દે છે. અને કિડની અને લીવર બને ને સ્વસ્થ રાખે છે. તેના માટે ગરમ દૂઘ માં જાયફળ નાખીને પીવાથી મોંમાંથી આવતી દુર્ગંધ ને દૂર કરે છે.
ત્વચા માટે : ચહેરા પર થયેલ ખીલ ને દૂર કરવા માટે જાયફળના પાવડર ને મઘ સાથે મિક્ક્ષ કરીને ખીલ થયેલ જગ્યા પર લગાવાથી ખીલ દૂર થાય છે. આ ઉપરાંત જાયફળના પાવડરને દૂઘમાં મિક્સ કરીને પેસ્ટ બનાવો. તેને ચહેરા પર લગાવીને 20 મિનિટ પછી ઘોઈ દો. આમ કરવાથી તમારા ચહેરાની ચમક વઘશે.અને તમે સુંદર દેખાવા લાગશો.
કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન,જેવા તત્વો આપણા શરીર માટે ખુબ જ જરૂરી છે જે જાયફળ માં હોવાથી આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નાની મોટી બીમારી ને દૂર કરવા માટે જાયફળના પાવડર અને જાયફળના તેલનો ઉપયોગ કરવો જોઈએ.