કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું શરીર સ્વસ્થ રહે એ ખુબજ છે. જો આપણું શરીર શારીરિક અને માનસિક રીતે એકદમ સ્વસ્થ હોય તો આપણે દિવસ દરમ્યાન કામ પણ સારી રીતે કરી શકીએ છીએ. પરંતુ અત્યારના સમયમાં ખરાબ ખોટી જીવન શૈલી અને સ્ટાઇલના કારણે લોકો નાની મોટી બીમારી સાથે ગંભીર બીમારીઓ જેવી કે ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર, જેવા રોગો નો શિકાર બની રહ્યા છે.
જો તમે પણ આજીવન હંમેશા માટે નિરોગી રહેવા માંગતા હોય તમારે તમારી દિનચર્યામાં કેટલાક બદલાવ કરવાની જરૂર છે. આજકાલ ખાવા પીવાની ખોટી આદતો અને ઘર કે ઓફિસમાં વધતા તણાવના કારણે વ્યક્તિ જલ્દીથી બીમારીઓનો શિકાર બને છે.
આવી સ્થિતિમાં અજાણી માહિતીમાં તમને એવી કેટલીક ટિપ્સ વિશે જણાવીશું મદદથી તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકશો અને જિંદગીભર બીમાર થશો નહીં. તો ચાલો જાણો કેટલીક ટિપ્સ વિષે.
સૌ પ્રથમ તમારે સવારે વહેલું ઉઠવું જોઈએ. સવારે ઉઠીને સૂર્યોદય જોવો એ ખાસ જરૂરી છે. સૂર્યોદય જોવાથી તમે જિંદગીભર ખુશ રહી શકો છો. જો તમે સુરજ નીકળી ગયા પછી ઉઠો છો તો તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે તેથી સવારે વહેલા ઊઠવું ખાસ જરૂરી છે.
જે વ્યક્તિ દરરોજ 25 થી 30 મિનિટ વોકિંગ કરે છે, કસરત કરે છે તેની કેલેરી હંમેશા નિયંત્રણમાં રહે છે. આ સાથે શરીરમાંથી ઝેરી પદાર્થો પણ બહાર નિકળી જાય છે. તેથી તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 કિલોમીટર સુધી ચાલવા જવું જોઈએ. આ સાથે શરીર માટે સંતુલિત આહાર લેવો એ પણ ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
કારણ કે જો ભોજનમાં થોડીક પણ ગરબડ થાય તો તેની સીધી અસર આપણા સ્વાસ્થ્યને પડે છે. જો તમે દિવસ દરમ્યાન ખોટો આહાર લેવામાં આવે તો તેનાથી વૃદ્ધાવસ્થા, મોટાપો અને બિમારીનો ભય રહે છે તેથી તમારે શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ખાદ્ય પદાર્થો ખાવા જોઈએ અને બહારનું ખાતા હોય તો બંધ કરી દેવું જોઈએ.
ભોજન માટે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર ભોજન કર્યા પછી તરત જ પાણી પીવું ન જોઈએ. ખાધા પછી તમે બહુ ઓછું એક ઘૂંટ પાણી પી શકો છો પરંતુ તેનાથી વધારે પાણી પીવું શરીર માટે હિતાવહ નથી. તમે અડધો કલાક પછી પાણી પી શકો છો.
સારું જીવન જીવવા માટે શરીરની સફાઈ કરવી પણ ખુબજ જરૂર છે. પહેલાના સમયમાં લોકો સ્નાન કરવા વિવિધ પ્રકારના ઉપાય કરતા હતા પરંતુ આજના સમયમાં વ્યસ્ત દિનચર્યાને લીધે ઘણા લોકો સ્નાન કરવામાં સમય વધારે ફાળવી શકતા નથી,
જેની અસર શરીરની સુંદરતા પર સીધી અસર થાય છે અને બીમારી પણ થઇ શકે છે. તેથી તમારે દરરોજ સવારે સ્નાન કરવામાં વધારે સમય ફાળવવો જોઈએ અને યોગ્ય પ્રમાણમાં સ્નાન કરવું જોઈએ. આ સાથે પોતાના ગુપ્તાંગોને પણ સફાઇ કરવી જોઇએ.
જે સીઝન હોય તે સીઝનમાં આવતા ફળો નું સેવન કરવું જોઈએ. ફળોમાંથી શરીરને જરૂરી પોષકતત્વો મળી રહે છે. જયારે પણ ભોજન કરો ત્યારે ભોજનને સારી રીતે ચાવીને ખાવું જોઈએ અને ખાસ તો ભોજન યોગ્ય સમયે લેવું જોઈએ. યોગ્ય સમય પર ભોજન કરવાથી શરીરને એનર્જી મળે છે.
તેથી તમારે દિવસ દરમિયાન જે પણ ભોજન ખાવ છો તેને હંમેશા ચાવીને અને યોગ્ય સમયે લેવું. ભોજન યોગ્ય સમયે લેવાથી પાચનતંત્ર પણ યોગ્ય રીતે કામ કરે છે. જો તમે શક્ય હોય તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરી મંદિરે જવું અને જો બાજુમાં ગાર્ડન હોય તો ત્યાં સવારે થોડા યોગ અને પ્રાણાયામ કરવા.
સવારે વાતાવરણ શાંત હોય છે અને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પણ મળી રહે છે. તેથી સવારે મંદિરે જવું અથવા તો બાજુમાં ગાર્ડન હોય તો ત્યાં શાંત વાતાવરણમાં બેસીને બેસીને 10 મિનિટ ઓમનું ઉચ્ચારણ કરવું. ઓમનું ઉચ્ચારણ કરવાથી તમારી જ્ઞાનેન્દ્રિય ખુલી જાય છે અને તમને તાજગીનો અનુભવ થાય છે.
આ સાથે તમારે દિવસ દરમિયાન ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ લેવી ખૂબ જરૂરી છે. આ સાથે યાદ રાખો કે વધુ પડતી ઊંઘ અને અને બહુ ઓછી ઊંઘ સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.