હાલની ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનમાં ગરમીનું પ્રમાણ ખુબ જ વધારે જોવા મળી રહ્યું છે. વઘારે પડતી ગરમીના કારણે આપણે અસ્વસ્થતાણી સાથે સ્વાસ્થ્ય પર કેટલીક નકારાત્મક અસરો પણ થઈ શકે છે. તમને જાણાવી દઉં કે વધારે ગાર,ગરમીમાં 44 – 45 ડિગ્રી તાપમાન જોવા મળતું હોય છે, પરંતુ માનવ શરીરને 38 ડિગ્રી તાપમાન સહન કરવાની શક્તિ હોય છે.

વધતી ગરમીના પ્રકોપના કારણે આપણા શરીરના ઘણા અંગો પર ખુબ જ અસર થઈ શકે છે, આ માટે ગરમીના દિવસોમાં આપણે સ્વાસ્થ્ય ને લગતા જોખમને કેરી રીતે બચાવવા આપણે ખુબ જ કાળજી લેવી જોઈએ. જેથી આપણે ગરમી માં પણ સ્વસ્થ મહસૂસ કરી શકીએ.

વઘારે પડતા સૂર્ય પ્રકાશના કિરણોમાં કામ કરવું પડતું હોય છે તેવા વ્યક્તિને હૃદયને લગતી બીમારીનું જોખમ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. આ વધારે પડતા તાપમાનમાં રહેવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે અને તેનાથી બચવા શું કરવું તેના વિષે પણ જણાવીશું.

હૃદયના સ્વાસ્થ્યની સમસ્યા: વધારે પડતી ગરમી અને સૂર્ય પ્રકાશના સીધા કિરણો હૃદયને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તાપમાનમાં વધારો થવાથી હૃદયના ઘબકારા તેજ થવા લાગે છે. જે હાર્ટ માટે ખુબ જ ગંભીર કઈ શકાય છે. જે હૃદયને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. ઝડપી ઘબકારા થવાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખુબ જ અસર થઈ શકે છે.

લો બ્લડપ્રેશરની સમસ્યા: મોટાભાગના લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા જોવા મળે છે. ગરમીમાં શરીરમાંથી ખુબ જ પરસેવો નીકળે છે, પરસેવા રૂપે નીકળતું પ્રવાહી અને ઈલેટ્રોલાઈટ બહાર નીકળી જાય છે, જે બ્લડ પ્રેશરના જોખમને વઘારે છે. આવી પરિસ્થતિમાં ચક્કર આવવા જેવી સમસ્યા થાય છે. માટે લો બ્લડપ્રેશરની સમસ્યાથી બચવા માટે આપણે વઘારે માં વઘારે પ્રવાહી નું સેવન કરવું જોઈએ. લો લો બ્લડપ્રેશરની સમસ્યાથી બચાવવામાં મદદ કરશે.

આંખોની સમસ્યા: સૂર્ય પ્રકાશના તેજ ગરમીના પ્રકોપથી આંખોની બળતરા, આંખોમાં સૂકાપણું, આખો લાલ થઇ જવી, આંખોમાં દુખાવો થવો જેવી અનેક સમસ્યાઓ થવાનું જોખમ રહેતું હોય છે. આ માટે આંખોના સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું જોઈએ. આ માટે આપણે ગરમીમાં બહાર નીકળતી વખતે આંખો પર ચશ્મા પહેરવા જોઈએ જે આંખોને થતા નુકસાનથી બચાવી રાખશે.

સૂર્ય પ્રકાશના તેજ પ્રકોપથી બચવા માટે આપણે દિવસ દરમિયાન સૌથી વધુ પાણી પીવું જોઈએ. જેથી આપણું શરીર હાઈડ્રેટ રહેશે અને ચક્કર, થાક લાગવો, કમજોરી રહેવી જેવી સમસ્યાથી બચાવશે. આ ઉપરાંત બપોરે અને રાત્રિનું ભોજન હળવું કરવું જોઈએ. કોલ્ડ્રીંક જેવા ઠંડા પીણાં પોવાના ઓછા કરવા જોઈએ.

ગરમીમાં દિવસમાં એક વખત લીંબુ પાણી પીવું જોઈએ જે શરીરને એનર્જી અને ઉર્જા આપશે, ગરમીમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીમાં બહાર નીકળો તો ચશ્મા અને ટોપી ફરજીયાત પહેરવી જોઈએ. સાથે ચહેરા પર રૂમાલ બાંઘીને નીકળવું જોઈએ, જેથી ચહેરાને લગતી સમસ્યાથી પણ બચાવી રાખશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *