વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાના ત્રણ ચતુર્થાંશ તમારા નિયંત્રણમાં રહેલા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે તમારી જીવનશૈલી અને 25% તમારા જનીનો પર આધારિત છે. આથી તમારી જીવનશૈલીની આદતોને નિયંત્રણમાં લેવા માટે તમારે અત્યારથીજ સક્રિય રહેવું ખુબજ મહત્વનું છે.
તેથી, આજે તમને એવા 3 રહસ્યો વિષે જણાવીશું જે તમારા સ્વાસ્થ્યમાટે ફાયદાકરાક અને તમારા વૃદ્ધત્વને રોકવામાં મદદ કરી શકે છે. જો તમે તમારી દિનચર્યામાં આ રહસ્યો અપનાવશો તો તમે પણ વૃદ્ધાવસ્થામાં આવતી સમસ્યાઓ પર નિયંત્રણ કરી શકો છો. તો ચાલો જાણીએ આ રહસ્યો વિષે.
દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ મિક્સ કરીને પીવો: આપણામાંની મોટાભાગના લોકો દિવસની શરૂઆત કોફી અથવા ચાના કપથી કરવાનું પસંદ કરે છે. સવારે ગરમ લીંબુ પાણી પીવાનો વિચાર ઓછામાં ઓછી બે સદીઓ જૂનો છે. તેના ઘણા ફાયદા છે.
તે પાચનમાં મદદ કરે છે કારણ કે તે યકૃતને પિત્ત ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને લીંબુનો રસ અપચોના લક્ષણો, જેમ કે હાર્ટબર્ન, ઓડકાર અને પેટનું ફૂલવું દૂર કરવામાં મદદ કરે છે. તે કુદરતી મૂત્રવર્ધક પદાર્થ છે અને વિટામિન-સી રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
અળસી ખાવી: જયારે તમે ગરમ લીંબુનું શરબત પી લો, પછી તમારી સવારની દિનચર્યામાં પલાળેલી અળસી ઉમેરો. તમે અળસીને એમજ ખાઈ શકો છો અથવા તો તમે તેને નારંગીના રસમાં ભેળવીને લઈ શકો છો. જો તમે ઇચ્છો તો, તમે પીસેલી અળસીને દહીં, પ્રોટીન શેક સાથે ખાઈ શકો છો.
ગરમ લીંબુનું શરબત પીવાની જેમ, અળસીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. દરરોજ સવારે પાણીમાં પલાળેલા અળસી નું સેવન પેટ સંબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા ઉપરાંત, વજન ઘટાડવામાં ઘણી મદદ કરી છે. ઉપરાંત, દરરોજ અળસી નું સેવન કરવાથી હૃદય રોગ, કેન્સર, સ્ટ્રોક અને ડાયાબિટીસના જોખમને ઘટાડવામાં મદદ મળે છે.
પૂરતા પ્રમાણમાં વિટામિન ડી મેળવો: જો તમે દૂધ પીતા નથી અથવા વિટામિન ડી સાથે કેલ્શિયમ લેતા નથી, તો તમને વિટામિન ડી ની ઉણપ હોઈ શકે છે. સ્ત્રીઓ માટે તેમના હાડકાંને સુરક્ષિત રાખવા માટે કેલ્શિયમ જરૂરી છે, તેથી મેં દિવસમાં બે ગ્લાસ દૂધ પીધું કારણકે દૂધમાં સારા પ્રમાણમાં કેલ્શિયમ હોય છે.
શરીમાં વિટામિન ડી ની ઉણપના કારણે ખાસ કરીને હાડકાની સમસ્યા જોવા મળે છે પરંતુ શરીરમાં પૂરતી વિટામિન ડી ની માત્રા થોડાક અંશે તમારા વૃદ્ધત્વની અસરને ઘટાડી શકે છે. વિટામિન ડી માટે પૂરક આહાર લેવો એ સવારની શ્રેષ્ઠ દિનચર્યા બની શકે છે.
જો તમે વૃદ્ધ થઇ ગયા છો તો પણ આ પ્રકારની સવારની દિનચર્યા વૃદ્ધત્વમાં મદદ કરી શકે છે. જો તમે પણ આ 3 નિયમોનું પાલન કરો છો તો તમે પણ તમારી વૃદ્ધત્વની અસરને ઘટાડી શકો છો અને તમારું સ્વાસ્થ્ય સારું રાખી શકો છો.