આખો દિવસ ઉર્જા અને એનર્જીથી ભરપૂર રહે તે માટે સવારનો નાસ્તો હેલ્ધી અને પૌષ્ટિક હોવો જોઈએ. જે શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવામાં મદદ કરે છે. ઘણા લોકો સવારે ઉઠીને ચા ને ભાખરી ખાઈ લેતા હોય છે. પરંતુ જો તમે સવારના નાસ્તામાં આ વસ્તુનો સમાવેશ કરશો તો આજીવન શરીરમાં ભરપૂર તાકાત અને શક્તિ મળી રહેશે.
દિવસની શરૂઆત ખાલી પેટ એક ગ્લાસ હૂંફાળું પાણી પીને કરવી જોઈએ. ત્યાર પછી તમે કસરત, યોગ, વોકિંગ જેવા પરિશ્રમ કરો અપચી જ સ્નાન કરવા જાઓ, ત્યાર પછી જ તમારે સવારનો નાસ્તો કરવો જોઈએ. સવારના નાસ્તામાં પ્રોટીન, ફાયબર, વિટામિન જેવા પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ખીરાંકનો સમાવેશ કરવો જોઈએ.
જો તમે સવાર નો નાસ્તો સારો કરશો તો આખો દિવસ તાજગી ભર્યો અને સારો રહેશે. વ્યક્તિની લાઈફસ્ટાઈલ એવી હોય છે જેના કારણે તે યોગ્ય ખોરાક લઈ શકતા નથી. રોજે સવારે પૌષ્ટિક આહાર ખાવાથી ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ થાય છે. સવારના નાસ્તામાં શું ખાવું જોઈએ તેના વિષે જણાવીશું.
ઓટમીલ: ઘણા ઓછા લોકો ઓટમીલ વિષે જાણતા હોય છે. પરંતુ ઓટમીલનું સેવન કરવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે તેમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ, ફોલેટ, ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે જે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે આ માટે તેનું સેવન સવારે નાસ્તામાં કરી શકાય છે.
દૂઘ અને કેળા : તેમાં કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફાયબર જેવા મહત્વ ઉરણ પોષક તત્વો મળી આવે છે જે શરીરને ભરપૂર ઉર્જા અને એનર્જી પ્રદાન કરે છે. આ માટે રોજે સવારે નાસ્તામાં એક વાટકી દૂઘમાં એક કેળું નાખીને ખાઈ શકાય છે. તે પેટ અને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે આ સિવાય હાડકાને મજબૂત બનાવી સાંઘા ને લગતી બઘી જ તકલીફને દૂર કરશે. શરીરમાં લાગતો વારે વારે થાક પણ દૂર થાય છે.
ઈંડા: ઈંડામાં સારી માત્રામાં પ્રોટીન મળી આવે છે જે આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ આવશ્યક છે, આ માટે ઈંડાને સવારે નાસ્તામાં સમાવેશ કરવો જોઈએ, તે વાળને સ્વસ્થ, હેલ્ધી અને મજબૂત બનાવે છે. આ ઉપરાંત તમે સવારે નાસ્તામાં આમલેટ પણ ખાઈ શકો છો.
પરોઠા અને દહીં : રોજે સવારે પરોઠા સાથે એક વાટકી દહીં ખાવાથી પેટ માટે ખુબ જ ફાયદાકારક છે. તે અનાંતરડામાં જામી ગયેલ માલને છૂટો કરવામાં મદદ કરે છે અને પાચનતંત્રને મજબૂત બનાવે છે. તે પેટને એકદમ સાફ કરે છે. આ માટે સવારે ચાને ભાખરી ખાધા વગર પરોઠા અને દહીં ખાવું જોઈએ.
શાક અને રોટલી: રોજે સવારે નાસ્તામાં લીલા પાનવાળું શાકભાજીનું શાક અને બે – ત્રણ રોટલી ખાવી જોઈએ, જે આખો દિવસ કાર્ય કરવામાં ભરપૂર ઉર્જા અને એનર્જી આપે છે. તેમાં વિટામિન-સી, કેલ્શિય, ફાયબર, આયર્ન, જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે.
આ માટે રોજે સવારે નાસ્તામાં શાક અને રોટલી ખાઈ શકાય છે. જો તમે પણ સવારના નાસ્તામાં આ વસ્તુઓનો સમાવેશ કરશો તો શરીર સ્વસ્થ અને હેલ્ધી રહેશે. આ હેલ્ધી ખોરાક ખાવાથી હૃદય, આંતરડા, પેટના રોગો, લીવર, ફેફસા, હાડકા માટે ખુબ જ ફાયદાકારક છે.