આ લેખ તમારા 1 મિત્ર સાથે શેર કરો

આપણે જીવીએ ત્યાં સુધી આપણું સ્વસ્થ અને હેલ્ધી બની રહે તે ખુબ જ જરૂરી છે. આ માટે આપણે એક એવું ડ્રિન્ક પીવાનું છે જે ખુબ જ શક્તિ શાળી છે, જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે, આપણે જે ડ્રિન્ક દૂધનું છે, જેમાં આપણે આવી ઘણી બધી વસ્તુઓ મિક્સ કરીને પીવાનું છે.

દૂધ આપણા શરીર માટે એક પૌષ્ટિક આહાર છે, જેમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ નો ખજાનો મળી આવે છે, કેલ્શિયમ આપણા શરીરના હાડકાઓ માટે ખુબ જ આવશ્યક છે, જે હાડકાને જરૂરી પોષણ પૂરું પાડે છે. જેથી હાડકાની સમસ્યાઓ નહિવત થઈ જાય છે.

મોટા ભાગના લોકો આ પૌષ્ટિક પીણું પિતા નથી પરંતુ તમે પણ જાણતા હશો કે આપણા બા દાદા પણ દૂધનું સેવન કરતા હતા જેના કારણે તેમું શરીર અને હાડકા બને મજબૂત રહેતા હતા, પરંતુ આજના સમયમાં દૂધ પીવું કોઈને ગમતું ગમતું.

આજના યુવા પેઢીને બર્ગર, ચીજ, પીઝા જેવી વસ્તુઓ આપીએ તો કઈ પણ વિચાર કર્યા વગર જ ખાઈ લેતા હોય છે, કારણકે તે ખુબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે બધી વાતું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક બની શકે છે.

પહેલાના જમાનામાં લોકો શુદ્ધ ખોરાક ખાતા હતા જેના કારણે ગમે તેટલું કામ કરતા તો પણ થાક લાગતો ના હતો. પરંતુ આજના યુગમાં લોકો થોડું કામ કરે અથવા તો થોડું ચાલે તો પણ થાકી જાય છે. થોડું કામ કરીને થાકી જાતત હોઈએ તે આપણા શરીરમાં પોષક તત્વોની ખામીના કારણે હોય છે.

આપણે આપણા શરીરને 60 વર્ષની ઉમર પછી પણ મજૂબત અને સ્ટ્રોંગ બનાવવા માટે આ દૂધ પીવું ખુબ જ જરૂરી છે, આ દૂધ આપણે રાતે સુતા પહેલા જ પી જવાનું છે, જેથી શરીરની બધી જ કમજોરી દૂર થઈ જશે શરીરને મજબૂત અને હેલ્ધી બનાવશે.

શક્તિ શાળી દૂધનું ડ્રિન્ક બનાવવા રીત: આ માટે સૌથી પહેલા એક તવીને ધીમા ગેસ પર મુકો અને તેમાં બે થી ત્રણ મખનાં નાખી થોડી વાર શેકો અને પછી એને મિક્સર માં નાખીને પાવડર બનાવી લો, ત્યાર પછી એક ગ્લાસ દૂધ એક પેનમાં નાખીને ધીમા ગેસ પર ઉકાળો,

ત્યાર પછી તેમાં બે ચમચી મખના નો પાવર અને થોડી ખસખસ નાખો હવે 1 મિનિટ ધીમા ગેસ પર ઉકાળો એક વખત દૂધનો ઉભરો આવે તે પછી તેમાં એક ટુકડો દેશી ગોળ નાખવાનો છે. હવે 3-4 મિનિટ ઉકાળીને પછી ગેસને બંધ કરી લો અને ત્યાર પછી તેમાં એક ચમચી હળદર મિક્સ કરીને હાંકવી લો, હવે શક્તિ શાળી ડ્રિન્ક તૈયાર થઈ ગયું છે. હવે દૂધને એક ગ્લાસમાં ગાળી લો અને તેમાં તમે ઉપરથી પિસ્તા કાજુ અને બદામ મિક્સ કરીને પણ પી શકો છો.

આ ડ્રિન્ક માં ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી આવે છે જેને પીવાથી શરીરમાં થતા સાંઘાના દુખાવા, કમરના દુખાવા જેવા અનેક દુખાવા દૂર થઈ જાય છે અને શરીરને 60 વર્ષની ઉંમરે પછી પણ એકદમ મજૂબૂત બનાવી રાખવામાં મદદ કરે છે.

આ ડ્રિન્ક પીવાથી શરદી, ખાંસી, ગળાનો દુખાવો, સાંઘાના દુખાવા, વારે વારે થાક લાગવો, શારીરિક કમજોરીને દૂર કરે છે. આ સુપર ડ્રિન્કએ સુવાના 30 મિનિટ પહેલા લેવાનું છે જે ખુબ જ સારી ઊંઘ લાવવામાં મદદ કરશે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *