આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

દરેક વ્યક્તિ આજના સમયમાં ભાગદોડ વઘારે કરતા હોય તેવું જોવા મળતું હોય છે. તેવા સમયમાં વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવાનું પણ ભૂલી જાય છે. જો આપણે આપણા સ્વાસ્થ્યનું યોગ્ય ઘ્યાન ના રાખીએ તો આપણા આરોગ્યને ઘણું નુકસાન થઈ શકે છે.

દરેક વ્યક્તિ લાંબા સમસ્યા સુઘી સ્વસ્થ, હેલ્ધી, ફિટ રહેવા માંગે છે. પરંતુ અત્યારના આધુનિક યુગમાં આપણી જીવન શૈલી અને અનિયમિત ખાણી પીણી હોવાના કારણે આપણે લાંબા સમય સુઘી સ્વસ્થ રહેવામાં અસમર્થ રહીએ છીએ.

અત્યારે નાની ઉંમરે જ લોકો અનેક બીમારીના શિકાર બની જતા હોય છે. જેમ કે, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયને લગતી સમસ્યા, સાંઘાના દુખાવા, માથાના દુખાવા જેવી અનેક બીમારીના સકંજામાં સંકળાયેલા જોવા મળતા હોય છે.

આ બઘી બીમારીથી બચવા માટે આપણી રોજિંદા જીવનમાં કેટલાક બદલાવ લાવવા જોઈએ જેથી આપણે લાંબા સમય સુઘી સ્વસ્થ અને હેલ્ધી રહી શકીએ. તો ચાલો જાણીએ આપણી રોજિંદા જીવનમાં ક્યાંય બદલાવ લાવવા જોઈએ જેથી આપણે હંમેશા સ્વસ્થ રહી શકીએ.

સૌથી પહેલા સવારે ઉઠીને એક ગ્લાસ પાણીને હૂંફાળું ગરમ કરીને સેવન કરવું જોઈએ. હૂંફાળા નવશેકા પાણીનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ હાનિકારક બેક્ટેરિયાનો નાશ થાય છે. પાણીને નીચે બેસીને જ પીવું જોઈએ. દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણીનું સેવન કરવું જોઈએ. પાણી કયારેય ઉપરથી ના પીવું જોઈએ. પાણીને હમેશા ઘૂંટડે ઘૂંટડે પીવું જોઈએ.

શરીરને સ્વસ્થ રાખવા માટે સવારે વહેલા ઉઠીને કસરત અને યોગાસન કરવા જોઈએ. જો તમે રોજિંદા જીવન શૈલીમાં 25-30 મિનિટનો સમય નીકાળીને કસરત અને યોગા કરશો તો આખો દિવસ ભરપૂર એનર્જી રહેશે. આ ઉપરાંત આપણા શરીરના દરેક અંગોને યોગ્ય કસરત મળી રહેશે. માટે કસરત અને યોગને દિવસની શરૂઆતમાં સમાવેશ કરવો જોઈએ.

સવારે વહેલા ઉઠીને ચાલવું જોઈએ. જેથી આપણા શરીરને શુદ્ધ ઓક્સિજન મળી રહે જેથી આપણા ફેફસા સાફ અને મજબૂત રહેશે. સવારે ખાલી પેટ ચા કે કોફીનું સેવન ના કરવું જોઈએ. જો તમે સવારે ચા પીવો છો તો તેની સાથે ખારી, બિસ્કિટ, ટોસ, ભાખરી વગેરે ખાઈ લેવું જોઈએ. દિવસમાં એ કે બે વખત જ ચા નું સેવન કરવું જોઈએ. વધારે પડતા ચાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ભોજન કરતા સમયે પાણીનું સેવન ના કરવું જોઈએ. ભોજન કર્યાના 45 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જમ્યા પછી તરત પાણીનું સેવન કરવાથી આપણે ખાધેલ ખોરાક જલ્દી પચતો નથી. જેથી આપણી પાચનક્રિયા ખુબ જ મંદ થઈ જાય છે.

રાત્રિનું ભોજન હંમેશા હળવું જ લેવું જોઈએ જેથી ખોરાક સરળતાથી પચી જાય. બપોરના ભોજન અને રાત્રીના ભોજન પછી વરિયાળી એક ચમચી સેવન કરવું જોઈએ. જે પાચનક્રિયાને સુઘારે છે. રસોઈમાં હંમેશા સાદા મીઠાનો ઉપયોગ બંધ કરીને સિંધાલુણ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ.

દિવસમાં એક વખત દહીંનું સેવન કરવું જોઈએ. જો તમે દહીંને બપોરના ભોજન સાથે લેશો તો સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયક સાબિત થશે. જમતી વખતે મોબાઈલ કે ટીવી ના જોવી જોઈએ. રાત્રે સુવાના એક કલાક પહેલા મોબાઈલ કે ટીવી જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓનો ઉપયોગ કરવાનું બંધ કરવું જોઈએ. આ ઉપરાંત સૂતી વખતે મોબાઈલને પ્લગમાં લઈને ના સૂવું જોઈએ.

ફીઝનું ઠંડુ પાણી કે બરફવાળું પાણીનું સેવન ના કરવું જોઈએ. આખા દિવસ દરમિયાન માટલાનું પાણી પીવું જોઈએ. જે આપણા આરોગ્ય માટે ખુબ જ ફાયદો કરે છે. રાત્રીના સમયે ખાટી વસ્તુનું સેવન ના કરવું જોઈએ. આ ઉપરાંત રાત્રીના સમયે ફળોનું સેવન ના કરવું જોઈએ.

રાત્રીના ભોજન પછી બ્રશ કરીને દાંત ને સાફ કરવા જોઈએ. ત્યાર પછી એક ગ્લાસ હૂંફાળું પાણી લઈને કોગળા કરવા જોઈએ. રાતે સુતા પહેલા એક ગ્લાસ હૂંફાળા દૂઘ માં થોડી હળદર નાખીને પીવું જોઈએ. જેથી રાત્રીના સમયે સારી અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

સ્વસ્થ રહેવા માટે ઘ્યાનમાં રાખવા જેવી જરૂરી બાબત: બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડનું સેવન ના કરવું જોઈએ. વઘારે તીખું, તળેલું, ગળ્યું, મસાલાવાળી વસ્તુનું સેવન ઓછું કરવું જોઈએ. જો તમે રોજિંદા લાઈફ સ્ટાઈલમાં આ બઘા નિયમોનું પાલન કરશો તો તમે 70-80 વર્ષની ઉંમરે એકદમ સ્વસ્થ, હેલ્ધી અને ફિટ રહેશો.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *