આજના સમયમાં લાખો લોકો હાર્ટ અટેક આવવા ના કારણે જીવ ગુમાવતા હોય છે. હાર્ટ અટેક એક હૃદયને લગતી બીમારી છે, જયારે હૃદય કમજોર પડી જાય અને હૃદયની નસો માં લોહીનો અવરોઘ આવે છે ત્યારે હાર્ટ અટેક ની સમસ્યા વધુ જોવા મળે છે.
હૃદય આપણા શરીરનું સૌથી અગત્ય નું અંગ છે. શરીરમાં વઘતા કોલેસ્ટ્રોલ ના કારણે પણ હૃદય પર અસર થાય છે. આવી પરિસ્થતિમાં વધતા કોલેસ્ટ્રોલ ના સ્તરને નિયત્રંણમાં રાખવું ખુબ જ જરૂરી છે. આજે લોકો ની જીવન શૈલી પણ ખુબ જ બદલાઈ ગઈ છે.
તેવામાં ખાવા પીવાની ખરાબ આદતો અને વાતાવરણ માં થતા પ્રદુષણ ના કારણે હૃદય નબળું પડવા લાગે છે. આ માટે હૃદયને સ્વસ્થ કઈ રીતે રાખવું જોઈએ તેના વિષે જણાવીશું.
પાણી વધુ પીવું જોઈએ: હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે. શરીરના દરેક અંગ ની પૂરતા પ્રમાણમાં પની મળી રહે તે જરૂરી છે. આ માટે હાર્ટ ને તંદુરસ્ત રાખવા માટે દિવસમાં વધુ પાણી પીવું જોઈએ.
લોહીને પાતળું રાખો: શરીરમાં લોહી જાડું થઈ જવું કે ગંઠાઈ જવાની સમસ્યા રહેતી હોય તો લોહી ને પાતળું કરવાની દવા ખાધા કરતા સોપારી ખાવાની રાખો, આ ઉપરાંત રોજે લસણ ને આહારમાં સમાવેશ કરવું જોઈએ, જે લોહીને ગંઠાતા રોકે છે અને લોહીને પાતળું બનાવી રાખે છે.
તણાવ દૂર કરવો: વડું પડતું ટેન્સન, તણાવ, ડિપ્રેશન હોવાના કારણે પણ હાર્ટ અટેક નો હુમલો આવી શકે છે. આ માટે માનસિક તણાવ, ડિપ્રેશન અને દૂર રાખવા માટે રોજે યોગા અને વ્યાયામ કરવા જોઈએ. જે મન ને શાંત રાખે છે અને તણાવ માંથી મુક્ત કરે છે.
ટેસ્ટ કરાવતું રહેવું: શરીરમાં બીમારીઓ થતી હોય છે પરંતુ જયારે તે વિકરાર રૂપ ઘારણ કરે છે ત્યારે આપણે ખબર પડતી હોય છે આ બીમારી છે, માટે જો તમે વર્ષ માં એક બે વખત ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ, જેથી કોઈ પણ બીમારી થતા ની સાથે જ તેને દૂર કરી શકાય છે માટે 30+ ઉંમરના લોકો એ ટેસ્ટ કરાવતું રહેવું જોઈએ.
કસરત કરો: હૃદય ના સારા સ્વાસ્થ્ય માટે કસરત કરવી જોઈએ. નિયમિત પણે દરરોજ 30 મિનિટ કસરત કરવાથી હૃદય રોગ, હાઈપરટેન્શન, ડાયાબિટીસ, અને મોટાપા જેવી બીમારીથી બચી શકાય છે. આ માટે હાર્ટ ને હેલ્ધી રાખવા માટે વર્કઆઉટ કરવું જોઈએ.
હૃદયને સ્વસ્થ રાખવા માટે ચરબીયુક્ત ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. કારણકે વધુ ચરબી યુકત ખોરાક ખાવાથી કોલેસ્ટ્રોલનું સ્તર વઘી શકે છે. આ માટે હૃદય રોગથી બચવા ચરબી યુક્ત ખોરાક, જંકફૂડ, વઘારે તળેલો ખોરાક ખાવાનું ટાળવો જોઈએ.